- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
- ભારતમાં ઓનલાઇન ગેમીંગ ઉદ્યોગ ૩.૭ અબજ ડોલરનો છે તે પૈકી રીયલ ગેમીંગને હિસ્સો ૮૬ ટકા જેટલો છે
- ઓનલાઇન અને ઓફલાઇન ગેમ રમાડનારાઓનો એકજ આશય હોય છે અને તે છે પૈસા કમાવવાનો અને રમનારાને છેતરવાનો. ભારત ઇસ્પોર્ટને આગળ વધારવા માંગે છે પરંતુ ઓનલાઇન ગેમીંગ તેના માટે અવરોધ સમાન સાબિત થયું હતું
- ગેમ રમાડતી કંપનીઓની આવક પર જીએસટી લાદવામાં આવ્યો ત્યારેજ આ કંપનીઓએે ચેતી જવાની જરૂર હતી. પરંતુ સરકાર ગેમ બંધ કરવા સુધી પહોંચી જશે તે તેમણેે વિચાર્યું નહોતુ. ગેમીંગ કંપનીઓનું લોબીંગ બહુ અસરકારક હતું
૨૦૦૨થી જે ગેમીંગ બિઝનેસ વિના રોકટોક ચાલતો હતો તેના પર ૨૪ વર્ષ પછી પ્રતિબંધ મુકાય એટલે તેની ઇકો સિસ્ટમ સાથે સંકળાયેલા દરેક બેકાર બની જશે. એક અંદાજ પ્રમાણે બે લાખ લોકો બેકાર બની જશે. ઓનલાઇન ગેમીંગ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓએ ગૃહ પ્રધાન અમીત શાહને વિનંતી કરી છે કે ગેમીંગ ઉદ્યોગ પર પ્રતિબંધને પાછો ખેંચો કે હળવો કરો.
આખો ખેલ સિક્કાની બે બાજુ સાથે ફરી રહ્યો છે. એક તરફ લોકોને સટ્ટાખોરીની પકડમાંથી બચાવવાના છે તો બીજી તરફ તેની સાથે સંકળાયેલા બે લાખ લોકોને નવી રોજગારી આપવા વિચારવાનું છે. સરકારને ખબર હતીકે ઓનલાઇન ગેમીંગમાં રમનારા હારે છે અને રમાડનારા જીતે છે છતાં તેના પર પ્રતિબંધ મુકવાનું વિચારવામાં ૨૦ વર્ષ કાઢી નાખ્યા. તે સમય દરમ્યાન ગેેમીંગ કંપનીઓ કરોડો કમાઇ છે તો સામે કરોડો લોકોના ઘર તૂટયા છે અને તે લોકો પાયમાલ બન્યા છે.
સરકાર કહે છેકે તે ઇસ્પોર્ટને મહત્વ આપવા માંગે છે. અહીં સરકારને એ ખબર નથી લાગતીકે જુગારની લતે ચઢેલો ઓનલાઇન રમતો બંધ થશે તો ઓફલાઇનનો જુગાર રમતો થશે. આવા લોકોને સટ્ટો કે જુગાર રમવાના અનેક પ્લેટફોર્મ મળી રહેવાના છે. ક્રિકેટ મેચોેમાં સરકારની નજર હેઠળ કરોડોની હેરાફેરી થાય છે અને સટ્ટો રમાય છે.
ઓનલાઇન ગેમીંગ બંધ થતાંજ હવે મની લોન્ડરીંગના કેસોમાં વધારો થઇ શકે છે. ડ્રીમ-૧૧ના ૨૮ કરોડ રજીસ્ટર્ડ યુઝર્સ છે. ભારતમાં ઓનલાઇન ગેમીંગ ઉદ્યોગ ૩.૭ અબજ ડોલરનો છે તે પૈકી રીયલ ગેમીંગનો હીસ્સો ૮૬ ટકા જેટલો છે.
