Get The App

અમેરિકની જાયન્ટ કંપનીઓના ભારતીય CEO ટ્રમ્પના નાકે દમ લાવી શકે છે

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકની જાયન્ટ કંપનીઓના ભારતીય CEO ટ્રમ્પના નાકે દમ લાવી શકે છે 1 - image

- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા

- ડોનાલ્ડ ટ્રમ્પ ભલે MAGA-MAGAની માળા જપ્યા કરે પણ ભારતીય સીઇઓ વગર અમેરિકાના ટેકનોલોજી કંપનીઓનું અર્થતંત્ર ચાલી શકે એમ નથી...

- ભારતીય સીઇઓની મોટી ફોજ અમેરિકાની ટેકનોલોજીની દુનિયા સાથે જોડાયેલી છે. અમેરિકાની ટેકનોલોજીની દુનિયાનો ડંકો વિશ્વભરમાં વાગી રહ્યો છે જેના પાછળ ભારતીય સીઇઓનો સિંહ ફાળો છે.

- માઇક્રોસોફ્ટના સત્ય નડેલા,આલ્ફાબેટ અને ગુગલના સુંદર પિચાઇ,આઇબીએમના અરવિંદ ક્રિષ્ના,એડોબના શાંતનુ નારાયણ યુ ટયુુબના નીલ મોહન,નેટ એપમાં જ્યોર્જ કુરીયન છે તેમજ એરીસ્ટા નેટવર્કમાં જયશ્રી ઉલ્લાલ વગેરેનું મૂળ ગોત્ર ભારતીય છે

મેક અમેેરિકા ગ્રેટ અગેઇનની (MAGA) માળા જપતા ડોનાલ્ડ ટ્રમ્પની સાધના ભારતીય સીઇઓ વગર કોઇ કાળે શક્ય બને એમ નથી. ભારતીય સીઇઓની મોટી ફોજ અમેરિકાની ટેકનોલોજીની દુનિયા સાથે જોડાયેલા છે. અમેરિકાની ટેકનોલોજીની દુનિયાનો ડંકો વિશ્વભરમાં વાગી રહ્યો છે જેના પાછળ ભારતીય સીઇઓનો સિંહ ફાળો છે. માઇક્રોસોફ્ટના સત્ય નડેલા,આલ્ફાબેટ અને ગુગલના સુંદર પિચાઇ,આઇબીએમના અરવિંદ ક્રિષ્ના,એડોબના શાંતનુ નારાયણ યુ ટયુુબના નીલ મોહન,નેટ એપમાં જ્યોર્જ કુરીયન છે તેમજ એરીસ્ટા નેટવર્કમાં જયશ્રી ઉલ્લાલ વગેરેનું મૂળ ગોત્ર ભારતીય છે.

 જો સિલિકોન વેલી પાસે અમેરિકાના સીઇઓ હોત તો ટ્રમ્પ સફળ થઇ શકત પરંતુ અમેરિકાની જાયન્ટ કંપનીઓના બોસ ભારતીય છે તે હકીકત ટ્રમ્પ નજર સામે રાખતા હોય એમ લાગતું નથી. સિલિકોન વેલીનું પ્રભુત્વ અને વિશ્વભરમાં તેની ઓળખ પાછળ ભારતીય સીઇઓ છે. વિશ્વભરમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા લોકો અમેરિક્ની જાયન્ટ કંપનીઓનો સર્ચ એન્જીન, સોફ્ટવેર વગેરેનો ઉપયોગ કરે છે. આઇટી ક્ષેત્રે અમેરિકાના વધતા પ્રબાવ પાછળ અમેરિકાની જાયન્ટ આઇટી કંપનીઓ છે. આ આઇટી કંપનીઓને વિશ્વમાં ફેલાવનાર ભારતીય સીઇઓ છે.

