Get The App

ક્રેડીટ સ્કોરની માયાજાળથી બચો

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
ક્રેડીટ સ્કોરની માયાજાળથી બચો 1 - image


- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા

- વ્યક્તિ ગમે તેટલો વગદાર હોય પરંતુ તેનો આર્થિક ચહેરો સીબીલ બતાવી દે છે

- CIBIL - આર્થિક કુંડળી : - Points 5 - પાંચ મુદ્દા પર ધ્યાન આપવું જરૂરી

- જો સીબીલ સારો હોય એટલેકે ૭૫૦-૮૦૦ પોઇન્ટથી વધુ હોય તેા અન્ય ડોક્યુમેન્ટ જોયા વગર લોન પાસ કરી દેવામાં આવે છે. જો સીબીલ નબળો હોય તો લોન લેનાર પાસેથી વધુ ડોક્યુમેન્ટ અને વધુ ગેરંટી માંગવામાં આવે છેક્રેડીટ સ્કોરની માયાજાળથી બચો 2 - image

- કેટલાક લોકો આર્થિક વ્યવહારોમાં લાહરીયું ખાતું ધરાવે છે. તેમણે આપેલા ચેક પાછા ફરતા હોય છે. તે પેમેન્ટમાં અનિયમિત હોય છે. તે કોઇના પૈસા પરત નથી આપતા એવું નથી પરંતુ તે નિયત સમય કરતાં મોડાં આપે છે, તેમની નોંધ સીબીલનો ચોપડે આવી જાય છે


જે લોકોની બેંક લોન સીબીલના સ્કોરના કારણે અટવાયેલી છે તે જાણે છેકે સીબીલ ( CIBIL.. ક્રેડીટ ઇન્ફોર્મેશન બ્યૂરો ઇન ઇન્ડિયા ઇન પાર્ટનરશીપ વીથ ટ્રાન્સ યુનિયન)નો સ્કોર સુધારવો કેટલો મહત્વનો છે. દરેક માટે સીબીલના સ્કોર પોઝિટીવ હોય તે જરૂરી છે. આર્થિક લેવડદેવડ સાથે સંકળાયેલા લોકો માટે સીબીલનો રેકોર્ડ બહુ મહત્વનો સાબિત થતો હોય છે. સીબીલ એ વ્યક્તિનો ક્રેડીટ સ્કોર છે.  તેને આર્થિક કુંડળી કહી શકાય. વ્યક્તિ ગમે તેટલો વગદાર હોય પરંતુ તેનો આર્થિક ચહેરો સીબીલ બતાવી દે છે. 

કેટલાક લોકો આર્થિક વ્યવહારોમાં લાહરીયું ખાતું ધરાવે છે. તેમણે આપેલા ચેક પાછા ફરતા હોય છે. તે પેમેન્ટમાં અનિયમિત હોય છે. તે કોઇના પૈસા પરત નથી આપતા એવું નથી પરંતુ તે નિયત સમય કરતાં મોડાં આપે છે. આવા લોકો લેણદારને ચેક આપીને છૂટકારો મેળવી લે છે. ચેક પાછો ફરે એટલે તે સામા વાળાને રોકડા આપીને હિસાબ ક્લીયર કરી નાખે છે પરંતુ તેને એ ખબર નથી કે તેના દરેક નેગેટીવ ટ્રાન્ઝેકશન એટલેકે ચેક રીટર્ન કરવો, ફરી ભરાવવો વગેરેની નોંધ સીબીલનો ચોપડે આવી જાય છે.

પોતાની આર્થિક ક્રેડીટ કેટલી છે તે પર જાતેજ નજર રાખવાની જરૂર છે અને જો તે નબળી જોવા મળે તો તેને સુધારવા પ્રયાસ કરવો જોઇએ. સીબીલનો રેકોર્ડ સુધારવો જરૂરી છે. તાજેતરમાં એક ભાઇ તેમની દિકરીને એક બેન્કર સાથે પરણાવવા માંગતા હતા. બંગલો વિશાળ અને  જાહોજલાલી ભર્યો હતો. દિકરી ભણેલી હતી. તેણે છોકરાનો સીબીલ રિપોર્ટ જોવા માંગ્યો હતો.

