Get The App

1949માં એક ડોલર=એક રૂપિયો 79 વર્ષમાં ડોલર મજબૂત 2026માં એક ડોલર=95 રૂપિયા

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
1949માં એક ડોલર=એક રૂપિયો 79 વર્ષમાં ડોલર મજબૂત 2026માં એક ડોલર=95 રૂપિયા 1 - image

- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા

- 2014માં પહેલીવાર મોદી સરકાર સત્તા પર આવી ત્યારે તૂટતા રૂપિયાને ચૂંટણી મુદ્દો બનાવ્યો હતો. ત્યારે ડોલર સામે રૂપિયો 60 પર હતો

- ભારતની વેપાર ખાધ, ઓઇલ જેવી ચીજોની આયાત પર નિર્ભર અર્થતંત્ર, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પાછું ખેંચાવું તેમજ મર્યાદીત નિકાસ વગેરે કારણભૂત છે

- દેશના લોકોને ઓઇલના બેરલની કિંમત 100 ડોલર પર પહોંચે તો ટેન્શન વર્તાય છે કેમ કે તેનાથી મોંઘવારી વધે છે પરંતુ તૂટતા રૂપિયાની ચિંતા કોઇ કરતું નથી. તૂટતા રૂપિયાથી રોજીંદી જરૂરીયાતની ચીજોના ભાવ વધતા નથી

ડોલર સામે તૂટતો રૂપિયો ૯૫ની નજીક પહોંચી ગયો છે. કહે છે કે પંદરેક દિવસમાં તે ૧૦૦ને પાર કરી જશે. સરકારે તૂટતા રૂપિયાને બચાવવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને કોઇ નક્કર પ્લાન બનાવવા કહ્યું છે પરંતુ તૂટતો રૂપિયો મોદી સરકારમાં વિના અવરોધ તૂટી રહ્યો છે. ૨૦૧૪માં પહેલીવાર મોદી સરકાર સત્તા પર આવી ત્યારે તૂટતા રૂપિયાને ચૂંટણી મુદ્દો બનાવ્યો હતો. 

દેશના લોકોને ઓઇલના બેરલની કિંમત ૧૦૦ ડોલર પર પહોંચે તો ટેન્શન વર્તાય છે કેમ કે તેનાથી મોંઘવારી વધે છે પરંતુ તૂટતા રૂપિયાની ચિંતા કોઇ કરતું નથી. તૂટતા રૂપિયાથી રોજીંદી જરૂરીયાતની ચીજોના ભાવ વધતા નથી. મોદી સરકાર પણ રૂપિયાને મજબૂત બનાવવા પ્રયાસો કરે છે પરંતુ કેટલાક મુદ્દા એવા છે કે જે વૈશ્વિક પરબળો સાથે બદલાયા કરતા હોય છે.1949માં એક ડોલર=એક રૂપિયો 79 વર્ષમાં ડોલર મજબૂત 2026માં એક ડોલર=95 રૂપિયા 2 - image

૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે એક ડોલર અને એક રૂપિયો બંને સરખા હતા. સત્તાવાર રીતે ડોલરની કિંમત  ૩.૩૦ રૂપિયા હતી પરંતુ કોઇ ડોલરને મહત્વ નહોતું આપતું. ટૂંકમાં ૧૦ ડોલર એટલે ૧૦ રૂપિયા એમ સમજાતું હતું.

ભારત આઝાદ થયે ૭૮ વર્ષ થયા. એવું તો શું થયું કે ૭૮ વર્ષમાં ડોલરની સામે રૂપિયો નબળો પડીને ૧૦૦ રૂપિયાને સ્પર્શવા આગળ વધી રહ્યો છે?  વિદેશમાં વસતા ભારતીયોનું રેમીટન્સ વધતાં રૂપિયો તૂટતા બચ્યો છે. જો એમ ના થયું હોત તો આજે ડોલર સામે રૂપિયો ૧૧૦ પર પહોંચ્યો હોત.

૭૯ વર્ષમાં દેશમાં અનેક સરકારો બદલાઇ. જેમને સૌથી મોટા અર્થ શાસ્ત્રી કહેવાતા હતા તે મનમોહન સિંહ નાણા પ્રધાન હતા ત્યારે અને વડાપ્રધાન હતા ત્યારે પણ તૂટતા રૂપિયાને બચાવી શક્યા નહોતા.