   અમેરિકાના રાજકરાણીઓ પણ જાણે છેકે ભારતીય સીઇઓના કારણે એરિકાની કંપનીઓ જાયન્ટ બની ચૂકી છે. આ ભારતીય સીઇઓ વગર અમેરિકાની જાયન્ટ કંપનીઓ વિસ્તરીને આગળ વધી શકે  ખરી? અમેરિકામાં બિઝનેસ ક્ષેત્રે ભારતના લોકો છવાયેલા છે. ૨૦૨૩ના આંક અનુસાર અમેરિકામાં ભારતીયોની વસ્તી ૪.૮ મિલિયન હતી. જે   અમેરિકાના રાજકરાણીઓ પણ જાણે છેકે ભારતીય સીઇઓના કારણે એરિકાની કંપનીઓ જાયન્ટ બની ચૂકી છે. આ ભારતીય સીઇઓ વગર અમેરિકાની જાયન્ટ કંપનીઓ વિસ્તરીને આગળ વધી શકે  ખરી? અમેરિકામાં બિઝનેસ ક્ષેત્રે ભારતના લોકો છવાયેલા છે. ૨૦૨૩ના આંક અનુસાર અમેરિકામાં ભારતીયોની વસ્તી ૪.૮ મિલિયન હતી. જે અનુસાર અમેરિકામાં ભારતીયોની વસ્તી ૪.૮ મિલિયન હતી. જે   અમેરિકાની કુલ વસ્તીના ૧.૪ ટકા જેટલી છે. તેમ છતાં  ભારતીયોની વસ્તી કરતાં અમેરિકાના બિઝનેસ ક્ષેત્રે તેમની વગ બહુ પ્રભાવી છે.

  અમેરિકાનો લોકો પૂછી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ભલે MAGA-MAGA ની માળા જપ્યા કરે પણ ભારતીય સીઇઓ વગર અમેરિકાના ટેકનોલોજી કંપનીઓનું અર્થતંત્ર ચાલી શકે એમ નથી.

૨૦૨૩માં ઇન્ડિયન ઇમિગ્રન્ટના કુટુંબની વાર્ષિક આવક ૧૬૬,૨૦૦ ડોલર હતી જ્યારે અમેરિકાના લોકોના કુટુંબની આવક ૭૭,૬૦૦ ડોલર હતી. આંકડા ૨૦૨૩ના છે પણ ત્યારે ભારતના કુટુંબની આવક અમેરિકાના કુટુંબ કરતા બમણી હતી.

અમેરિકાના હેલ્થ કેર ક્ષેત્રમાં પણ ભારતની ટેલેન્ટ બહુ મોટા પાયે જોવા મળે છે. ભારતના લોકોની વસ્તી માંડ ૧.૪ ટકા હોવા છતાં અમેરિકામાં ફિઝીશ્યનોની કુલ સંખ્યા ૬ ટકા ભારતીયો છે. અમેરિકામાં જનરલ હોસ્પિટલોમાં ૮,૨૦૦ જેટલા વિઝા ધરાવનાર ભારતીયોેએ ૨૦૨૩માં જોબ મેળવી છે. વિદેશમાં તાલિમ લેનાર ડોક્ટરોમાં ભારતીયોની સખ્યા૨૨ ટકા જેટલી છે.

  ટેકનોલોજી સિવાયના ક્ષેત્રોમાં પણ ટોપ પર ભારતીયો છેે જેમકે નોલોજી સિવાયના ક્ષેત્રોમાં પણ ટોપ પર ભારતીયો છેે જેમકે નોવારટીસમાં વસંત નરસિંહા,વર્ટેક્સ ફાર્મામાં રેશ્મા કેવલરામાની છે.

 માસ્ટરકાર્ડમાં સીઇઓ પદ છોડયા બાદ અજય બંગા વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ છે. હનીવેલમાં બોસ તરીકે વિમલ કપુર છે તો મોલસન કૂરમાં રાહુલ ગોયેલ ટોપ પર છે. ફેડેક્સમાં રાજ સુબ્રમણ્યમ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરોક્ત ટોપના લોકોને ઓળખતા હોવા છતાં ભારતીયોને વિઝા નામળે તેવા પ્રયાસોમાં રચ્યાપચ્યા રહે છે. ટ્રમ્પના મિત્ર મનાતા ટેસ્લા ફેઇમ ઇલોન મસ્ક ભારતમાં પોતાની કંપનીના શોરૂમ ખોલી રહ્યા છે.

