- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
વિશ્વ આરોગ્ય સંસ્થાના નેજા હેઠળ અન્ન અભિયાનની તૈયારીઓ થઇ રહી છે. તેના સૌ પ્રથમ અભિયાન તરીકે પડતર, પથરાળ તેમજ ડુંગરની કોતરોમાં નાના મોટા તળાવોની રચના કરી, આ તળાવોમાં પાણી ભરી અથવા વરસાદના પાણીને એકઠું કરી તેમાં એલ્ગા (શેવાળ) લીલનું વાવેતર કરવું અને તેની ઉપજ લઇ તેને ખોરાકમાં અથવા ફાસ્ટફુડમાં ઉપયોગ કરવો કારણ કે એલ્ગા એક જાતની ખેતી છે અને તેનો ખોરાક તરીકે ઉપયોગ થઇ શકે તેમ છે.
એલ્ગા એટલે દરિયાળ, તળાવ ઉપર બાઝતો શેવાળ (લીલ) છે. જે ક્લોરોફાઈલ અંગસ્થિત પ્રાણીજ કે વનસ્પતિજન્ય એ એવી એક હરિયાળી ચાદર છે કે તેને કોઈ ફુલ કે છોડ જેવું કશું હોતું નથી. પરંતુ એકકોશીય ફરીફરી ઉત્પન્ન થતો માઈક્રોઓરગેનિજમ છોડ હોય છે. જે એકસો ફુટની લંબાઈનો પણ હોઈ શકે છે. એલ્ગા ચાર પ્રકારના હોય છે. જેમા બ્રાઉન, રેડ, ગ્રીન અને બ્લ્યુ ગ્રીન. બ્લ્યુ ગ્રીન એલ્ગા જમીન ઉપર પણ ઉગી નીકળે છે. એલ્ગા ફોટોસાઈનથેસિસ સૂર્ય પ્રકાશ અને પાણીના ભેજથી આપોઆપ ઓક્સીજનને રીમૂવ કરી કાર્બન ડાયોકસાઇડ ને મૂક્ત કરે છે. એલ્ગામાં ઘણા પ્રકારના મિનરલ, વિટામિન, પ્રોટિન, એસેન્સીયલ એમિનો એસિડ, એલજીનિક એસિડ અને બીજા ઘણા દ્રવ્યો રહેલા હોય છે.
એલ્ગામાં ૭૦ ટકા જેટલો પ્રોટિનનો સમાવેશ છે. તેથી તે બીન શાકભાજી કરતા વધારે પ્રોટિન પુરુ પાડી શકે છે. પહેલાના સમયમાં એલ્ગાની ખેતી પશુઆહાર અને આયોડિનના સોર્સ માટે કરવામાં આવતી હતી અને તે તળાવોમાંથી જ મેળવવામાં આવતી હતી.
ઉત્તમ પ્રકારના એલ્ગાને વૈજ્ઞાનિકો પ્રિર્ઝવ તેમજ રીફાઈન્ડ કરી, ખોરાક તેમજ ફાસ્ટફુડ તરીકે ઉપયોગમાં લઇ શકાય અને માનવ આહાર તરીકે ઉપયોગમાં લઇ શકાય તેવી રીતે ચોકસસ પ્રકારના એલ્ગા પાવડરના પેકેટ તેમના ટીન પેકેજમાં વેચી શકાય અને માનવ આહાર તરીકે પ્રોટિન યુક્ત ખાદ્ય પદાર્થ તૈયાર થઇ શકે તેવા અંદાજીત આ પ્રોડક્ટસને બજારમાં લાવવાની તજવીજ થઇ રહી છે. સાર્થ ફાસ્ટફુડ રેસ્ટોરા તેને અલગ અલગ સ્વાદ આપી પ્રોટિન યુક્ત ભોજન તૈયાર કરશે.
પ્રોજેક્ટ : આ પ્રકારના પ્રોજેક્ટો સેન્ટ્રલ ફુડ કોર્પોરેશન અને એગ્રીકલ્ચર ઓરગેનાઇઝેશનના સહયોગથી આપણે ત્યાં પણ લાવી શકાય તેમ છે. જે વધતી જતી માનવ વસ્તિ માટે સહાયરૂપ બની શકશે.
નોંધ : આ પ્રોડક્ટસ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના ધારા ધોરણ મુજબ ઉત્પાદીત કરી શકાશે અથવા પેકેજ સિસ્ટમથી વેચી શકાશે જે ફુડ એન્ડ ડ્રગ એક્ટ પર આધારિત હશે.


