Get The App

પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે વિસ્તૃત જાણકારી

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે વિસ્તૃત જાણકારી 1 - image

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ (ગતાંકથી ચાલુ)

- પોલીસ્ટાઇરીન : આ રસાયણ એક જાતનું પોલીસરાઇઝડ સ્ટાઇરીન થર્મોપ્લાસ્ટિક સિન્થેટીક રેઝીન છે. આ રેઝીન અલગ અલગ મોલેક્યૂલર વેઇટ, ડીગ્રી ઉપર પોલીમરાઈઝેશન થાય છે. આ રસાયણનું કો-પોલીમરાઈઝેશન બુટાડાઈન અને એક્રાઇલોનાઇટ્રાયલ સાથે કરી શકાય છે.

- ઉપયોગ : રેફ્રીજરેટર દરવાજા, એર કન્ડીશનર કેશ, ઇલેક્ટ્રીક ઇક્વીપમેન્ટ, રમકડા, રેડિયો કેબીનેટ, ઘડિયાળ, થર્મલ ઇન્સ્યુલેશન, આઈસ બકેટ, વોટરકુલર વગેરે માટે થાય છે.

- પોલીયુરેથીન : આ રસાયણ થર્મોપ્લાસ્ટિક પોલીમર છે. આ રસાયણ પોલીઆઈસોસાઈનેટ અને હાઈડ્રોક્સાઇલ કન્ટેઇન્સ મટિરીયલનું કમ્પોઝીશન હોય છે.

- ઉપયોગ : વાયર કોટિંગ, ટેંક લાઈનીંગ, પેઇન્ટ્સ વગેરે માટે થાય છે.

- પોલીસલફોન : આ રસાયણ સિન્થેટીક થર્મોપ્લાસ્ટિક છે. આ રસાયણને બીસફીનોલ અને ડાઇક્લોરો ફીનાઇલ સલફોનથી મેળવવામાં આવે છે.

- ઉપયોગ : પાવર ટુલ્સ હાઉઝીંગ, ઇલેક્ટ્રીક ઇક્વીપમેન્ટ, ઓટો કમ્પોનેટ, કોમ્પ્યુટર કમ્પોનેટ વગેરે માટે થાય છે.

- ઇલાસ્ટોમર : આ રસાયણ સિન્થેટીક થર્મોસેટીંગ પોલીમર છે તેની પ્રોપર્ટી વલ્કેનાઇઝ રબ્બર પ્રકારની હોય છે.

- ઉપયોગ : વાયર અને કેબલ કોટીંગ, ઓટોમોબાઇલ બમ્ફર માટે થાય છે.

- થર્મો પ્લાસ્ટિક : આ રસાયણને જ્યારે પણ ગરમી આપવામાં આવે છે ત્યારે પીગળે છે અને ફરી પોતાના રૂપમાં આવી જાય છે. આ એક જાતનું ક્રુડ રબ્બર છે. તેનો ઉપયોગ સિન્થેટીક તરીકે પોલીવિનાઇલ ક્લોરાઇડ, નાઇલોન, પોલીયુરેથીન, પોલીસ્ટાઇરીન, પોલપ્રોપાઈલીન સાથે ઉપયોગમાં લઇ શકાય છે.

- પોલીથીન : આ રસાયણનું ખરુ નામ પોલીઇથાઈલીન છે. પરંતુ લોકો તેનો ઉચ્ચાર પોલીથીન જેવો કરે છે. આ રસાયણ માંથી વધારે પ્લાસ્ટિક બેગ બનાવવા માટે થાય છે.

- કલર : પીગમેન્ટ, પર્લ પીગમેન્ટ, ટીટાનિયમ ડાયોકસાઇડ જેવા ઇનગ્રેડીએન્ટ વાપરી શકાય છે.

- કલર ટેસ્ટીંગ મશીન : આ મશીન વડે કલર કોન્સનટ્રેશન, નોન ડસ્ટીંગ કલર, કલર મેચીંગ, કલર લોટ-ટુ-લોટ કનસીસ્ટનસી, કલર મેનેજમેન્ટ સીસ્ટમ વગેરે તપાસી શકાય છે.

- લાઈસન્સ : ધ લાઈસન્સ અંડર થ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફોમ એક્સપ્લોઝીવ ઓથોરીટીઝ