- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
વિશ્વના બજારોમાં પ્રવેશી રહી છે એક નવી કોમોડિટી તેનું નામ છે. 'બાયોડીઝલ' જે જેત્રોફા નામના તેલી બીયારણમાંથી મેળવાનું તેલ છે. આ જેત્રોફાના બીયારણને, ક્રશીંગ મેથડ, સ્ટીમ ડીસ્ટીલેશન, સોલવન્ટ એકસ્ટ્રેકશન, મોર્ડન ડીસ્ટીલેશન, ફીલ્ટ્રેશન, કેમિકલી ટ્રીટમેન્ટ, એડીટીવ વડે બનાવાતું પ્રવાહી રસાયણ છે જે બાયોડીઝલ તરીકે ઉદભવેલ એક શક્તિ છે. ધ નેશનલ ઓઈલ સીડઝ એન્ડ વેજીટેબલ ઓઇલ્સ ડેવલોપમેન્ટ બોર્ડ અન્ડર ધ મિનિસ્ટ્રી ઓફ એગ્રિકલચરે પ્રસ્તાવ મૂક્યો છે કે નેશનલ નેટવર્ક જેત્રોફા ડેવલોપમેન્ટ માટે કવોલિટી પ્લાનીંગ મટિરિયલ અને સ્ટાન્ડર્ડ એગ્રોટેકનિક ને અલગ અલગ એગ્રીકલચર જોનમાં વિકસાવવામાં આવે.
- રોલ ઓફ ઇન્ડોનેશિયા : ઇન્ડોનેશિયન પામ ઓઈલ પ્રોડયુસર એસોસિએશનનો આખરી રિપાર્ટ છે કે વિશ્વમાં છેલ્લા બે વરસમાં પામ ઓઈલનો બાયોડીઝલ તરીકેના એકસ્પેરીમેન્ટ માટે માંગ વધી રહી છે.
આજે ઇન્ડોનેશિયા પાસે પામ ઓઈલ માટેની ગ્લોબલ માર્કેટ છે. અને ઇન્ડોનેશિયાએ પણ એકસ્પેરીમેન્ટલ સ્કેલ ઉપર મેન્યુફેકચરીંગ ચાલુ કર્યું છે. અને નાની કોન્ટીટીમાં બનાવે પણ છે. યુરોપ કન્ટ્રીએ પણ રેપસીડ- અને બીજા વનસ્પતિ ઓઇલમાંથી બાયોડીઝલ બનાવેલ છે. એ પણ સક્સેસ થયેલ છે.
- બાયોડીઝલ ફોમ થિસલ : થિસલ એટલે સફેદ પીળા ફુલવાળો જંગલી છોડ. આ છોડમાંથી ઓઈલ કાટી તેનું બાયોડીઝલમાં રૂપાન્તર કરી શકાય તેમ છે. જે બાયોડીગ્રેડેબલ પ્રોપર્ટી ધરાવે છે.
- રતનજ્યોત : જેત્રોફાને ગુજરાતીમાં રતનજયોત કહેવામાં આવે છે. રતન- જયોત સૂકા વિસ્તારમાં થોડા થોડા સમયે પાણી આપવાથી ઉગી નીકળે છે. તેને પશુ-પક્ષીઓ નુકસાન પહોચાડતા નથી. રતન જ્યોતના સીડને રાસાયણિક પ્રકીયા આપી બાયોડીઝલ વિકસાવી શકાય તેમ છે. બાયોડીઝલના વપરાશથી ખર્ચમાં અને પ્રદુષણમાં ઘટાડો થશે. તેમજ બાયોડીઝલમાં સલફરનું પ્રમાણ પણ ઘણું ઓછું હોય છે. જેથી કાર્બન પણ ઘટે છે. રતન જ્યોતનો કીટાણુંનાશક તરીકે પણ ઉપયોગ થઈ શકે છે.
- મોર્ડન ડીસ્ટીલેશન પ્લાન્ટ: રતનજ્યોતને અલગ અલગ મેથડથી ડીસ્ટીલ કરી શકાય છે. જેમાં વોટર ડીસ્ટીલેશન, વોટર અને સ્ટીમ ડીસ્ટીલેશન, સોલવન્ટ એકસ્ટ્રેક્શન અને મોર્ડન ડીસ્ટીલેશનનો ઉપયોગ કરી પ્યોર બાયોડીઝલ પ્રોડયુસ કરી શકાય છે.
- પ્લાન્ટ અને મશીનરી : ક્રશીંગમીલ, સ્ટેનલેસ સ્ટીલ વેસલ્સ, સેપરેટર, ફલોઈંગ પંપ, ફીનીસગુડઝ ટૈંક, વોટરટેંક, ફેબ્રીકેટ પાઇપ લાઈન વિગેરે.
ધ ઇન્ડસ્ટ્રીઝ : આ પ્રોજેક્ટ અંડર ગર્વમેન્ટ હોય, તો ક્યા એક્ટમાં જશે તે માટેના રૂલ્સ રેગ્યુલેશન બહાર પડેલ નથી.