રાજ્યસભામાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ૪૫ કરોડ લોકો ઓનલાઇન ગેમીંગના વ્યસનમાં સપડાયેલા છે. ઓનલાઇન ગેમીંગ પર પ્રતિબંધ પાછળનો મુખ્ય આશય લોકોને ધૂતારાઓથી બચાવવાનો હતો. જે બીલ પસાર કરાયું છે તેની પાછળનો આશય ગેરકાયદે ચાલતા ઓનલાઇન ગેમ પ્લેટફોર્મ બંધ કરવાનો અને ઇ સ્પોર્ટસને (ઇલેકટ્રોનિક સ્પોર્ટસ) પ્રોત્સાહન આપવાનો છે. ઇ સ્પોર્ટ પ્રોફેશનલ લોકો રમે છે અને તેમાં ગેમ રમનારની સ્કીલનો ઉપયોગ થાય છે. વરલી મટકામાં લોકો નસીબ અજમાવવામાં પૈસા ગુમાવે છે જ્યારે કેટલાક શોખ ખાતર કેસીનોમાં પૈસા ઉડાવે છે. કોમ્પ્યુટર ગેમીંગનો બિઝનેસ ફૂલ્યો ફાલ્યો હતો કેમકે તેના પર કોઇ રોકટોક નહોતી. હવે સરકારે રીયલ મની ગેમ પર પ્રતિબંધ મુકી દીધો છે. ડ્રીમ-૧૧ નામની કંપની પૈસા લઇને રમાડાતી ગેમ બંધ કરી છે અને અન્ય બિઝનેસમાં શિફ્ટ થવા તે વિચારી રહ્યું છે. આવી ગેમ એપ્લીકેશનો એટલા માટે વધુ ચાલતી હતી કે બોલીવૂડી સ્ટાર તેનો પ્રચાર કરતા હતા.
ગેમ રમાડતી કંપનીઓની આવક પર જીએસટી લાદવામાં આવ્યો ત્યારેજ આ કંપનીઓએે ચેતી જવાની જરૂર હતી. પરંતુ સરકાર ગેમ બંધ કરવા સુધી પહોંચી જશે તે તેમણેે વિચાર્યું નહોતુ. ગેમીંગ કંપનીઓનું લોબીંગ બહુ અસરકારક હતું. લોકોન ેવિવિધ રીતે લૂંટવાનું ચક્કર ચલાવતા લોકો કેન્દ્ર સરકારની ઝપેટે ચઢી ગયા હતા. એક સમય હતો કે જ્યારે અવાવરૂ ગાર્ડનોમાં કે ખેતરોમાં વરલી મટકાના આંકડા લખવામાં આવતા હતા. જેમાં મેઇન બોસ જે ત્રણ આંકડા બહાર પાડે ત્યારે અનેક લોકો પૈસા પડી ગયાનો એહસાસ કરતા હતા. પરંતુ હાર્યો જુગારી બમણું રમે એમ વારંવાર પોતાનું નસીબ અજમાવવા લોકો આંકડો નોંધાવતા હતા અને પૈસા ગુમાવતા હતા. દારૂ અને જુગારની લતે લાખો લોકોના જીવનને બરબાદ કરી નાખ્યું છે. શ્રમજીવી વર્ગ અને મધ્યમ વર્ગ તેનો શિકાર બનતા આવ્યા છે.
વરલી મટકા રમાડનાર કરોડપતિ બનતો હતો અને તે રમનારા પાયમાલ બની જતા હતા. ૫૦૦ રૂપિયા રોકનારને જીતેતો ૫૦,૦૦૦ રૂપિયા મળે તેવી વરલી મટકાની સ્કીમોએ લાખો લોકોને ખંખેરી નાખ્યા છે.
ઇન્ટરનેટનો વ્યાપ વધ્યા પછી ઓનલાઇન ગેમીંગ વરલી મટકાનું આધુનિક સ્વરૂપ બની ગયું હતું. વરલી મટકા અને ઓનલાઇન ગેમીંગ વચ્ચે બહુ મોટો ફર્ક નથી. બંનેનું કામ લોકોને ધૂતવાનું હોય છે. વરલી મટકામાં આંકડો લખાવવા રૂબરૂ જવું પડે છે અને જીતાય તો લખનાર જીતના પૈસા ગણી આપશે એવો ભરોસો હોય છે. જ્યારે ઓનલાઇન ગેમીંગમાં બધુ આભાસી હોય છે.