આઝાદીના ૭૯ વર્ષ એ બહુ લાંબી મજલ છે. તેમાં અનેક ક્ષેત્રે આર્થિક વિકાસ જોવા મળે છે. હજુ હાલમાંજ ભારત વિશ્વનું ચોથા નંબરનું આર્થિક તંત્ર બન્યું છે. તે ત્રીજા ક્રમે ૨૦૩૦ સુધીમાં પહોંચી જશે એવી સંભાવના છે. ભારત ૨૦૪૭માં વિકસીત દેશ બનવાનું સપનું જુવે છે. 

તૂટતા રૂપિયા વિશે ભારતના કોઇ વડાપ્રધાને બહુ ધ્યાન નથી આપ્યું. ભારતના લોકોને પણ તૂટતા રૂપિયામાં બહુ રસ હોય એમ લાગતું નથી. કેમકે તેની રોજીંદા જીવન પર બહુ અસર પડતી નથી. 

માત્ર ભારતના અર્થતંત્ર પર અસર પડે છે કેમ કે ભારતે ઓઇલ ખરીદીના બીલમાં વધુ પૈસા ચૂકવવા પડે છે. અમેરિકી ડોલરમાં જે ચીજો ખરીદાય છે તે વધુ ખર્ચાળ બની છે. ભારતમાં ૮૦ ટકા ઓઇલની આયાત કરાય છે. તે બીલ ડોલરમાં ચૂકવાય છે. 

તૂટતો રૂપિયો ગલ્લાટોકનો વિષય બની ગયો છે. જેમાં થોડો સમય પસાર કરવા આવેલા લોકો તૂટતો રૂપિયો બચાવવા વિવિધ આઇડયાની ચર્ચા કરતા હોય છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને તાજેતરમાં કહ્યું હતું કે તૂટતા રૂપિયા વિશે ચર્ચા કરવી આસાન છે પરંતુ તેનો ઉકેલ લઇને આવનારા માટે મારી ઓફિસના દ્વાર ખુલ્લા છે.

દેશ આઝાદ થયો ત્યારથી તૂટતા રૂપિયાની સ્થિતિ નવા ચંપલ પહેરવાથી પડતા ડંખ જેવી છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ના લોકસભાના જંગમાં ચૂંટણીપ્રચારમાં તે સમયની મનમોહનસિંહની યુપીએ  સરકારને ભીંસમાં લેવા તૂટતા રૂપિયાની સમસ્યા લોકો સમક્ષ મુકી હતી.  યુપીએ સરકાર પાસે તેનો કોઇ જવાબ નહોતો. 

ચૂંટણીમાં કહેવાતું હતું કે વડાપ્રધાન મનમોહન સિંહની ઉંમર વધે છે એમ રૂપિયા ની કિંમત પણ વધી રહી છે. ત્યારબાદ મોદી સરકાર સત્તા પર આવી હતી. જેને આજે ૧૪ વર્ષ થયા ત્યારે ૨૦૧૪માં ૬૦ પર રહેલો રૂપિયો આજે ૯૫ને સ્પર્શવા લાગ્યો છે.

રાજકારણીઓ બહુ ચતુર હોય છે. જે તૂટતા રૂપિયાનો ઉલ્લેખ કરીને ચૂંટણી જંગ જીતાયો તે રૂપિયો ૯૫ પર પહોંચી ગયો છે. એટલેકે મોદીના શાસનમાં ડોલર સામે રૂપિયાની કિંમત ૩૫ રૂપિયા વધુ તૂટયો છે. યુપીએના શાસનમાં જ્યારે રૂપિયો ૬૦ પર હતો ત્યારે ૧૦૦ ડોલરના ૬૦૦૦ રૂપિયા આવતા હતા. આજે ૯૫૦૦ રૂપિયા આવે છે. ૩૫૦૦ રૂપિયાનો દેખીતો ફર્ક છે.

ભારતની વેપાર ખાધ, ઓઇલ જેવી ચીજોની આયાત પર નિર્ભર અર્થતંત્ર, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પાછું ખેંચાવું તેમજ મર્યાદીત નિકાસ વગેરે કારણભૂત છે.

આઝાદી પહેલાના વર્ષ ૧૯૧૩ની વાત કરીયે તો ત્યારે ડોેલરનો ભાવ ૦.૯ પૈસા પર હતો. (વર્ષ પ્રમાણે ડોેલરના ભાવ વાંચેા બોક્સ). જ્યારે તમે આ બોક્સનો અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે છેલ્લા ૧૧ વર્ષમાં રૂપિયો સાવ ગગડયો છે. 

