એમોનિયમ બાય કાર્બોનેટ અંગે વિસ્તૃત જાણકારી
- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
મેન્યુફેકચરીંગ પ્રોસેસઃ એમોનિયમ બાય કાર્બોનેટ કોમરસીયલી બનાવવા માટે કાર્બન ડાયોકસાઇડ અને બરાબરનું એમોનિયા સોલ્યુસનને પેક્ડ ટાવરમાં પાસ કરવામાં આવે છે. જે બન્નેના રીએક્સનથી. ગરમી પેદા થઈને રીએક્ટ થાય છે તેને એકઝોથર્મિક રીએકશ કહેવાય છે. જ્યારે આ બન્ને સોલ્યુસન સેચ્યુરેટ થઈ મધર લીકર બને પછીથી મધર લીકરને ફીલ્ટર કરવામાં આવે છે. છેલ્લે સ્ટીમ એર વડે ડ્રાય કરવામાં આવે છે જેથી તે કીસ્ટલફોમમાં આવે છે. અમૂક ફર્ટીલાઇઝર કંપનીઓ સોડા એસ અને એમીનિયાને કાર્બન ડાયોકસાઇડનું રીએકશન આપી એમોનિયમ બાય કાર્બોનેટ બનાવે છે.
એમોનિયમ બાય કાર્બોનેટ ખાસ કરીને બીસ્કીટ અને બેકરી સેક્ટરનું લેવલીંગ એજન્ટ છે. લેવલીંગ એટલે એરીયા મોટો કરે છે. જેમકે ગેસ બબ્લસ ક્રીએટ થઈ પફી બને છે. આ પ્રકારના ગેસ બબલ્સ બને છે તે કાર્બન ડાયોકસાઇડ અને કેમિકલ એજન્ટથી બને છે.
બીજા લેવલીંગ એજન્ટમાં બેકીંગ પાવડરને ૧૨ થી ૧૪ ટકા કાર્બન ડાયોકસાઇડ વડે રીએકસન આપવાથી પણ સારુ રીજલ્ટ મળી શકે છે. સોડિયમ બાય કાર્બોનેટ સાથે એસિડ કમ્પોનેટ જેવા કે ટારટારિક એસિડ અથવા ફોસફેટ પાવડર વાપરીને પણ લેવલીંગ એજન્ટ બનાવી શકાય છે.
બાયોલોજીકલ લેવલીંગ મેથડ ઈસ્ટ ફર્મન્ટેશન સુગર અને ઈસ્ટ પી.એસ. ૪ થી ૬ અને ટેમ્પ્રેસર ૩૦ ડીગ્રી સેન્ટી ગ્રેડ કરવામાં આવે છે. જેથી લેવલીંગ સારું આવે છે. જ્યારે ઈસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે એમોનિયમ સોલ્ટનો ઉપયોગ નાઇટ્રોજન ઉત્પન્ન કરવા માટે થાય છે. અને ફોસફેટ પાવડરનો ઉપયોગ પી.એસ. એડજેસ્ટ કરવા માટે થાય છે.
એમોનિયમ બાય કાર્બોનેટ સ્પેસીફીકેશન ઃ એમોનિયમ બાય કાર્બોનેટ ૯૯.૫ ટકા, કલોરાઇડ ૦.૦.૧, સલફેટ ૦.૦.૧, આર્યન ૦.૦.૦૨, હેવી મેટલ પી.પી.એમ. ૨.૫, કોપર પી.પી.એમ ૧૦, અર્સનિક પી.પી.એમ. ૧૦.
બેકરી બ્રેડ પ્રોડક્શન માટે કેમિકલ લેવલીંગમાં એમોનિયમ બાય કાર્બોનેટ અતિ ઉત્તમ સાબીત થયેલ છે. બેકીંગ, કુકીંગ, કેકર્સને કકરુ બનાવે છે.
આપણા ભારતમાં એમોનિયમ બાય કાર્બોનેટની જરૂરીયાત બેકરી અને બીસકીટ પૂરતી મર્યાદીત છે. બાકીના સેક્ટર જેવા કે લેધર, ફાર્માસ્યુટિકલ, ડાયઝ અને ટેનરી પ્રોડકટસમાં ખૂબ જ વધુ થઈ શકે તેમ છે.
* ધ ઈન્ડસ્ટ્રીઝ ઃ- ધ લાઈસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ કલીયરન્સ ફ્રોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ એક્સપ્લોઝીવ ઓથોરિટી ઈઝ એ મસ્ટ.