Get The App

બેબી પ્રોડક્ટસ અંગે વિસ્તૃત માહિતી

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
બેબી પ્રોડક્ટસ અંગે વિસ્તૃત માહિતી 1 - image

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

દેશમાં કીડઝ પ્રોડક્ટસનો બહુ જ બહોળો વેપાર છે જેમા દરેક વસ્તુઓને આવરી લેવામાં આવે છે. બેબી પ્રોડક્ટસ પર નજર કરીએ તો,

બેબી હેર ઓઇલ : લાઇટ લીક્વીડ પેરાફીન ઓઇલ, કોકોનટ ઓઇલ પ્રોપાઇલ પેરાબીન, પેન્થા ટ્રાય એસિટેટ, ટી.બી. એસ.ક્યૂ, અને પરફ્યુમ્સ વગેરેથી આ પ્રોડક્ટસ બનાવી શકાય છે.

બેબી મસાજ ઓઇલ : આલમોન્ડ ઓઇલ, કેરીયર ઓઇલ - એલ.એલ.પી. વીટામિન ડી. કેરીયર ઓઇલ - સનફ્લાવર ઓઇલ કન્ટેઇન વીટામિન એ.બી.ડી.ઈ.

બેબી મસાજ ઓઇલ વીટામિન-ઇ-ઓઇલ : સનફ્લાવર ઓઇલ આ પ્રકારના ઓઇલને સનફ્લાવર સીડઝમાંથી મેળવવામાં આવે છે. જે અથરાઇટીઝ અલ્સર માટે ખૂબ જ ઉપયોગી છે. તેમજ મસાજ ઓઇલ માટે અક્ષીર સાબીત થયેલ છે.

વીટામિન-ઇ, ડી-ટોકોફીરોલ : આ પ્રોડક્ટસ બાયો-એક્ટીવીટી ધરાવે છે તેને ગ્રીન વેજીટેબલમાંથી મેળવવામાં આવે છે. જે એન્ટીઓક્સીડેન્ટ તરીકેનું પણ કામ કરે છે.

ફોર્મ્યુલેશન : સનફ્લાવર ઓઇલ, ડી-ટોકોફીરોલ, અર્સીસ ઓઇલ, પ્રોપાઇલ પેરાબીન, ટી.બી. એસ. ક્યૂ અને પરફ્યુમ્સ વડે આ પ્રોડક્ટસ બનાવી શકાય છે.

બેબી ટાલ્ક : ટાલ્ક પાવડર આઈ.પી.ગ્રેડ, બોરિક પાવડર, સ્ટાર્ચ આઈ.પી.ગ્રેડ અને ફ્રેગ્રેન્સ વડે બેબી પાવડર બનાવી શકાય છે.

બેબી શેમ્પૂ : ટ્રાય ઇથેનોલ લોરેલ સલફેટ, સોડિયમ લોરેલ સરકોસીનેટ, ઇથીલીન ડાય એમાઇન ટેટ્રા એસિટીક એસિડ, પ્રોપાઇલ પેરાબીન, મિથાઈલ પેરાબીન, કાર્બોમર, ડી.એમ.વોટર ગ્લીસરીન, એલોવેરા જેલ, ફ્રેગ્રેન્સ વડે બેબૂ શેમ્પૂ બનાવી શકાય છે.

કીડ ક્લોથ વોશ : બેનઝાલ કોનિયમ ક્લોરાઇડ, નોન-આયોનિક ડીટરજન્ટ, ટેટ્રા સોડિયમ પાયરોફોસફેટ, ઇ.ડી.ટી.એ. ડી.એમ.વોટર અને પરફ્યુમ્સ વડે કીડ ક્લોથ વોશ બનાવી શકાય છે.

કીડ ફૂટ પ્રિઝર્વેવેટિવ : ટાલ્કમ પાવડર, બોરિક એસિડ, બી.કે.સી., પાવડર વડે કીડ ફૂટ પ્રિઝર્વવેટિવ બનાવી શકાય છે.

ધ ઇન્ડસ્ટ્રીઝ : ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ, એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ જરૂરી બને છે.

નોંધ : ધ ફોર્મ્યુલા પ્રીસ્કાબ્ડ બાય ઇન્ડીયન નેશનસ ફુડ એન્ડ ડ્રગ ઓર્ગેનાઇઝેશનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ બનાવી શકાય છે.