તાજેતરમાં જન્માષ્ટમીનો તહેવાર પસાર થયો છે. લોકો મનોરંજન માટે પણ જુગાર રમતા હોય છે. પરંતુ પોલીસની નજરમાં તે ગુનો કરતા હોઇ તેને પકડી લેવામાં આવે છે પરંતુ બારેમાસ રમાતી ઓનલાઇન ગેમીંગમાં કોઇને પકડવામાં નથી આવતા.
રાજ્યસભામાં સરકાર જ્યારે એમ કહે કે ઓનલાઇન ગેમીંગમાં વર્ષે દહાડે લોકો ૨૦,૦૦૦ કરોડ ગુમાવે છે. આ પૈસા ઓનલાઇન ગેમીંગ કંપનીને પહોંચે છે. પરંપરાગત રમાતો સટ્ટો અને ઓનલાઇન રમાડાતા સટ્ટાનો હેતુ એકજ હોય છે પરંતુ તેની રમવાની ટેકનીક અલગ હોય છે. તેની આચાર સંહિતા પણ અલગ હોય છે. પરંપરાગત સટ્ટાબજારમાં બોલીની વેલ્યૂ હોય છે. તેમાં કોઇ લખાણ નથી હોતું. તમારો આંકડો ચાલી જાય તો તેના પર લગાવેલી રકમ અનુસારના રોકડા પૈસા મળી જાય છે. માત્ર આંકડા લખેલી ચબરખી કામ કરતી હોય છે. દરેક એકબીજા પર ભરોસો રાખતા હોય છે.
ભારતમાં સટ્ટામટકા ૧૯૬૦ના દાયકાથી ચાલે છે. તેની શરૂઆત કાપડના ભાવ પરથી શરૂ થઇ હતી અને ધીરે ધીરે લોકો પોતાનું નસીબ ડેલી સ્તરે અજમાવતા થયા હતા. ડ્રીમ-૧૧,માય૧૧ સર્કલ, એમપીએલ, ગેમ્સ ૪૨ટ૭, પોકરબાજી જેવી કંપનીઓને તાળા વાગી જશે. ડ્રીમ-૧૧ અન્ય વિષય પર વિચારી રહી છે. સરકારના પ્રતિબંધના કારણે બેલાખ જોબ કપાશે,સરકારને વર્ષે ૨૦,૦૦૦ કરોડના ટેક્ષનું નુકશાન થશે.
અહીં મહત્વની વાત એ પણ છે કે પ્રતિબંધ થી ગેરકાયદે ચાલતી કંપનીઓ પર તાળા વાગી જશે પરંતુ જેલોકો ગેરકાયદે ગેમીંગ કંપની ચલાવે છે તે પોતાનો ધંધો ચાલુ રાખશે. ભારત સરકારે ઓનલાઇન ગેમ પર પ્રતિબંધ મુકીને ભલે લોકોને ખંખેરાતા અટકાવ્યા હોય પરંતુ નસીબ અજમાવવાનું દરેકને પસંદ હોય છે અને તે માટે જોખમ પણ ઉઠાવે છે. મહાભારતના યુધ્ધ પાછળ સોગઠાબાજી બહુ પ્રચલીત હતી. નાના મોટા દરેક તે રમતા હતા કેમકે તેમના રાજાઓ પણ તે રમતા હતા. યુધિષ્ઠીર જ્ઞાાની હોવા છતાં હાર્યોે જુગારી બમણું રમેના લેવલમાં આવી ગયા હતા. પોતાની ભાઇઓ, પત્નીને રાજપાટ તેમણેે ગુમાવ્યા હતા. તેમને જુગાર રમવા બોલાવાયા હતા.