  અણેરિકાના એક અર્થશાસ્ત્રીએ કહ્યું છે કે ૨૦૨૪ ના વર્ષમાં વિઝાપર આવેલા લોકોમાં ૭૧ ટકા ભારતીય છે. આ ભારતીયોના કારણે અમેરિકામાં ઇનોવેશન વધ્યા છે. 

અમેરિકામાં ઇન્ટરનેશનલ મેડિકલ ગ્રેજ્યુએટમાં વિદેશના ડોક્ટરોમાં ભારતના ડોક્ટરોની સંખ્યા ૨૨ ટકા જેટલી છે. અમેરિકામાં મેડિકલ ફિલ્ડના કેટલાક ક્ષેત્રોમાં સ્પેશ્યાલીસ્ટની સંખ્યા ઓછી હતી ત્યારે ભારતીય ડોક્ટરોની હાજરી મહત્વની બની ગઇ હતી.

ભારતમાં એપલનું ઉત્પાદન ધટાડવાનો પ્રયાસ પણ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો હતો પરંતુ તેમાં સફળ થયા નહોતા. ડોનાલ્ડ ટ્રમ્પની નજીકના મનાતા ઇલોન મસ્કે પણ ભારતમાં ડેરાતંબુ નાખતા રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગ્લોબલ ચેઇન સાથે સંકળાયેલા ભારતથી દુર રહેવા મસ્ક તૈયાર નહોતા.

આઇટી ક્ષેત્રે ભારતની ટેલેન્ટની મોટી કંપનીઓે કરી હતી ને તેમને કંપનીનું સુકાન પણ સોંપ્યું હતું. ડેાનાલ્ડ ટ્રમ્પનો મૂળ આશય અમેરિકાના સ્થાનિક લોકોને જોબ આપવાનો છે પરંતુ કંપનીઓ માથાઓ નહીં પણ ટેલેન્ટની શોધમાં હોય છે જે ભારતમાં ઉબલબ્ધ છે.

અમેરિકામાં વસતા ભારતીયોના સંતાનો એટલેકે ઇમિગ્રન્ટસની નવી પેઢી જે અમેરિકામાં જન્મી છે અને ઉછરી છે તે લોકો અમેરિકાના મૂળ લોકોના સંતાનો કરતાં વધુ સ્માર્ટ સાબિત થઇ રહ્યા છે. સ્પેલીંગ બી જેવી મહત્વની સ્પર્ધાઓમાં ભારતની નવી પેઢી ઝળકી રહી છે. અમેરિકામાં પ્રસરેલા ભારતીય સંગઠનોને રાજકારણ પર વધી રહેલો પ્રભાવ પણ ટ્રમ્પ વિહવટી તંત્રની નારાજગીમાં ઉમેરો કરી રહી છે.ભારતનો વિરોધ ટ્રમ્પ કેટલો લાંબો ખેંચે છે તે પર સૌની નજર છે.

હાઇડ્રોક્સિક્લોરોક્વિનનો એપિસોડ ટ્રમ્પને યાદ અપાવવો જરૂરી છે....

પહેલી ઓક્ટોબરથી અમેરિકામાં આવતી બ્રાન્ડેડ ડ્રગ્સ પરના પ્રતિબંધથી ભારતની ફાર્માસ્યુટીકલ કંપનીઓને ફટકો પડી શકે છે. મધ્ય ગુજરાતની કંપનીઓ માટે પણ અનેક સમસ્યાઓે ઉભી થવાની છે. ટ્રમ્પના ટેરિફ પછીનો આ બીજો નિર્ણય એવો છેકે જેમાં દવા ઉત્પાદકોને સીધીજ અસર પહોંચી શકે છે. અમેરિકામાં જેટલી દવાનો ઉપયોગ થાય છેે તેના ૨૮ ટકા જેટલી દવાઓ ભારતથી આવે છે.પરંતુ આ તબક્કે કોરોના કાળની ધટના યાદ કરવી જરૂરી છે કે જ્યારે અમેેરિકાએ ભારત પાસે હાઇડ્રોક્સિક્લોરક્વિનની માગણી કરી હતી. ત્યારે ૨૦૨૦માં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખ પદની પ્રથમ ટર્મ હતી ત્યારે કોવિડની સારવારમાં વપરાતા મલેરિયાના મારણ સમાન ડ્રગ  હાઇડ્રોક્સિક્લોરોક્વિનની અમેરિકામાં અછત ઉભી થઇ હતી. ત્યારે ભારત અને અમેરિકા વચ્ચે હર્લી ડેવિડસન પરની ડયૂટી પરનો વિવાદ ચાલતો હતો. ભારતે અમેરિકાએ કરેલી વિનંતીને માન આપીને હાઇડ્રોક્સિક્લોરોક્વિનનો જથ્થો અમેરિકાને મોકલી આપ્યો હતો. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં ભારતની ખાસ કરીને વડાપ્રધના મોદીની પ્રશંસા કરી હતી.

