રવિવારે પણ કામ કરવાનો વિવાદ
એલ એન્ડ ટીના ચેરમેન એસ.એન.સુબ્રમણ્યમે કહ્યું હતું કે લોકોએ રવિવારે પણ કામ કરવું જોઇએ. જોકે તેમની આ વાતની ટીકા સોશ્યલ નેટવર્ક પર બહુ મોટાપાયે થઇ હતી એમ તેમની પત્ની પણ રવિવારે કામ કરવું જોઇએ તે વાત સાથે સંમત નહોતા. સુબ્રમણ્યમે કહ્યું હતું કે મેં કહ્યું ત્યારે મારા પર પેન્ડીંગ કામોનું પ્રેશર હતું અને પાંચથી છ ક્લાયન્ટ રોજ મને રીમાઇન્ડર કરતા હતા કે પ્રોજેક્ટ ક્યારે પુરો કરો છો? અમારી ધારણા પ્રમાણે કામ આગળ નહોતું વધતું માટે મેં રવિવારે પણ કામ કરવાની વાત કરી હતી. વિવાદ એેટલા માટે થયો હતો કે તેમને મળતા ૫૧.૦૫ કરોડ રૂપિયાનું વળતર વધીને ૭૬.૨૫ કરોડ કરાયું હતું જ્યારે તે સ્ટાફને રવિવારે પણ કામ કરવાનું કહેતા હતા. જોકે તેમણે ખલાસો કરીને વાત પાછી ખેંચી હતી.

રીયલ્ટી કંપનીઓના કરોડોના બુકીંગ
ભારતની ૨૮ જેટલી લીસ્ટેડ રીયલ્ટી ફર્મે એપ્રિલ-જુનના ત્રિમાસીક ગાળામાં ૫૩,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોપર્ટી વેચી છે. જેમાં પ્રેસ્ટીજ એસ્ટેટ સૌથી વધુ પ્રોપર્ટી વેચી છે. વર્તમાન નાણા વર્ષમાં ૨૮ રીયલ એસ્ટેટ કંપનીઓેએ પહેલા ત્રિમાસીક ગાળામાં ૫૨,૮૪૨ કરોડની પ્રોપર્ટી વેચી છે. વેચાણ માટેના બુકીંગમાં બેંગલુરૂ સ્થિત પ્રેસ્ટીજ એસ્ટેટે મોખરે છે. તેણે પ્રીબુકીંગ ૧૨,૧૨૬.૪ કરોડનું કર્યું હતું જ્યારે રીયલ્ટી ફર્મમાં સૌથી મોટી માર્કેટ કેપ ધરાવનાર ડીએલએફ બીજા નંબરે આવે છે. તેણે ૧૧,૪૨૫ કરોડનું બુકીંગ કર્યું છે. મુંબઇ સ્થિત ગોદરેજ પ્રોડક્ટનું બુકીંગ ૭,૦૮૨કરોડનું હતું જ્યારે લોધા ડેવલોપર્સનું બુકીંગ ૪,૪૫૦ કરોડનું હતું.

મંદિરો પર જીએસટી લેવાશે
ભારતના પૈસાદાર મંદિરો પાસેથી પણ સરકાર જીએસટી વસુલ કરવા નોટીસો મોકલી રહી છે. તાજેતરમાં સખત્ત વરસાદના કરાણે જે વૈશ્નોદેવી મેદિરની યાત્રા અટવાયેલી છે તે મદિરની આવક ૬૮૩ કરોડ જેટલી છે જ્યાર ૧૩૩ કરોડ તની વ્યાજની આવક છે. ભારતના સૌથી વધુ પૈસાદાર ગણાતા મંદિર તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનની આવક ૪,૭૭૪ કરોડ રૂપિયા છે. કરોડોમાં આવક ધરાવતા મંદિરો પર સરકારનો ડોળો છે. કેટલાક મંદિરોને ૧૩૦ કરોડ રૂપિયાનો જીએસટી વસૂલ કરવાની નોટીસ પણ મળી છે.

સેમીકન્ડટર ચીપ ક્ષેત્રે ભારત પાંચમે
સેમી કન્ડક્ટર ચીપ બનાવતા ટોપના પાંચ દેશોમાં હવે ભારતનો સમાવેશ થઇ રહ્યો છે. સિંગાપુર, સાઉથ કોરીયા, જાપાન અને મલેશિયા બાદ પાંચમાં નંબરે ભારતનો સમાવેશ થઇ રહ્યો છે. બીજી સપ્ટેમ્બરે એેટલેકે આવતી કાલે ૩૩ દેશોની ૫૦૦ કંપનીઓના ૧૫,૦૦૦ જેટલા ડેલીગેટસ નવી દિલ્હીમાં સેમિકોન ઇન્ડિયાના પ્રોગ્રામમાં આવશે અને તેમના સેમિકન્ડક્ટરના માર્કેટીંગને દર્શાવશે. બિઝનેસ ટુ બિઝનેસ સેક્ટર હેઠળનું આવો પ્રોગ્રામ દેશમાં પહેલીવાર થઇ રહ્યો છે. ઇન્ડિયન ઇલેકટ્રોનિક એન્ડ સેમિકન્ડક્ટર એસોસિયેશનના જણાવ્યા અનુસાર વિશ્વમાં વેચાતી એક ટ્રીલીયન ડોલરના વચાણમાં ભારતનો ફાળો ૮થી દશ ટકા જેટલો રહેશે.

