Get The App

બજેટમાં સેમિકન્ડક્ટર માટે લાલ જાજમ, મિશન 2.0 વૈશ્વિક હબનો ધ્યેય

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
બજેટમાં સેમિકન્ડક્ટર માટે લાલ જાજમ, મિશન 2.0 વૈશ્વિક હબનો ધ્યેય 1 - image

- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા

- ઓઇલને બ્લેક ગોલ્ડ કહેવાય છે એમ ચિપ્સને ડિજીટલ ડાયમન્ડ કહે છે

- 15 જેટલી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સેમિ કન્ડક્ટર ટેકનોલોજી સાથે કામ કરી શકે એવા ૬૭,૦૦૦ જેટલા સ્ટુડન્ટને તાલીમ અપાઇ રહી છે. ૨૪ જેટલા સ્ટાર્ટઅપ કામ કરી રહ્યા છે અને ૧૪ જેટલા સ્ટાર્ટ અપે તો ફંડ પણ મેળવી લીધું છે

- સેમિકન્ડક્ટર ક્ષેત્રના માર્કેટ પર તાઇવાન, જાપાન, ચીન અને અમેરિકા પ્રભુત્વ ધરાવે છે. ભારત ઉપરોક્ત દેશો પાસેથી ઇન્ડીગ્રેટેડ સરકીટ્સ,મેમરી ચિપ્સ અને એમ્પલીફાયર્સની આયાત કરે છે. તે પાકી ચીનમાંથી એક તૃતીયાંશ જેટલી ચિપ્સ મંગાવાય છે

- બજેટમાં નાણાપ્રધાને ૪૦,૦૦૦ કરોડ જેટલી જંગી ફાળવણી કરીને સેમિ કન્ડક્ટર ક્ષેત્રનું મહત્વ સમજાવી દીધું છે. ભારત વિશ્વની સેમિ કન્ડક્ટર કંપનીઓ સાથે હાથ મિલાવીને પ્રસરી શકે તે માટે પણ વિવિધ સ્કીમો સરકારે મુકી છે

રવિવારે નાણા પ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટમાં સેમી કન્ડકટર ઉદ્યોગ માટે પાથરેલી લાલજાજમે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ઓઇલને બ્લેક ગોલ્ડ કહેવાય છે એમ ચીપ્સને ડિજીટલ ડાયમન્ડ કહે છે.  સેમી કન્ડક્ટરની રેસમાં ભારત પાછા રહેવા નથી માંગતું. ભારતમાં સેમી કન્ડક્ટરનું માર્કેટ વધી રહ્યું છે. સ્માર્ટફોન, ઓટોમેટીવ, ઇલેકટ્રોનિક્સ અને અન્ય ક્ષેત્રોમાં  ભારત સેમીકન્ડક્ટર ક્ષેત્રે પાયામાંથી મજબૂતી ઉભી કરવાના પ્રયાસના એક ભાગ રૂપે સરકાર પ્રોત્સાહન પુરૂં પાડી રહી છે.

 બજેટમાં નાણાપ્રધાને ૪૦,૦૦૦ કરોડ જેટલી જંગી ફાળવણી કરીને સેમી કન્ડક્ટર ક્ષેત્રનું મહત્વ સમજાવી દીધું છે. ભારત વિશ્વની સેમી કન્ડક્ટર કંપનીઓ સાથે હાથ મિલાવીને પ્રસરી શકે તે માટે પણ વિવિધ સ્કીમો સરકારે મુકી છે. 

વિશ્વનું સેમિકન્ડક્ટરનું માર્કેટ ૬૦૦ અબજ ડોલર પર પહોંચ્યું છે. આગામી વર્ષોમાં તે એક ટ્રિલીયન ડોલરને વટાવશે. આ એક ટ્રિલીયન ડોલરમાં ભારતનો ફાળો પણ નોંધપાત્ર હશે એમ મનાય છે.