  ભારતની મદદ કોઇ રીતે શરતી નહોતી. પરંતુ તે અણીના સમયે કરેલી મદદ હતી. સમૃધ્ધ દેશ અમેરિકાને જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશ પાસે મલેેરિયાની દવા માટે વિનંતી કરવી પડે તે ભારતના દવા ઉત્પાદન કરતા ક્ષેત્ર માટે બહુ ગૌરવ સમાન હતું.  

 હકીકત એવી હતી કે ૨૦૨૦ની ૪ એપ્રિલે ભારતે હાઇડ્રોક્સિક્લોરોક્વિન અને તેના તમામ ફોર્મ્યુલેશન પર પ્રતિબંધ મુક્યો હતો. કોવિડના કેસો વધતાંજ હાઇડ્રોક્સિક્લોરોક્વિનની માંગમાં ઉછાળો આવ્યો હતો. અમેરિકામાં કોરોના વાઇરસના ૩.૬ લાખ કેસો હતા, ૧૦,૦૦૦ જેટલા લોકોના મૃત્યુ થયા હતા. કોરોનાનો માર સૌથી વધુ અમેરિકાને પડયો હતો. ત્યારે અમેરિકના વહિવટીતંત્રે હાઇડ્રોક્સિક્લોરોક્વિનનો ઉપયોગ કરવાનો પ્રચાર શરૂ કર્યો હતો.

   પરંતુ આ ડ્રગની અમેરિકામાં અછત હતી અને તે ભારતમાં મોટા પ્રમાણમાં ઉપલબ્ધ હતી. પરંતુ ભારતે તેની નિકાસ પર પ્રતિબંધ મુક્યો હતો.

  અમેરિકાએ હાઇડ્રોક્સિક્લોરોક્વિન માટે ભારતને વિનંતી કરી હતી.ત્યારે પણ ટ્રમ્પે ભારતને કહ્યું હતું કે જો અમને દવા નહીં મોકલો તો કડક પગલાં માટે તૈયાર રહેજો. પહેલાં દિવસે જમાદારી કરનાર ટ્રમ્પ બીજા દિવસે સાવ ઢીલા પડી ગયા હતા. બીજા દિવસે સવારે ટ્રમ્પે કહ્યું કે ભારતથી હાઇડ્રોક્સિક્લોરોક્વિન ના ૨૯ મિલીયન જેટલા ડોઝ મળ્યા છે. હું વડાપ્રધાન મોદીનો ખાસ આભાર માનું છું. ત્યારે અમેરિકાના લોકોએ પ્રમુખ ટ્રમ્પની ટીકા કરી હતી અને મદદ કરવા બદલ ભારતની પ્રશંસા કરી હતી.

    જેવું પહેલું શીપ હાઇડ્રોક્સિક્લોરોક્વિન સાથે અમેરિકા પહોંચ્યું પછી ટ્રમ્પે ટોન બદલવો પડયો હતો કેમકે અમેરિકામાં ભારતની વાહ વાહ થવા લાગી હતી. કોરોના જેવા મહત્વના સમયમાં અમેરિકાની વહારે ઉભા રહેલા ભારતની દવાઓ પર પ્રતિબંધ મુકીને ટ્રમ્પ નગુણા રાજકારણી સાબિત થયા છે.