Get The App

પાયરોજેનિક ફ્યુમ્ડ સિલીકા ઇન ઓર્ગેનિક કેમિકલ

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
પાયરોજેનિક ફ્યુમ્ડ સિલીકા ઇન ઓર્ગેનિક કેમિકલ 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

પાયરોજેનિક ફ્યુમ્ડ સિલીકા એટલે વાઇટ કોલોઇડ હાઈ પ્યોરિટી, સિન્થેટીક, હાઈડ્રોફીલીક એમોરફોસ સિલીકા, પ્રોડયુસ વાયા ફ્લેમ હાઈડ્રોલાઈસિસ, ફ્યુમ્ડ સિલીકા મેઇડ બાય કમ્બશન (ઓક્સીકરણ) ઓફ સિલીકોન ટેટ્રાક્લોરાઇડ ઇન હાઈડ્રોજન ઓક્સીજન ફર્નાન્સીસ.

સિલીકા : સિલીકા એ એક ઇનઓરગેનિક કેમિકલ છે. સિલીકા લગભગ દરેક કન્ટ્રીમાં અર્થક્રસ્ટ દ્વારા મેળવવામાં આવે છે. ફર્ક માત્ર  ર્જીૈ૨ પર્સન્ટેડ કન્ટેન્ટનો જ હોય છે. સિલીકા બેઇઝડ પ્રોડક્ટસમાં પ્રેસિપીટેટેડ સિલીકા, સિલીકા જેલ, ફ્યુમ્ડ સિલીકા, અને કોલોઇડ સિલીકા પ્રકારના પ્રોડક્ટસ હોય છે.

કેમિકલ કમ્પાઉન્ડ : સિલીકોન ડાયોકસાઇડ (એટલે સિલીકા)

કેમિકલ ફોર્મ્યુલેશન : ર્જૈ૨ ઇન્ડસ્ટ્રીઅલ સેન્ડ (રેતી) સિલીકા સેન્ડ, ક્વાર્ટઝ સેન્ડ તરીકે ઓળખાય છે.

આ સેન્ડ (રેતી) ગ્લાસ મેન્યુફેકચરીંગ ફાઉન્ડરી, એબ્રેસિવ, અને હાઈડ્રોલિક ફ્રેકચ્યુરીંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તે સાથે સિલીકા ઇલાસ્ટોમર પ્રોડક્ટસમાં ફીલર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સિલીકા ઘણી જ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટસમાં વાપરવામાં આવે છે. જેવી કે પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝ, રેઇન ફોર્સમેન્ટ ઇન રબ્બર, પેઇન્ટ અને ઇન્ક, કોસ્મેટિક, એન્ટીબ્લોકીંગ ઓફ પ્લાસ્ટીક, ફોઇલ, પેસ્ટીસાઇડ અને ઇનસેક્ટીસાઇડ, રીર્ફોસીંગ ફીલર ઇન સિલીકોન રબ્બર, સ્ટેબીલાઇઝીંગ ઇન બીયર વગેરે ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

સિલીકા બે પ્રકારની હોય છે. (૧) ગ્રાઉન્ડ સિલીકા ૯૨) પ્રોસિડ સિલીકા - પ્રેસિપીટેટેડ સિલીકાને પ્રોસિડ સિલીકા કહેવાય છે. તેનો ઉપયોગ રેઇન ફોર્સમેન્ટ એજન્ટ તરીકે રબ્બર અને ટાયરમાં વધારે પડતી વપરાય છે. તે સાથે એન્ટી-કેકીંગ અથવા ફ્રી ફ્લોઇંગ એજન્ટ ઇન કોસ્મેટિક અને ફુડ એપ્લીકેશન માટે વાપરવામાં આવે છે.

પ્રેસિપીટેટેડ સિલીકા : પ્રેસિપીટેટેડ સિલીકા પ્રોડયુસ બાય કેમિકલ રીએકશન : જેમ કે બરાબરનું સોલ્યુસન ઓફ સોડિયમ સિલીકેટ સાથે મિનરલ એસિડ અથવા એલ્યુમિનિયમ સલફેટ (સોડિયમ એલ્યુમિનિયમ સિલીકેટના રિએકશન વડે પ્રેસિપીટેટેડ સિલીકા બનાવવામાં આવે છે.

લાઈસન્સ : ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ જરૂરી બને છે.

Tags :