બાજુમાં આપેલા બેાક્સના ભાવ પર નજર કરશો તો ખ્યાલ આવશે કે ૧૯૫૦થી ૧૯૬૫ એટલેકે ૧૫ વર્ષ માટે ડોલરના ભાવ રૂપિયા સામે સ્થિર ૪.૭૬ રહ્યા હતા. ૧૯૮૪મા ડોલર સામે રૂપિયાનો ભાવ ૧૧.૩૬ હતો. ૨૦૦૯માં તે ૪૮.૪૧ પર પહોંચ્યા બાદ દિવાલો કૂદીને આગળ વધ્યો હતો. ૨૦૧૪માં જ્યારે મોદી સરકારની પ્રથમ ટર્મ શરૂ થઇ ત્યારે ડોલર સામે રૂપિયાનો ભાવ ૬૨.૩૩ પૈસા હતો. મોદી સરકારની બીજી ટર્મ શરૂ થઇ ત્યારે રૂપિયા સામે ડોલરનો ભાવ ૭૦.૩૯ રૂપિયા હતો. મોદી સરકારની ત્રીજી ટર્મ ૨૦૨૪માં શરૂ થઇ ત્યારે ડોલર સામે રૂપિયાનો ભાવ ૮૪.૮૩ રૂપિયા હતો. આજે આ લખાય છે ત્યારે એક ડોલર સામે રૂપિયો તૂટીને ૯૫ના મથાળા નજીક ૯૪.૭૭ સુધી પટકાયો છે.

ભારત સરકારે એક તબક્કે વેપારમાં અમેરિકાની મોનોપોલી તોડવા કેટલાક દેશોની અલગ કરંસી ઉભી કરવા પ્રયાસ કર્યો હતો. જોકે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ડોલરને સમાંતર ઇકોનોમીનો વિરોધ કર્યો હતો અને દરેક દેશને ધમકાવ્યા હતા.

છેલ્લા 11 વર્ષમાં રૂપિયો તૂટીને 60 પરથી 95 પર પહોંચ્યો

વડાપ્રધાન મોદીના શાસનમાં ૨૦૧૪થી ૨૦૨૬ સુધીમાં રૂપિયો તૂટીને ૬૦ પરથી ૯૫ પર પહોંચ્યો હતો. મોદીના શાસનમાં મજબૂત આર્થિક ગ્રોથ જોવા મળ્યો છે. ભારત વિશ્વમાં ચોથા નંબરનું અર્થતંત્ર બન્યું છે. સેન્સેક્સ અને સોના -ચાંદીના ભાવોમાં  અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે પરંતુ મોદી સરકાર ડોેલર સામે રૂપિયાને મજબૂત બનાવી શકી નથી. મોદી સરકારના શાસનમાં રૂપિયાની સ્થિતિ ફ્રી ફોલ સમાન બની હતી. તે સમયે ડોેલરમાં રોકાણ સૌથી સલામત ગણાતું હતું તો બીજી તરફ  ૧૧ વર્ષ દરમ્યાન કોવિડ, રશિયા-યુક્રેન યુદ્ધ ,અખાતી યુદ્ધ  ની ભારત પર આડકતરી અસરો તેમજ અમેરિકાની ટ્રેઝરીનો વધતો પ્રભાવ વગેરેએ ડોલરને મજબૂત બનાવ્યો હતો. જેના કારણે અન્ય કરન્સી સ્વભાવિક રીતેજ દબાતી જતી હતી. પાઉન્ડ,યુરો, યેન વગેરે પર ૧૫થી ૨૫ ટકા જેટલી અસર પહોંચી હતી. બ્રાઝિલની રીયલ અને તૂર્કીની કરન્સી લીરાને ગંભીર ફટકો પડયો હતો.

  એટલે ડેાલર સામે માત્ર રૂપિયો નબળો પડયો છે એવું નથી. ભારતની અન્ય આર્થિક ઉન્નતિ હોવા છતાં રૂપિયો ડોેલર સામે મજબૂત બન્યો નથી. ચીનની નિકાસ વધુ હોવા છતાં ચાઇનીઝ આરએમબી(યુઆન) ડોલરને અટકાવી શકી નહોતી. એવીજ રીતે યુરોનો પ્રભાવ પણ વધ્યો નહોતો.

અન્ય દેશોની કરન્સી ડોલર સામે જેટલી તૂટી છે એટલો ભારતનો રૂપિયો તૂટયો નથી કેમકે વિદેશમાં રહેતા ભારતીયોનું રેમીટન્સ અને ભારતના આઇટી ઉદ્યોગને મળતા વિદેશના ઓર્ડરોેે વહારે આવ્યા હતા.

જો એમ ના થયું હોત તો આજે ડોલર સામે ભારતનો રૂપિયો ૧૧૦ પર પહોંચી ગયો હોત.