આવુંજ વર્તમાનમાં જોવા મળે છે. સટ્ટો, જુગાર, બેટીંગ વગેરેમાં એકવાર હારનાર વારંવાર જીતવાના પ્રયાસ કરે છે અને દેવાળીયાની યાદીમાં નામ લખાવે છે. હોંશિયાર લોકો જુગાર જેવી બદીથી દુર રહે છે.
લખવાનું તાત્પર્ય એ છેકે જુગાર વર્ષોથી ચાલ્યો આવે છે. વરલી મટકાની રેડમાં પોલીસને આંકડા નોંધનાર હાથમાં આવે છે. સામાન્ય પગલાં લઇને કેસનું પીલ્લુંવાળી દેવાય છે. કોમ્પ્યુટર આવ્યા પછી તેને સ્કીલ ગેમ સાથે સરખાવવામાં આવ્યું હતું કેમકે સ્કીલ ધરાવતા લોકો કોમપ્યુટર ઓપરેટ કરીને ઓનલાઇન પોતાનું નસીબ અજમાવે છે.
ઓનલાઇન અને ઓફલાઇન ગેમ રમાડનારાઓનો એકજ આશય હોય છે અને તે છે પૈસા કમાવવાનો અને રમનારાને છેતરવાનો. ભારત ઇસ્પોર્ટને આગળ વધારવા માંગે છે પરંતુ ઓનલાઇન ગેમીંગ તેના માટે અવરોધ સમાન સાબિત થયું હતું.

- હજારો ઉચ્ચ કૌશલ્ય ધરાવતી નોકરીઓ જોખમમાં
- ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ લાદ્યા પછી, એક શક્યતા એ છે કે આવી પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે થવા લાગશે અને છેતરપિંડીની શક્યતાઓ વધશે
ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને નિયમન બિલ, ૨૦૨૫ લોકસભામાં પસાર થઈ ગયું છે. આ બિલ, અન્ય બાબતોની સાથે, દેશમાં ઓનલાઈન ગેમિંગમાં નાણાંના વ્યવહારો પર પ્રતિબંધ મૂકવાની બાબતમાં છે. અપેક્ષા મુજબ, સરકારના આ પગલાથી ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. અહેવાલો સૂચવે છે કે આના કારણે, હજારો ઉચ્ચ કૌશલ્ય ધરાવતી નોકરીઓ જોખમમાં મુકાઈ ગઈ છે. બિલમાં ઉલ્લેખિત ઉદ્દેશ્યો અને કારણો અનુસાર, ઓનલાઈન ગેમિંગમાં પૈસાના ઉપયોગથી દેશભરમાં ગંભીર સામાજિક, આર્થિક અને માનસિક સમસ્યાઓ ઊભી થઈ છે કારણ કે આ રમતો મોબાઈલ અને કોમ્પ્યુટર દ્વારા ખૂબ જ વ્યાપકપણે ફેલાઈ ગઈ છે. આ પ્લેટફોર્મ વ્યસનકારક વર્તનને પ્રોત્સાહન આપે છે જેના પરિણામે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને નાણાકીય નુકસાન થાય છે. આવા પ્લેટફોર્મને કારણે છેતરપિંડી અને શોષણની ઘટનાઓ પણ સામે આવી છે. બજારના આ ભાગને નિયંત્રિત કરવાને બદલે, તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જાહેર હિતમાં છે.