સીબીલ રિપોર્ટ જોઇને દિકરીએ છોકરાની આર્થિક વ્યવહારોની વધુ જાણકારી મેળવી હતી. જેમાં છોકરાના અનેક ચેકો પાછા ગયા હતા અને અનેક લોકોના પેમેન્ટ પેન્ડીંગ હતા. થોડી વધુ તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે તેની સામે ચેક રીટર્નનો કેસ ચાલતો હતો .

પોતાને બેંકર અને પૈસાદાર ગણાવતા છોકરાની આર્થિક કુંડળી હાથમાં આવી જતા તેની સાથે લગ્ન કરવા બાબતે માંડી વાળ્યું હતું. સીબીલ એ વ્યક્તિની આર્થિક કુંડળી તૈયાર કરી આપે છે.

ક્રેડીટ કાર્ડના બાકી નાણાની નિયમિત ચૂકવણી, કોઇને આપેલો ચેક પરત ના  ફરે જેવા મહત્વના મુદ્દાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બની ગયું છે. જો તમારો ક્રેડીટ સ્કોર સારો હોય તો તેમને કોઇ પણ ચીજ ખાસ કરીને કાર લોન,હોમ લોન વગેરે ચપટી વગાડતામાં જ મળી જાય છે. લોન આપતી બેંકો કે નાણા સંસ્થા કોઇને પણ લોન આપતા પહેલાં તેનેા સીબીલ તપાસી લે છે.

જો સીબીલ સારો હોય એટલેકે ૭૫૦-૮૦૦ પોઇન્ટથી વધુ હોય તેા અન્ય ડોક્યુમેન્ટ જોયા વગર લોન પાસ કરી દેવામાં આવે છે. જો સીબીલ નબળો હોય તો લોન લેનાર પાસેથી વધુ ડોક્યુમેન્ટ અને વધુ ગેરંટી માંગવામાં આવે છે.

બધાનો સીબીલ પોઝિટીવ હોય એમ માનવાની જરૂર નથી. લોકો સીબીલ બાબતે બહુ ગંભીર નથી હોતા પરંતુ જ્યારે તે બેંક કે અન્ય નાણા સંસ્થા પાસે લોન મેળવવા માંગે છે ત્યારે તેના સીબીલ રેકોર્ડ મહત્વના બની જાય છે.

પાંચ મહત્વના મુદ્દા પર ધ્યાન અપાય તો આર્થિક કુંડળી સુધારી શકાય. ફાયાનાન્સ ક્ષેત્રે સંકળાયેલા અનુભવી લોકોના મત અહીં સમાવાયા છે.

૧. પેમેન્ટ એક સાથેજ કરો

ક્રેડીટ કાર્ડનું પેમેન્ટ હોય કે અન્ય સર્વિસ સેક્ટરનું પેમેન્ટ હોય તો તે સમયસર ચૂકવો. ક્યાંતો તે પેેમેન્ટ બેંકના ખાતામાંથી ઓટોમેટીક ચૂકવવાની સવલતનો લાભ લો. જેના કારણે પેમેન્ટ મોડું થયાની કોઇ ફરિયાદ નહીં રહે. સીબીલમાં લેટ પેમેન્ટની નેગેટીવ નોંધ લેવાતી હોય  છે. જો તમે કોઇ પેમેન્ટ ૩૦ દિવસ મોડું કરો છો તો તે મુદ્દે તમારો ક્રેડીટ સ્કોર સુધારતા સાત વર્ષ જેટલો સમય લાગે છે. ભાડું, ફોનનું રીચાર્જ, વિમાનું પ્રિમિયમ, સબસ્ક્રીપશન વગેરે તેની છેલ્લી તારીખના બે દિવસ પહેલાં ભરવા જરૂરી છે કેમકે ઘણીવાર બેંકોમાં રજા હોવાથી ચેક અટવાય છે અને પેમેન્ટ મોડું જમા થાય છે.