રોકાણકારોને બફેટની 5 સોનેરી સલાહ
વિશ્વના અબજોપતિની યાદીમાં આવતા વોરેન બફેટે રોકાણકારોને પાંચ સોનેરી સલાહ આપી છે. તેમની સલાહમાં તેમના રોકાણો ના અનુભવોનો નીચોડ રહેલો હોય છે.
૧. રોકાણ માટે દેવું કરતા હોય તો એટલુંજ કરો કે જેને તમે તમારી આવક પ્રમાણે ચૂકવી શકો.
૨. તમારે જેની જરૂર નથી એવી ચીજો પર પૈસા ના બગાડો.
૩. તેજી વખતે ઉતાવળે શેરોની ખરીદી ના કરો તેમજ ટૂંકાગાળામાં નફો રળવાનું ના વિચારો
૪. આર્થિક ક્ષેત્રે ગમે ત્યારે અચોક્કસ સ્થિતિ આવી શકે છે. તે સમયે હાથ પરના શેર વેચવાના બદલે એડવાન્સ પ્લાનીંગ પ્રમાણે ઇમર્જન્સી ફંડ રાખવું જોઇએ.
૫. તાત્કાલીક પૈસા બનાવતી કોઇ પણ સ્કીમમાં ભાગ ના લો..

બેંગલુરની વ્યવસ્થા ભંગાર છે, તેને સુધારો
બેંગલુરૂમાં ટેલેન્ટ ધરાવતા લોકો અનેક છે પણ તે શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાવ ખાડે ગયેલું છે. બાયોકોનના ચેર પર્સન કિરન મજમૂદાર શોએ બેંગલુરૂ શહેરની સમસ્યાઓ વિશે નારાજગી વ્યક્ત કરી છે. પોતાનો ઓપીનીયન તેમણે કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન શિવકુમારને પણ મોકલ્યો હતો. તેમણે લખ્યું હતું કે બેંગલુરૂ પાસે ટેલેન્ટનો ખજાનો છે, હવામાન પણ સરસ છે પરંતુ સાવ ભંગાર વ્યવસ્થાઓ છે. જો કચરો અને ગંદકી દુર કરાય તો તે વિશ્વનું સુંદર શહેર બની શકે છે. નાયબ મુખ્યપ્રધાને તેનો જવાબ પણ આપ્યો હતો અને કહ્યું હતું કે સફાઇ માટે જોઇતી રાજકીય ઇચ્છા શક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે.

બેંકોમાં 33,000 જગ્યા ખાલી છે
ભારતની પબ્લીક સેક્ટર બેંકોમાં ૩૩,૦૦૦ જગ્યા ખાલી છે. આ જગ્યાપરના કામો આઉટ સોર્સીંગથી કરાવવમાં આવે છે. આ ખાલી જગ્યાથી બેંકોના કામ અટકાતા નથી કેમકે તે જગ્યાના કામ બહાર કોન્ટ્રાક્ટથી કરાવાય છે. આ વિગત ગયા અઠવાડીયે નાણા મંત્રાલયે એક લેખીત જવાબથી સંસદમાં આપી હતી. જુન-૩૦ સુધીના આંકડા અનુસાર ક્લાર્ક, ઓફિસર અને સબ ક્લાર્ક જેવી ૩૨,૫૬૭ જગ્યાઓ ખાલી પડી છે. સામાન્ય રીતે બેંકો તેમની જરૂરીયાત પ્રમાણે નિમણૂકો કરતી હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં આ બેંકોેએ ૧.૪૯ લાખ જેટલા સ્ટાફની નિમણૂંક કરી છે.

72 વર્ષના મહિલા રોલ્સરોય ચલાવે છે
શોખ અને ઉત્સાહની આગળ ઉંમર જોવાતી નથી. દુબઇમાં ૭૨ વર્ષના માજીને રોલ્સરોય ચલાવતા જોઇને સોશ્યલ નેટવર્ક તેમના પર આફ્રીન થઇ ગયું છે. રોલ્સ રોય ચાલવતા ૭૨ વર્ષના માજીનો કોન્ફીડન્સને પણ લોકો વખાણી રહ્યા છે. આશ્ચર્યતો એ વાતનું છેકે તે પરંપરાગત સાડી પહેરીને વટભેર રોલ્સરોય ચલાવે છે. સામાન્ય રીતે ઉંમરલાયક મહિલાઓ ગાડી ચલાવતી ભાગ્યેજ જોવા મળે છે. સામાન્ય રીતેે બહુ પૈસાદાર લોકો ડ્રાઇવર રાખે છે પરંતુ અંહીં તો મહિલા પોતાની રાલ્સરોય પોતેજ ચલાવીને તેમના જેટલી ઉંમરની અન્ય મહિલાઓ માટે અનુકરણીય બન્યા છે.


