Get The App

પેટ્રોલિયમ જેલી વિશે વિસ્તૃત માહિતી

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
પેટ્રોલિયમ જેલી વિશે વિસ્તૃત માહિતી 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

પેટ્રોલિયમ : (ક્રુડ ઓઈલ) સૌથી વધારે પેરાફીનિક, સાઈકલો પેરાફીનિક (નેપ્થેનિક) અને એરોમેટિક હાઈડ્રોકાર્બનનું કોમ્પ્લેક્સ મિશ્રણ છે. તેમાં થોડા પરસનટેડ સલ્ફર, નાઈટ્રોજન અને ઓક્સીજન કમ્પાઉન્ડ હોય છે. જે ૧૦ થી ૨૦ મિલિયન વર્ષો પહેલેથી સમુદ્રમાં સેન્દ્રીય અને જૈવિક પદાર્થો તેમજ વનસ્પતિ અને પ્રાણીજન્યના અવશેષો કાંપ દ્વારા ઘસડાઈને સમુદ્રના તળિયે જઈ બેઠેલા પદાર્થો હોવા જોઈએ. જે વર્ષોથી તેમાં થતી પ્રક્રિયાને કારણે તેનું રૂપાન્તર ક્રુડ તેલ તરીકેનું હોઈ શકે છે. તેવું તજજ્ઞાોનું માનવું છે.

સૌથી મુખ્ય પેટ્રોલિયમનો અંશ હાઈડ્રોકાર્બન ગેસ (બુ્રટેન, ઇથેન, પ્રોપેન) છે. જેમાં નેપ્થા આ ત્રણથી વધારેમાંનુ પ્રવાહી મળે છે. ત્યારબાદ ગેસોલિન, કેરોસીન, ફ્યુઅલ ઓઈલ, ગેસ, લુબ્રીકેટીંગ ઓઈલ, પેરાફીન વેક્સ અને અસ્ફાલ્ટ જેવા દ્રાવણોનો સમાવેશ થાય છે. હાઈડ્રોકાર્બન ગેસમાંથી ઇથાઈલીન, બુટાઈલીન અને પ્રોપાઈલીન જેવા દ્રાવણો મળી આવે છે. 

પેટ્રોલિયમ પ્રવાહી : (વાઈટ મિનરલ ઓઈલ) જે હાઈડ્રોકાર્બન મિક્સર હોય છે, વાસ વગરનું, સ્પે. ગ્રે. ૦.૮૨૮-૮૮૦ (૨૦ભ) (લાઈટ), ૦.૮૬૦-૯૦૫ (૨૫ભ)  (હેવી) જે ક્લોરોફોર્મ, ઇથર, કાર્બન ડાઈલસ્ફાઈડ, બેન્ઝીન અને ઓઈલમાં ઓગળે છે. તે નોન-ટોક્સીક છે. આ પ્રકારના ઓઈલને ઉંચા તાપમાને જેવા કે ૩૩૦-૩૯૦ સે. ગ્રેડે શુદ્ધીકરણ કરવામાં આવે છે. જે શુદ્ધ બને છે. તેને વાઈટ મિનરલ ઓઈલ કહેવાય છે. પેટ્રોલિયમ પ્રોડક્ટસમાંથી નીકળતા ઘટકોમાં પેરાફીન વેક્સ, પેટ્રોલિયમ વેક્સ જેવા પદાર્થો હોય છે. તેના ગુણધર્મો વિશે લખીશું.

પેરાફીન વેક્સ : આ વેક્સ સોલીડ હાઈડ્રો કાર્બન હોય છે. તેનો મેલ્ટીંગ પોઈન્ટ ૪૭ થી ૬૫ સે. ગ્રેડ તાપમાને ઓગળે છે. તેની સ્પે. ગ્રે. ૦.૮૮૦ થી ૦.૯૧૫ જેટલી હોય છે. તે નોન ટોક્સીન છે જે બેન્ઝીન, ક્લોરોફોર્મ, કાર્બન ડાયસલ્ફાઈડમાં ઓગળે છે.

પેટ્રોલિયમ વેક્સ : માઈક્રો ક્રિસ્ટ લાઈન વેક્સ જે હાઈડ્રો કાર્બન પદાર્થ છે સાથે તેને મિનરલ વેક્સ પણ કહેવાય છે. આ વેક્સ નરમ હોય છે. જેથી પ્રોડક્ટસમાં સ્મૂથ અને ફીલ્મ સ્ટ્રક્ચર આપે છે. માઈક્રોક્રિસ્ટલાઈન વેક્સ નોન-ટોક્સીક છે.

પેટ્રોલિયમ જેલી : (મિનરલ જેલી) પેટ્રોલિયમ જેલી જે હેવી પેટ્રોલિયમ લુબ્રીકેટીંગ ઓઈલ સાથે ઓછા મેલ્ટીંગ પોઈન્ટ પેરાફીન વેક્સને બાથટબમાં ૭૦ સે. ગ્રેડ તાપમાને ગરમ કરવાથી પેટ્રોલિયમ જેલી બને છે. જે સફેદ અને પેલ યલો કલરમાં હોય છે.

પ્રોપર્ટી : સોલ્યુબન ઈન ક્લોરોફોર્મ, ઇથર, કાર્બન ડાયસલ્ફાઈડ, બેન્ઝીન અને ઓઈલ, પાણીમાં ઓગળતી નથી.

ઉપયોગ : કોસ્મેટીક, ઓઈન્ટમેન્ટ, મેટલ પોલીસ, રસ્ટ પ્રિવેન્ટર, લુબ્રીકેટીંગ-ગ્રીસ, ઇનસેક્ટ રિપેલન્ટ જેવા ઉદ્યોગોમાં વપરાય છે.

લાઈસન્સ : ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફુડ એન્જ્ડ્રગ ઓથોરીટીઝ ઇઝ એ મસ્ટ.

નોંધ : ધ ફોર્મ્યુલા પ્રિસ્ક્રાઈબ્ડ બાય ઇન્ડીયન નેશનલ ફુડ એન્ડ ડ્રગ ઓરગેનાઈઝેશનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ બનાવી શકાય છે.

Tags :