૨. દરેક ખાતાની ચૂકવણી સમયસર કરવી

લોકો પાસે હવે ત્રણથી ચાર ક્રેડીટ કાર્ડ હોવા સામાન્ય બની ગયું છે. બેંકો પણ છૂટથી કાર્ડ આપી રહી છે. મીનીમમ પેમેન્ટ ભરીને લોકો બાકીનું બેલેન્સ આગળ ખેંચ્યા કરે છે. એક કાર્ડનું પેમન્ટ ભરવા બીજા કાર્ડમાંથી રોકડ ઉપાડીને પેમેન્ટ કરે છે. જેને ઇસકી ટોપી ઉસકે સર કહી શકાય. જોકે એમ કરવાથી એકાદ કાર્ડનું પેમેન્ટ કરવાનું ચૂકી જવાય છે. દરેક કાર્ડનું પેમેન્ટ સમયસર થવું જરૂરી છે. પેમેન્ટ કરનારની કોઇ પણ ઉસ્તાદી કામમાં નથી આવતી. ક્રેડીટ કાર્ડ ઇસ્યુ કરતી બેંકો દર મહિને ગ્રાહકનો પેમેન્ટ રિપોર્ટ સીબીલને મોકલે છે.

૩. જુના કોઇ એકાઉન્ટ હોય તો તે બંધ ના કરો

તમે કોઇ લોન લીધી હોય અને તે ભરપાઇ કરી દીધી હોય તો તેનો છેલ્લો હિસાબ કરીને ખાતું ક્લોઝ કરાયું છેકે નહીં તે ખાસ ચેક કરવું જોઇએ. જો તમે કોઇ ક્રેડીટ કાર્ડના વાપરતા હોય અને ઘરમાં પડી રહ્યું હોય તો તેને કેન્સલ કરાવવું. કેટલાક કાર્ડ વાર્ષિક ફી લેતા હોય છે માટે જેણે કાર્ડ ઇસ્યુ કર્યું હોય તેની સાથે સ્પષ્ટતા કરવી જરૂરી છે. વર્ષોથી કોઇ ક્રેડીટ કાર્ટ વાપરતા હોવ તો તે કેન્સલ કરીને બીજાપર શિફ્ટ ના થાવ. તમે કેટલા સમય ક્રેડીટ કાર્ડ વાપરો છેા અને તેનું પેમેન્ટ નિયમિત કરો છો તે પણ ક્રેડીટ સ્કોરની ગણનામાં લેવાય છે.

૪. વિવિધ લોન માટે બે ક્રેડીટ કાર્ડ ઉપયોગી

કેટલાક લોકો બે ક્રેડીટ કાર્ડ રાખે છે. બંનેનો ઉપયોગ વિવિધ લોન ભરવા માટે કરે છે. જેના કારણે તેમનો કંબાઇન ક્રેડીટ રિર્પાર્ટ બને છે જે કુલ ક્રેડીટ સ્કોર માટે ઉપયોગી બની શકે છે. જેમકે એક ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કાયમ વાહનની લોન માટે કરવાનો અને બીજા ક્રેડીટ કાર્ડનો ઉપયોગ વાહન સિવાયની કોઇ મોર્ગેજ લોન હોય તો તેના માટે કરવો. આમ કરવાથી બંને કાર્ડનો કંબાઇન ક્રેડીટ રિપોર્ટ બનશે જે મૂળ ક્રેડીટ સ્કોરને વધુ મજબૂત બનાવશે. જોકે એક લોન નિયમિત ભરાતી હોય અને બીજીમાં ધાંધીયા જોવા મળે તો તે ક્રેડીટ સ્કોર બગાડી શકે છે.

૫. ક્રેડીટ મેળવવા પર મર્યાદા નક્કી કરો

જ્યારે તમે ક્રેડીટ કાર્ડ મેળવો છો ત્યારે તેની લિમિટ નક્કી કરો. એક કાર્ડમાં મળતી ક્રેડીટ ઓછી મળતી હોય માટે બીજું કાર્ડ લેવાની સિસ્ટમથી દુર રહેવું જોઇએ. જેટલી વધુ ક્રેડીટ હશે એટલું વધુ વાપરવાનું મન થશે અને જ્યારે ચૂકવણીનો સમય આવે ત્યારે દોડવું પડતું હોય છે. બેંકો બહુ છૂટથી ક્રેડીટ કાર્ડ ઇસ્યુ કરે છે. લોકો તેના પ્રલોભનોમાં ફસાય છે. મર્યાદા એટલેકે જરૂર હોય તોજ બાજું કાર્ડ લો કેમકે ક્રેડીટ કાર્ડ હશે તો વધુ ખર્ચા કરવાનું મન થશે. કેટલાક લોકો પડશે એમ દેવાશે એમ કહીને આડેધડ ક્રેડીટ કાર્ડ ભેગા કરે છે અને લાંબા દેવામાં ઘૂસી જાય છે.

