મોસ્ક્યુટો રિપેલન્ટ અંગે વિસ્તૃત માહિતી
- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
માનવજાત પોતાના રક્ષણ માટે ઘરોની અંદર મચ્છર માટેની ઘણા પ્રકારની ઇનસેકટીસાઇડ કે પેસ્ટીસાઈડની દવાઓનો ઉપયોગ કરે છે. આ દ્રાવણોથી મચ્છરનો ઉપદ્રવ ઘટે છે. પરંતુ ચોક્કસ પ્રમાણમાં નાશ થવો જોઈએ એ લગભગ મચ્છર સામેનો એક કઠિન પ્રશ્ન છે. આજે મચ્છર માટેની દવાઓ બજારમાં મળી રહી છે તેમાની પ્રોડકસ જેવી કે કોઈલ, લીકવીડેટર, સ્પ્રે, મેટ પ્રકારની પ્રોડકસમાં આ રસાયણ વાપરવાનું પ્રમાણ આંતરરાષ્ટ્રીય ધોરણે નક્કી થયેલ હોય છે. જેમ કે લીકવીડેટરમાં આ રસાયણનું પ્રમાણ ૩-૫ ટકાથી વધારે ન હોવું જોઈએ. કદાચ આ પ્રમાણ મચ્છર જાત માટે કોઠે પડી ગયું હોય, અથવા મચ્છરોનો રેજીસ્ટન પાવર વધતો જતો હોય તેવું સમજાય છે.
હાઉસ હોલ્ડ ઇન્સેક્ટીસાઇડ સ્પ્રે : પાયરેથ્રીન જે પાયરેથુ્રમ પ્રકારના ફલાવરમાંથી મેળવવામાં આવે છે. આ ફલાવર જાપાન, કેનિયા, બેલજીયમ અને યુએસએ જેવા દેશોમાં થાય છે. આ રસાયણ સૂર્યના પ્રકાશ અથવા હવામાં ટકી શકતું નથી. જેથી તેમાં એન્ટીઓક્સીડેન્ટ તરીકે રીર્સોસીનોલ, હાઈડ્રોયૂનોન અને ટેનિક એસિડ જેવા રસાયણો નાખવાથી પાયરેથ્રીન વાતાવરણમાં ટકી શકે છે. આ રસાયણ માખીઓ માટે અતિ ઉત્તમ સાબીત થયેલ છે.
એલેથ્રીન : પાયરેથ્રીન કરતા ઓછુ ટોકસીક છે જે ગ્લાઈસીરોલ, એસીટાઇલીન અને ઇથાઈલ એસીટોએસીટેટ માંથી મેળવવામાં આવે છે.
મોસ્ક્યુટો માટેનું કમ્પાઉન્ડ ઃ એલેથ્રીન સાથે (એન ઓકટાઇલ- બાઇસાઇકલો હેપ્ટાને ડાય કાર્બોકસીમાઈડ) આ કંમ્પાઉન્ડ મચ્છર માટે અક્ષીર છે.
મોસ્ક્યુટો કોઈલના ઇનગ્રેડીઅન્ટ : પાયરેથ્રીન, એલેથ્રીન, સાયનરજીસ્ટ, એન્ટી ઓક્સીડેન્ટ, સોડિયમ નાઇટ્રેટ, રીજીન, શો-ડસ્ટ પાવડર, ગમગુવાર, હેકઝામાઈન નિમ પાવડર, સિટ્રોનિલા ઓઈલ, પોલી વિનાઇલ આલકોહોલ અને ગ્રીન કલર વિ.
મોસ્ક્યુટો લીકવીડેટર : એલેથ્રીન, સાયનરજીસ્ટ, બુટાઈલેટેડ હાઈડ્રોકસીટોલ્યુન અને ડીઓડોરાઇઝ કેરોસીનનો ઉપયોગ કરી લીકવીડેટર બનાવી શકાય છે.
મોસ્ક્યુટો મેટ : એલેથ્રીન, ડેલ્ટામેથ્રીન, સાઈનરજીસ્ટ, એન્ટીઓકસીડેન્ટ, સીથ્રેનિલા, એબસોર્બન કોટન, સેલ્યુલોઝ પેડ, કાર્ડબોર્ડ વિ.નો ઉપયોગ થાય છે.
મોસ્ક્યુટો સ્પ્રે : એલેથ્રીન, એન ઓકટાઇલ - બાઈ સાઇકલોહેપ્ટાને ડાયકાર્બોકસી માઈડ, હાઈડ્રોક્યુનોન અને ડીઓડોરાઈઝ કેરોસીનનો ઉપયોગ કરી આ સ્પ્રે બનાવી શકાય છે.
મોસ્ક્યુટો હર્બલ સ્પ્રે : નિમ ઓઇલ, સિટ્રોનિલા ઓઈલ, ઇનલીફાયર અને પાણીનો ઉપયોગ કરી હર્બલ સ્પ્રે બનાવી શકાય છે.
ધ ઇન્ડસ્ટ્રીઝ ઃ ધ લાઇસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીયલ એક્ટ એન્ડ કલીયરન્સ ફ્રોમ ઇનસેફટી સાઇડ કંટ્રોલ બોર્ડ અને એક્સપ્લોસીવ ઓથોરિટી જરૂરી બને છે.