Get The App

સોલાર એનર્જી જનરેટિંગ સિસ્ટમ વિશે જાણકારી

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
સોલાર એનર્જી જનરેટિંગ સિસ્ટમ વિશે જાણકારી 1 - image

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

સૂર્યના કિરણોમાંથી સીધા જ ઘનિષ્ટ જોડાણ વડે મેળવવામાં આવતી ગરમી, પાવર (સોલાર એનર્જી)ને એનર્જી અભ્યાન સિસ્ટમ કહેવામાં આવે છે. આજે દુનિયાના ઘણા દેશોમાં સૂર્ય પ્રકાશ ખૂબ જ માત્રામાં છે. પરંતુ તેનો પૂરેપૂરો ઉપયોગ થયો નથી. આજે યુરોપના દેશો પાસે સોલાર ટેકનોલોજી છે પરંતુ ત્યાં પૂરતો સૂર્ય પ્રકાશ નથી.

આજે આપણા ભારતમાં સોલાર પ્રોજેકટો વધારે અનુકૂળ બની શકે તેમ છે. તે સાથે વિપુલ પ્રમાણમાં તેના વપરાશકારો, ઉપભોકતાઓની બજાર પણ છે. સોલાર જનરેટીંગ સિસ્ટમ વડે હજારો નાના ગામડાઓ સુધી વીજ શક્તિ પૂરી પાડી શકાય તેમ છે. જે કિંમતની દ્રષ્ટિએ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે તેમ છે.

સોલાર એનર્જી ઈન્સ્ટોલમેન્ટનો ખર્ચ ઘણો જ ઉંચો આવે છે. પરંતુ તેને ચલાવવાનો ખર્ચ જુજ માત્રામાં આવે છે. સોલાર એનર્જી માટે ઈઝરાઇલ ખૂબ જ આગળ છે. પરંતુ ઈઝરાઇલે વ્યવહારિક રૂપમાં સ્વીકારેલ નથી. ઇઝરાઇલ સોલાર પાવરના માત્ર ૬ ટકા જ વાપરે છે. છતાં પણ ઈઝરાઇલનું સમગ્ર ધ્યાન સૂર્યશક્તિની બાજુએ કેન્દ્રિત થયેલ છે.

વૈજ્ઞાનિકોના અભિપ્રાય પ્રમાણે ટેકનોલોજીનો ગેસ-ટ્રિબ્યુનલ મુખ્ય હોય છે અને તેના કારણે સોલાર સિસ્ટમ ઘણી સસ્તી બની શકે તેમ છે. યુનાઇટેડ સોલાર સિસ્ટમ કોરપોરેશને આધુનિક પાતળી સોલાર ફિલ્મ ટેકનોલોજી વિકસાવેલ છે. 

જે હાલના કરતા અડધી કિંમતે સોલાર એનર્જી ઉત્પન્ન કરે છે. જે આકાર રહિત સિલિકોન ધાતુના મિશ્રણ પર આધારિત છે.

સોલાર પેનલમાં સિલિકોનના આકારરહિત મિશ્રણવાળા ત્રણ પડ હોય છે. તે દરેક રંગવર્ગના પટ્ટાઓ જુદાજુદા વિવિધ વિભાગોમાં સૂર્ય પ્રકાશનું ઈલેકટ્રીકસીટીમાં રૂપાંતર કરે છે. 

નવી ટેકનોલોજીમાં ક્રિસ્ટલાઇન સિલિકોનની યોજનાઓમાં પાતળી તકતીઓ મોટા પ્રમાણમાં એકબીજાથી જોડાયેલી હોય છે. જે બિલ્ડીંગની શિલિંગમાં ગોઠવાયેલી હોય છે જે સોલાર કલેક્ટર સાથે જોડાયેલ હોય છે. જેથી સમગ્ર રહેઠાણમાં આખો દિવસ વીજળી પૂરી પાડી શકે છે.

આપણા દેશના ઘણા રાજ્યોમાં સખત ગરમી પડે છે. જેમાં ગુજરાત, રાજસ્થાન, યુ.પી., એમ.પી. સાઉથ, બિહાર, બંગાળ કે બીજા નાના-મોટા રાજ્યોમાં સોલાર એનર્જીનો ઉપયોગ કરી શકાય તેમ છે. આપણા ભારત માટે સોલાર કલેકટર સિસ્ટમ વધુ અસરકાર સાબિત થઈ શકે તેમ છે.

 ભારતમાં સોલાર ટેકનોલોજી ઈઝરાઇલ કરતા વધારે અનુકૂળ વાતાવરણ સર્જી શકે તેમ છે.

સોલાર સેલ : (ફોટો વોલાટીક સેલ) જે સૂર્ય પ્રકાશમાંથી ખાસ પ્રકારે મેળવવામાં આવતી એનર્જીને બદલીને ઈલેક્ટ્રીક એનર્જીમાં રૂપાંતર કરવાની પધ્ધતિને સોલાર સેલ કહેવામાં આવે છે.