ક્રેડીટ કાર્ડ ઇસ્યુ કરતી કંપનીઓ માસિક આવકનો આધાર રાખીને ક્રેડીટ નક્કી કરતી હોય છે. સરકારી કર્મચારીઓ કે પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા લોકોની પગારની સ્લીપનો આધાર બનાવીને ક્રેડીટ લિમિટ અપાય છે. નિયમિત પેમેન્ટ કરતા ગ્રાહકોને બેંક ક્રેડીટ લિમિટ વધારી આપે છે.

ક્રેડીટ રિપોર્ટ માટે એમ લાગે કે તેમાં આપેલી કેટલીક માહિતી ખોટી છે તો તમે એન્યુઅલ ક્રેડીટ રિપોર્ટ ડોટ કોમના (AnnualCreditReport.com.) ઉપયોગ કરી શકો છેા.

ક્રેડીટ રિપોર્ટીંગ એજંસી સાથે તમે તમારો વિરોધ નોંધાવી શકો છેા અને સ્પષ્ટતા મેળવી શકો છે. લગભગ ૩૦ દિવસમાં તમને ડિસપ્યુટનો રિપોર્ટ મળી શકે છે. જો તમારા ઘરમાં કોઇ સિનીયર મેમ્બર હોય અને તે ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરતા હોય તેના સત્તાવાર યુઝર્સ તરીકે નામ લખાવી શકો છો એટલે તેમના વતી બેંક સાથે વ્યવહાર થઇ શકે છે.

- સ્કોરની વિગત

સ્કોર ૩૫૦થી ૯૦૦માં મપાય છે. ૩૦૦ થી ૫૫૦ નબળો, ૫૫૦થી ૬૫૦ સાધારણ, ૬૫૦થી ૭૫૦ સારો અને ૭૫૦થી ૯૦૦ ઉપરનો સ્કોર સુપર્બ ગણાય છે 

ક્રેડીટ સ્કોરની માયાજાળથી બચો 3 - image

- સીબીલ સ્કોર કેવી રીતે સુધારવો?

બિનસત્તાવાર માહિતી

૧. તમારા એક બેંક ખાતામાંથી બીજામાં દર મહિને સતત બે મહિના સુધી રોજ ૨૫,૦૦૦ જેટલું ટ્રોન્ઝેકશન કરો. ત્રણ -ચાર મહિનામાં સ્કોર સુધરવા લાગશે.

૨. તમારા ક્રેડીટ કાર્ડની લિમીટના માત્ર ૧૦ ટકાનો ઉપયોગ કરો. તેના બાકી નાણા ચાર પાંચ દિવસ પહેલાં ભરી દો.

- સીબીલની ક્રેડીટ પાછળની વાતો 

કેટલાક આર્થિક સલાહકારોએ સીબીલ સાથે વણાયેલા કેટલાક મુદ્દા કહ્યા છે..

૧. દર મહિને સેવીંગ ખાતામાં ૨ થી ૫ લાખનું ટ્રાન્ઝેકશન થાય તો ક્રેડીટ સ્કોર ૩થી ૪ પોઇન્ટ વધી શકે છે.

૨. સોનું કે અન્ય કોઇ પ્રોપર્ટી પર લોન લો અને તેને દર મહિને સમયસર ચૂકવો તો ક્રેડીટ સ્કોરમાં ૬ પોઇન્ટ વધી શકે છે.

૩. દરેક ચેક બાઉન્સ થયા વિના ક્લીયર થઇ જાય તો ૩થી ૪ પોઇન્ટનો સ્કોર વધે છે.

૪. તમે કોઇ કાર્ડ કે લોન માટે એપ્લાય કરો છો અને તે ઇસ્યુ કરનાર તમારો ક્રેડીટ સ્કોર તપાશે તો દરવખતે ૬ પોઇન્ટ કપાય છે. જો સીબીલની પેઇડ મેમ્બરશીપ હોય તે કોઇ સ્કોર કપાતો નથી.


Tags :