Get The App

ઓરલ હાઈજીન - ટ્રાયક્લોસન વિશે માહિતી

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
ઓરલ હાઈજીન - ટ્રાયક્લોસન વિશે માહિતી 1 - image

ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

ઓરલ હાઈજીન અને નોન-એન્ટિપર્સ્પિરન્ટ ડીઓડોરન્ટ એટલે 'ટ્રાયક્લોસન' આ પ્રોડક્ટસનો ઉપયોગ ટૂથપેસ્ટ, ટૂથ જેલ, માઉથવોશ જેવા પ્રોડક્ટસમાં એક્ટિવ ઇનગ્રેડીએન્ટ તરીકે વાપરી શકાય છે.

ઓરલ હાઈજીન : સ્વાસ્થ્યની તંદુરસ્તી માટે દાંતની સફાઈ ખૂબ જ જરૂરી હોય છે. દરેક વ્યક્તિએ પોતાની તંદુરસ્તી માટે સવારે અને રાત્રે બ્રશ વડે દાંતની સફાઈ કરવી ખૂબ જ જરૂરી હોય છે. મોટાભાગના લોકો દાંત આરોગ્ય પ્રત્યે બેદરકાર રહે છે. છેવટે સ્વાસ્થ્ય ઉપર તેની અસર થતી હોય છે.

પેઢાંની બીમારી શરીરમાં અન્ય જગ્યાએ રહેલા રોગ તરફ પણ અંગુલીનિર્દેશ કરે છે. દાંત અને પેઢાં સહિતના મુખના સ્વાસ્થ્યને 'ઓરલ હાઈજીન' કહેવામાં આવે છે. આપણું મુખ આપણા શારીરિક સ્વાસ્થ્યનું પ્રતિબિંબ છે.

પેઢાંનો રોગ આરંભમાં જીન્જીવાઈટીસી તરીકે ઓળખાય છે. જો તેના પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે તો પછી તે પેરીઓડોન્ટલ ડિસીસનું સ્વરૂપ લઈ લે છે. પેરીઓડોન્ટલ ડિસીઝમાં દાંતને આધાર આપતા હાડકાં સુધી સડો પહોંચી જાય છે. દાંતને જકડી રાખતા કોષોમાં ચેપ પ્રસરતા ત્યાં બેક્ટેરિયા જમા થતા જાય છે. તેનું ઝેર પૂરા શરીરમાં પ્રસરે છે. અને જ્યારે આ બેક્ટેરિયાને દૂર કરવાનો ઇલાજ ન કરવામાં આવે ત્યારે સડો હાડકાં સુધી પહોંચી જાય છે.

આજે નવી ટેકનોલોજી પ્રમાણેના ટ્રાયક્લોસન બેઝ ટૂથપેસ્ટ, ટૂથજેલ અને માઉથવોશ આવી ચૂક્યા છે. તેનો ઉપયોગ આપના દાંત, પેઢાં અને શરીર સ્વાસ્થ્ય માટે અકસીર સાબિત થઈ શકે છે. તેવા જ એક્ટિવ ઇનગ્રેડીએન્ટ ઈન નોન-એન્ટિપર્સ્પિરન્ટ ડીઓડોરન્ટ ટ્રાયક્લોસન વિશે.

: ઓરલ હાઈજીન - ટ્રાયક્લોસન વિશે :

ટ્રાયક્લોસન શું છે ? ટ્રાયક્લોસન ઇઝ ધ એક્ટિવ ઇનગ્રેડીએન્ટ ઈન નોન-એન્ટિપર્સ્પિરન્ટ ડીઓડોરન્ટ છે.

ટ્રાયક્લોસન : ૫-ક્લોરો-૨ (૨,૪-ડાયક્લોરોફીનોક્સી) ફીનોલ.

ટ્રાયક્લોસન ને બીજા પ્રોડક્ટસ જેવા કે ડીટરજન્ટ, ડીસ સોપ, લોન્ડ્રી સોપ, ડીઓડોરન્ટ, કોસ્મેટિક, લોશન ક્રીમમાં વાપરી શકાય છે.

લાઇસન્સ : ધ લાઇસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરેટીઝ જરૂરી બને છે.

નોંધ : ધ ફોર્મ્યુલા પ્રિસ્ક્રાબ્ડ બાય ઇન્ડીયન નેશન્સ ફુડ એન્ડ ડ્રગના ઓર્ગેનાઈઝેશનના ધારાધોરણ મુજબ જ બનાવી શકાય છે.