બિલની સંબંધિત જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને ઓનલાઈન પૈસા કમાવવાની ગેમિંગ સેવાઓ પૂરી પાડનાર કોઈપણ વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની જેલ અથવા ૧ કરોડ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા થશે. આ અંગેની જાહેરાતો આપવી અથવા પૈસા કમાવવાની રમતો સંબંધિત પૈસાના વ્યવહારોમાં સામેલ થવું પણ સજાપાત્ર રહેશે. જો બિલ તેના વર્તમાન સ્વરૂપમાં પસાર થાય છે, તો તે દેશમાં ઔપચારિક ઓનલાઈન ગેમિંગ વ્યવસાયનો કાયમ માટે અંત લાવશે. સરળ શબ્દોમાં કહીએ તો, તેમાં કોઈ મતભેદ નથી કે ઓનલાઈન ગેમિંગ એક વ્યસન છે જે માનસિક અને નાણાકીય બંને રીતે અસર કરે છે. જો કે, ઉપરોક્ત સમસ્યાઓનો સંપૂર્ણ પ્રતિબંધ યોગ્ય ઉકેલ છે કે કેમ તે અંગે ચર્ચા થઈ શકે છે. ભારતમાં આ ઉદ્યોગ ઝડપી ગતિએ વિકસી રહ્યો છે. ભારતમાં ઓનલાઈન ગેમ્સ વિકસાવવા માટે વૈશ્વિક કેન્દ્ર બનવાની ક્ષમતા છે.
ઉદ્યોગ સંસ્થાઓના મતે, કૌશલ્ય ગેમિંગ કંપનીઓનું વ્યવસાયિક મૂલ્ય ૨ લાખ કરોડ રૂપિયા છે અને તેમણે અત્યાર સુધીમાં ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનું એફડીઆઈ મેળવ્યું છે. સરકાર માટે આ ક્ષેત્રના હિસ્સેદારો અને નિષ્ણાતો સાથે સલાહ લીધા પછી બિલ રજૂ કર્યું હોત તો વધુ સારું રહ્યું હોત. ઓનલાઈન પૈસા કમાતી રમતો પર પ્રતિબંધ મૂકવાને બદલે, યોગ્ય નિયમનની મદદથી દેશના હિતોનું વધુ સારી રીતે રક્ષણ કરી શકાયું હોત.
સીધો પ્રતિબંધ લાદ્યા પછી, એક શક્યતા એ છે કે આવી પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે થવા લાગશે.
જો આવું થશે, તો ઓનલાઈન ગેમિંગમાં સામેલ લોકો સામે શોષણ અને છેતરપિંડીની શક્યતાઓ વધશે. ઈન્ટરનેટની પહોંચને જોતાં, સરકાર માટે તેને ભૂગર્ભમાં ચલાવનારાઓ સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ બનશે. આ ઉપરાંત, સરકાર કર આવક પણ ગુમાવશે. આ બધા પાસાઓ પર હવે સંસદમાં ચર્ચા થવી જોઈએ.
પૈસા આધારિત રમતો પર પ્રતિબંધ મોટી સંખ્યામાં લોકોનું ધ્યાન તેમના તરફ આકર્ષિત કરશે. આ બિલ ઓનલાઈન ગેમિંગના નિયમન અને પ્રમોશન માટે એક વ્યાપક ઔપચારિક માળખું પણ પૂરું પાડે છે. ઉદાહરણ તરીકે, બિલ ઓનલાઈન ગેમિંગ માટે ઓથોરિટીની સ્થાપનાની જોગવાઈ કરે છે. એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર ઈ-સ્પોર્ટ્સને માન્યતા આપવા અને ઓથોરિટી સાથે નોંધણી કરાવવા માટે જરૂરી પગલાં લેશે.
આ બિલ ઓનલાઈન ગેમિંગ પર ઓથોરિટીની કલ્પના કરે છે. ઈ-સ્પોર્ટ્સ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે. ઈ-સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે તાલીમ એકેડેમી અને સંશોધન કેન્દ્રો સ્થાપવાની પણ જોગવાઈ છે. દેશમાં ઓનલાઈન ગેમિંગ વિકસાવવા અને પ્રોત્સાહન આપવા માટે પણ ઘણી જોગવાઈઓ છે.
સામાજિક રમતોના વિકાસને સરળ બનાવતી જોગવાઈઓ પણ છે. એકંદરે, બિલ ઓનલાઈન ગેમિંગ માટે કાનૂની માળખું પૂરું પાડવાની વાત સાથે દૂરંદેશી લાગે છે. જે વૃદ્ધિ અને વિકાસમાં મદદ કરશે.


