ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
હાલ બજારમાં મળી રહેલા હેર ઓઇલ લગભગ ચીકાસ વગરના અને હાઈડ્રોકાર્બન બેઝના હોય છે. જે વાળમાં નાખવાથી વાળ સુકા રહે છે.
આ પ્રકારના હાઈડ્રોકાર્બન ઓઇલ જમીનમાંથી નીકળતા ખનીજતેલ હોય છે જે તેલની અંદર ઘણા જ ખનીજ દ્રવ્યો હોય છે. જેથી ખાસ કરીને વાળની તંદુરસ્તી ઉપર કોઈ આડ અસર થતી નથી. આ પ્રકારના હાઈડ્રોકાર્બન હેર ઓઇલો એલએલપી, લાઈટ લીક્વીડ પેરાફીન ઓઇલ બેઝના હોય છે. આ પ્રકારના ખનીજ ઓઇલને ફ્રેકશન, ડીસ્ટીલેશન વડે પ્યોરીટી આપવામાં આવે છે. છેલ્લે પેરાફીન સાથે ટ્રીટ કરવામાં આવે છે. જેથી લાઇટ લીક્વીડ પેરાફીન ઓઇલ બને છે. આ પ્રકારના ઓઈલ ઘણી જ ઇન્ડસ્ટ્રીઓમાં વપરાય છે. જેવી કે કોસ્મેટિક, ફાર્મા, પેટ્રોલીયમ, ડોમેસ્ટ્રીક પ્રકારની ઇન્ડસ્ટરીઝમાં બહોળા પ્રમાણમાં વપરાશ થાય છે. આપણે અહી હેર ઓઇલ માટે લખીશું :
હેર ઓઇલ બનાવવાના કાચા રસાયણો :
લાઇટ લીક્વીડ પેરાફીન, ટ્રેટ બુરાઈલ હાઈડ્રો ડયૂનોન, પરફ્યુમ્સ, અને કલર નાખીને આ પ્રકારના હેર આઈલ બનાવવામાં આવે છે.
નેચરલ હેર ઓઇલ :
કોકોનટ ઓઇલ, કેસ્ટર ઓઇલ, તીલ ઓઇલ, ઓલીવ ઓઈલ, આમળા, ભૃંગરાજ, જટામાસી, નીમ, જાસુંદના ગુણો ધરાવીત હર્બલ એટ્રેક્સ નાખી આ પ્રકારના હેર ઓઇલ બનાવી શકાય છે. પ્રીઝર્વેટીવ તરીકે બેનઝાલ કોનિયમ ક્લોરાઇડ તથા પ્રોપાઇલ પેરાબીન વાપરવા જરૂરી છે. છેલ્લે કલર, પરફ્યુમ્સ નાખી હેર આઈલ તૈયાર કરવામાં આવે છે.
સિન્થેટીક હેર ઓઇલ : લાઈટ લીક્વીડ પેરાફીન ઓઈલ, આમળા, એટ્રેક્સ, પ્રોપાઈલ પેરાબીન, ટ્રેટ બુટાઇલ હાઈડ્રો ક્યૂનોલ, પરફ્યુમ્સ કલર વાપરી સિન્થેટીક હેર ઓઇલ બનાવી શકાય છે.
હેર કેર ઓઇલ : કોકોનટ ઓઇલ, ડીમ્બેસર આલ્કોહોલ, પ્રોપાઇલ પેરાફીન, ટ્રેટ બુટાઈલ હાઈડ્રોક્યૂનોન, પરફ્યુમ્સ, કલર વાપરી હેર કેર ઓઇલ બનાવી શકાય છે.
ધ ઇન્ડસ્ટ્રીઝ : ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફોર્મ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ ઇઝ એ મસ્ટ
નોંધ : ધ ફોર્મ્યુલેશન પ્રીસ્ક્રાબ્ડ બાય ઇનડીયન નેશનસ ફુડ એન્ડ ડ્રગ ઓરગેનાઇઝેશનના રૂલ્સ એન્ડ રગ્યુલેશન પ્રમાણે જ બનાવી શકાય છે.


