- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
પ્લાસ્ટિક એટલે મીણ જેવું પોચું અને વાળ્યું વળે તેવું રસાયણ છે. તેને પેટ્રોલિયમ ક્રુડમાંથી પ્યોરીફીકેશન કરી અલગ પાડવામાં આવે છે. તેનો ઉપયોગ અલગ-અલગ પ્રકારના મોલ્ડ (શેપ) નિશ્ચિત આકાર આપીને બનાવવામાં આવતી વસ્તુઓ માટે થાય છે.
આ પ્રોસેસ અલગ અલગ મશીનરી તેમજ અલગ અલગ પ્રકારમાં અને અલગ કમ્પોઝીશનમાં કરવામાં આવે છે. તેના બે પ્રોસેસ હોય છે. (૧) કોલ્ડ પ્રોસેસ (૨) હોટ - મોલ્ડેડ - આ પ્રોસેસમાં જેવો આકાર આપવાનો હોય તે રીતની ડાયનો ઉપયોગ કરવામાં આવે છે.
કમ્પોઝીશન ઃ આ કંમ્પોઝીશનને રૂમ ટેમ્પ્રેચરે રાખવામાં આવે છે. ત્યારબાદ આ પ્રોસેસ વધારે ઓછી ગરમીની સાયકલ પ્રમાણે ચાલે છે. જેમાં હીટીંગ અને કુલીંગ સિસ્ટમ આપો આપ થાય છે.
આ પ્રોસેસમાં બીજા બે કંમ્પાઉન્ડ હોય છે. (૧) ફીલર અને (૨) બાંઈન્ડર, બાંઇન્ડરની પ્રોપર્ટી સિમેન્ટ્રીકલ બનાવવાની હોય છે. જ્યારે ફીલર પ્રોડકટસને બલ્કી- બનાવવા માટે થાય છે. જેથી કંમ્પોઝીશન પ્રાઇસ નીચે લાવી શકાય છે. ક્યારેક પ્લાસ્ટિકને સખત તેમજ ઇલાસ્ટીક (ખેંચી શકાય તેવું) પણ બનાવવું પડતું હોય છે.
બાંઈન્ડર ઃ આ બાંઇન્ડરમાં ઓરગેનિક અથવા ઇન-ઓરગેનિક કંમ્પાઉન્ડ હોય છે. જેમાં સિમેન્ટ, બિટુમિનિયસ, રેઝીન, સેલ્યુલોસ ગમ વગેરેનો ઉપયોગ કરી કંમ્પોઝીશનને સખત બનાવાય છે. જ્યારે નરમ બનાવવા માટે ઓઇલ, વેક્સ, સોલવન્ટ, પ્લાસ્ટિક સાઇઝરનો ઉપયોગ કરાય છે.
ફીલર : ફીલર તરીકે કોટન ફલોડ, વુડ ફલોર, ક્લે, ફાઇબર, સિલીકા, માઇકા અને બીજા મિનરલનો ઉપયોગ કરી શકાય છે.
-ઃ કંમ્પોઝીશન માટેના ખાસ ઇનગ્રેડીએન્ટ :
પોલી પ્રોપાઇલીન : આ રસાયણ એક જાતનું ક્રિસ્ટલાઇન થર્મોપ્લાસ્ટિ પોલીમર છે. તેનું મોલેક્યૂલર વેઇટ ૪૦,૦૦૦ જેટલું છે. પોલીમરાઇઝેશન માટે પ્રોપાઇલીન સાથે સ્પેસિફીક કેટલિસ મેળવવામાં આવે છે.
ઉપયોગ : ફીલ્મ પેકેજીંગ, ઓટોમોબાઇલ મોલ્ડીંગ, હાઉસવેર, ફુડ કન્ટેઇનર, રમકડા, સોફટ ડ્રીંક બોટલ વગેરેમાં ઉપયોગ થાય છે.
પોલીકાર્બોનેટ : આ રસાયણ એક જાતનું થર્મોપ્લાસ્ટિક છે. જે બિસફિનોલ-એ- અને ફોસજીનમાંથી મેળવવામાં આવે છે. તેનું પોલીઇસ્ટર કાર્બોલિક એસિડ હોય છે. આ પ્રકારના મટિરીયલને ઓઝોનની અસર થતી નથી. સખત ગરમી સામે ટકી શકે છે.
ઉપયોગ : મોલ્ડીંગ પ્રોડક્ટસ ફીલ્મ ટયૂબ, નોન-બ્રેકેબલ સ્ટ્રીટ લાઇટ, હાઉસ હોલ્ડ એપ્લાયન્સ વગેરેમાં ઉપયોગમાં લઇ શકાય છે.
(ક્રમશઃ)


