Get The App

વોટર સોલ્યુબલ - પોલિમર (ગમ-ગુંદર) અંગે માહિતી

Updated: Sep 14th, 2025

GS TEAM

Google News
Google News
વોટર સોલ્યુબલ - પોલિમર (ગમ-ગુંદર) અંગે માહિતી 1 - image

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

કુદરતી સંપત્તિ જેવા વનસ્પતિજન્ય ઝાડના રસ, સીડ્ઝમાંથી પ્રાપ્ત થતા ંનેચરલ ગમ ઓરગેનિક કમ્પાઉન્ડ હોય છે. જે પોલિસેક્રાઈડ કન્ટેઈન આધારિત હોય છે. તેમાં મુખ્યત્વે સ્ટાર્ચ, સેલ્યુલોસ, પેસ્ટીન, સી-વીડ (અગાર), વેજીટેબલ-અરેબિક, ટ્રેન્ગાથ, જેવા અનેક ગમ હોય છે. જે પોતપોતાના સ્ટ્રક્ચર પ્રમાણે કામ કરે છે.

* પોલિપેપ્ટીડાઈઝ (પ્રોટેઈન) : કમ્પાઉન્ડમાં કેસિઈન, એલબુમિન, ગ્લોબુલીન, કેરાટિન, ઇન્સ્યુલિન ડીએનએ, જેવા પણ અનેક ગમ હોય છે તે પણ પોતાના સ્ટ્રક્ચર પ્રમાણે કામ કરે છે.

* સ્ટાર્ચ : આ એક જાતનું કાર્બોહાઈડ્રેટ પોલિમર કમ્પોઝીશન હોય છે. તેનું કમ્પોઝ્ડ ૨૫ ટકા, એમાઈલોઝ અને ૭૫ ટકા, એમાઈલોપેસ્ટીન બ્રાન્ચ-ચેઈન સ્ટ્રક્ચરનું હોય છે.

* પ્રોપર્ટી : વ્હાઈટ, એમોરફોસ, ટેસ્ટ વગરનો પાવડર હોય છે. જે ગરમ પાણીમાં જેલ બને છે. બીજા કોમર્શિયલ સોર્સથી મેળવાતા સ્ટાર્ચમાં કોર્ન, પોટેટો, ટોપિઆકા, રાઈસ અને વ્હિટ પ્રકારના હોય છે.

* ઉપયોગ : એથેસિવ્ઝ, ગમેડ પેપર, ટેપ્સ, ટેક્સટાઈલ સાઈજીંગ, થીકનર ફોર ફુડ પ્રોડક્ટ્સ, કન્ફેક્શનરી, ઓઈલ-વેલ-ડ્રીલીંગ, ફેસ પાવડર, ડીટરજન્ટ વગેરેમાં ઉપયોગમાં લેવાય છે.

* સેમિસિન્થેટિક પોલિમર : સેલ્યુલોઝ-કાર્બોક્સી મિથાઈલ સેલ્યુલોઝ (સી.એમ.સી.), મિથાઈલ સેલ્યુલોઝ, મોડીફાઈડ સ્ટાર્ચ, પોલિવિનાઈલ પાયરોલીડોન વગેરે સેમિ-સિન્થેટીક પોલીમર હોય છે.

* કાર્બોક્સી મિથાઈલ સેલ્યુલોઝ : આ એક જાતનું સેમિ-સિન્થેટિક પોલિમર છે. જે વોટર-સોલ્યુબલ હોય છે. તેને ગ્લુકોઝ યુનિટ દ્વારા મેળવવામાં આવે છે. આ પ્રોડક્ટ્સ સોડિયમ સોલ્ટ ઓફ ધ કાર્બોક્સીલીક એસિડ ઈન એન આલ્કલી મિડીયમ રીએક્શન હોય છે.

* પ્રોપર્ટી : કલરલેસ, ઓડરલેસ, નોન-ટોક્સીક, વોટર સોલ્યુબલ, પાવડર, ગ્રેન્યુઅલ

* ઉપયોગ : ડીટરજન્ટ, સોપ્સ, થીકનર, સસ્પેન્ડીંગ એજન્ટ, ઇમલશન સ્ટેબીલાઈઝર, પેપર કોટિંગ, ઓઈલ-પેઈન્ટ, મેડીસીન, કોસ્મેટિક વગેરે ઇન્સ્ટ્રીઝમાં વપરાય છે.

* સોડિયમ કાર્બોક્સી મિથાઈલ સેલ્યુલોઝ : આ પ્રોડક્ટસ ફુડ ગ્રેડ હોય છે. જે આઈસક્રીમ, શરબત, હેલ્થ ડ્રીન્કીંગ, ટોમેટો કેચ-અપ વગેરેમાં થીકનીંગ એજન્ટનું કામ કરે છે.

વોટર સોલ્યુબલ-પોલિમર (ગમ-ગુંદર)

* સિન્થેટિક પોલિમર : પોલિવિનાઈલ આલ્કોહોલ આ રસાયણ સિન્થેટિક વોટર સોલ્યુબલ પોલિમર છે. જે પોલિવિનાઈલ એસિટેટનું આલ્કોલાઈસીસ સ્ટ્રક્ચર હોય છે.

* પ્રોપર્ટી : વ્હાઈટ, યેલો ક્રિસ્ટલ પાવડર સોલ્યુબલ ઇન વોટર, પ્રોપર્ટી ડીપેન્ડ ઓન ડીગ્રી ઓફ પોલિમરાઈઝેશન અને પર્સનટેડ આલ્કોહોલાઈસીસ ઉપ આધારિત હોય છે.

* ઉપયોગ : ટેક્સટાઈલ યાર્ન સાઈઝીંગ, નોર્મલ એધેસિવ્ઝ, કોસ્મેટિક બાઈન્ડર, સિરામિક, લેધર બાઈન્ડીંગ, પેપર કોટિંગ, ફોટો સેન્સેટિવ ફિલ્મ, સિમેન્ટ, મોર્ટાર વગેરેમાં વપરાય છે.

* લાયસન્સ : ધ લાયસન્સ અન્ડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ જરૂરી બને છે.