- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
સ્ટાઇરીન બુટાડાઈન સ્ટાઇરીન રબ્બર (SBS) જે થર્મોપ્લાસ્ટીક ઇલાસ્ટોમર (TPE) ફેમિલી પોલિમર છે. તે અનલાઇક રબ્બર લાઇક ઇલાસ્ટોમરને ક્યુરીંગ અથવા વલ્કેનાઇઝેશનની જરૂરત હોતી નથી. તે એક થર્મોપ્લાસ્ટીક જ છે.
પોલિ (સ્ટાઇરીન બુટાડાઈન સ્ટાઇરીન) અથવા SBS હાર્ડ (સખત) રબ્બર પ્રકારનું જ હોય છે. આ રબ્બરનો ઉપયોગ બુટના સોલ અને ટાયર ટ્રેડ માટે થાય છે. આ એક જાતનું કો-પોલિમર બ્લોક કો-પોલિમર છે.
ઇલાસ્ટોમરનો ઉપયોગ વલ્કેનાઇઝેશન જે થર્મોસેટ માટે ઉપયોગમાં લેવાય છે. આ પ્રકારના થર્મોપ્લાસ્ટીક ઇલાસ્ટોમર લગભગ ૧૯૬૦મા બાઝારમાં આવ્યા ત્યારથી તેનું ગ્રોઇંગ વધતુ જ ચાલ્યુ છે. થર્મોપ્લાસ્ટીક ઇલાસ્ટોમરનું ગ્રોઇંગ લગભગ ૯ ટકાના હીસાબે દર વર્ષે વધતું જાય છે. હાલનું ગ્રોઇંગ લગભગ ૧૨ ટકા જેટલું વર્ડ વાઇઝ ગણી શકાય.
ઓટોમોટિવ માર્કેટમાં થર્મોપ્લાસ્ટીક ઇલાસ્ટોમર ખૂબ જ ઉપયોગી સાબિત થયેલ છે. જેમાં બ્લોમોલ્ડેડ રેક, પીનઓન બુટ્સ, ઇજેકશન મોલડેડ સીલ અને ગેસકેટ, પ્લગ, કારબોડી સિલીંગ સિસ્ટમ, વેધર સીલ જેવા અનેક ઉપયોગમાં વાપરવામાં આવે છે.
ઓટોમોટિવ માર્કેટમાં આ ઇલાસ્ટોમરનો વપરાશ એ માટે વધી રહ્યો છે કે તે વજનમાં હલકુ, કોસ્ટમાં સસ્તુ તેમજ ડીઝાઈન ફ્લેક્સીબીટી સાથે રિસાઇક્લીંગ પણ થઇ શકે છે. આ ઇલાસ્ટોમરની ખાસીયત એ છે કે તે રૂમ ટેમ્પ્રેસરે સખત બને છે. ઇલાસ્ટોમર થર્મોપ્લાસ્ટીકને જ્યારે થર્મોપ્લાસ્ટીક મશીન ઉપર લેવામાં આવે છે ત્યારે તે પ્રવાહી રૂપમાં આવે છે. અને રૂમ ટેમ્પ્રેસરે સોલિડ બને છે. સાથે થર્મોપ્લાસ્ટીકનો સ્ક્રેપ રીસાઇક્લેબલ હોય છે.
થર્મોપ્લાસ્ટીકનો બેનીફીટ એ છે કે તેની ડીઝાઈન ફ્લેક્સીબીલીટી, ઓછી ફેબ્રીકેશન કોસ્ટ, ઓછો પ્રોસેસીંગ સમય, કોઈપણ જાતના કમ્પાઉન્ડીંગ વગર સ્ક્રેપ રીસાઇક્લેબલ હોય છે. તે બ્લોમોલ્ડીંગ થઇ શકે છે. તેમજ થર્મોફોર્મડ પણ બની શકે છે. એર્નજી ઓછી વપરાય છે. એકદમ સિમ્પલ પ્રોસેસીંગ છે. સ્ટાઇરીન બુટાડાઇન રબ્બરને એનઆયોનિક પોલિમેરાઇઝેશનથી મેન્યુફેકચર કરવામાં આવે છે. અને આ રબ્બર કોઈપણ જાતના ટર્મિનેસન રીએકશન વગર પોલિમેરાઇઝ બને છે.
લાઈસન્સ : લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફોમ પોલ્યુસન કંટ્રોલ બોર્ડ અને એક્સપ્લોઝીવ ઓથોરીટી જરૂરી બને છે.


