Get The App

પેસ્ટયુરાઇઝ મિલ્ક (દૂધ) વિશે વિસ્તૃત માહિતી

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
પેસ્ટયુરાઇઝ મિલ્ક (દૂધ) વિશે વિસ્તૃત માહિતી 1 - image

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

ભારતીય ડેરી ઉદ્યોગ આપણા દેશમાં ખૂબ જ વિકસેલા ક્ષેત્રોમાંનું એક છે. દૂધ એક જાતનું હેટરોજીનિઅસ (વિજાતીય-વિવિધ) પ્રવાહી છે. તેનું કંમ્પોઝીશન (ગાયના દૂધનું) જેમાં પાણી ૮૭ ટકા, ઇમલસીફાઇડ પાર્ટીકલ ઓફ ફેટ એન્ડ ફેટી એસિડ ૩-૮ ટકા, કેસિઇન ૩ ટકા, સુગર-લેકટોઝ ૫ ટકા, ફેટ પાર્ટીકલ ૬ થી ૧૦, માઇક્રોમિટર ડાયામિટરની લેઅર કોટિંગ થયેલ હોય છે. બાકીનામાં કેલ્શિમ, ફોસફરસ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર અને બીજા વિટામિનના બંધારણથી બનતું દૂધ એક પોષક તત્વો હોય છે. દૂધને વિવિધ રીતે ટ્રીટ કરવામાં આવે છે. જેમાં એક પેસ્ટયુરાઇઝેશન, હોમોજેનાઇઝેશન, કોગ્યુલેશન, ડી-હાઇડ્રેશન અને કન્ડેનશન, આ રીતની પધ્ધતીમાં માનવ વપરાશ માટે પેસ્ટયુરાઇઝ સિસ્ટમ અતિ ઉત્તમ સાબિત થાય છે.

પેસ્ટયુરાઇઝ મિલ્ક ઃ પેસ્ટર પધ્ધતીથી દૂધને ઉકાળી (સ્ટરીલાઇઝેશન) કરી કિટાણું રહીત કરવામાં આવે છે. હ્યુમન બોડી માટે દૂધ અતિ ગુણકારી પદાર્થ છે. તેનો ઉપયોગ કરતા પહેલાં નુકશાન કરતા અને દૂધમાં રહેલા બેકટેરિયા (કિટાણું)ઓને દૂર કરવા તે ખૂબ જ અગત્યનું પાસુ છે.

દૂધમાં રહેલ કિટાણુંઓને દૂર કરવા માટે હીટ ટ્રીટમેન્ટ (પેસ્ટર) પધ્ધતિ ખૂબજ આગવી સિસ્ટમ છે. દૂધને પેસ્ટયુરાઇઝ કરવા માટેની બે પધ્ધતિ વિકસેલ છે. એડ-'ફ્લેશ' અને બીજી 'હોલ્ડર' પ્રોસેસ છે.                      

( ક્રમશઃ)