ભારતનો પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ  ૨૦૨૪માં એપ્રૂવ કરાયો હતો ત્યારબાદ ૨૦૨૫માં પાંચ વધારાના પ્રોજેક્ટ પાસ કરાયા હતા. નવા ૧૦ સેમિ કન્ડક્ટર પ્રોજેક્ટ પાઇપ લાઇનમાં છે.જેમાં ૧૮ અબજ ડોલર જેટલું રોકાણ કરાયું છે. આવા પ્રોજેક્ટ માટે સીંગલ વીંન્ડો સિસ્ટમ પણ શરૂ કરાઇ છે. ભારતમાં સેમિકન્ડક્ટર પાર્ક શરૂ કરવાનું પણ આયોજન છે.

 સેમી કન્ડક્ટર ચીપ માટે ભારતે આયાત પર નિર્ભર રહેવું પછાડે છે. ભારત આત્મ નિર્ભર બનવાનો ચીપીયો પઠાડે છે ત્યારે વિદેશના ઉત્પાદકો પર આધાર રાખવો પોષાય એમ નથી. એટલેજ સરકારે ચીપ્સના ઉત્પાદન માટે જોઇતી તમામ સવલતો ઉત્પાદકોને ઉપલબ્ધ કરી આપવાની તૈયારી બતાવી છે. સેમિકન્ડકટર માર્કેટ આયાત પર નિર્ભર રાખવાના બદલે સરકારે તેના ઉત્પાદન માટે છેલ્લા પાચ વર્ષથી કમર કસી છે. 

ભારતમાં સેમી કન્ડક્ટરનું માર્કેટ ઝડપભેર વિકસી રહ્યું છે. સરકારે તેના માટે વ્યૂહાત્મક રીતે દેશની ચીપ ઇકો સિસ્ટમ ઉભી કરવામાં સફળતા મેળવી છે. સેમી કન્ડકટર ક્ષેત્રે ડિઝાઇન, ફેબ્રીકેશન એસેમ્બલીંગ વગેરે પાયાની સિસ્ટમ પર ભાર મુકીને ભારત સેમિકન્ડક્ટર વૈશ્વિક હબ બનવા પ્રયાસ કરી રહ્યું છે.

 પહેલી મેઇડ ઇન ઇન્ડિયા ચીપ કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્નવે દેશ સમક્ષ મુકી હતી. ત્યારે તેમણે સેમિકન્ડક્ટરનું ઉત્પાદન ૩૦ ટકા જેટલું વધારવાની આશા વ્યક્ત કરી હતી. ત્યારે સેમિકોન ૨૦૨૫માં સેેમિકન્ડક્ટરના ઉત્પાદન માટે ૧૨ એમઓયુ પણ કર્યા હતા.

૩૧૫ જેટલી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સેમિ કન્ડક્ટર ટેકનોલોજી સાથે કામ કરી શકે એવા ૬૭,૦૦૦ જેટલા સ્ટુડન્ટને તાલિમ અપાઇ રહી છે. ૨૪ જેટલા સ્ટાર્ટઅપ કામ કરી રહ્યા છે અને ૧૪ જેટલા સ્ટાર્ટેઅપે તો ફંડ પણ મેળવી લીધું છે.

કેન્દ્રીય કેબીનેટે ઓડીસા,પંજાબ અને આન્દ્ર પ્રદેશમાં ચાર નવા સેમિ કન્ડકટર યુનિટ ઉભા કરવાને મંજૂરી આપી છે. સેમિકન્ડકટર મિશન હેઠળ સરકાર ૬ રાજ્યોમાં ૧૦ પ્રોજેક્ટ ઉભા કરવા માંગે છે. 

ભારતમાં સેમિ કન્ડકટરનું માર્કેટ ૨૦૨૪-૨૫માં ૫૨ અબજ અમેરિકી ડોલરનું હતું જે ૨૦૩૦ સુધીમાં ૧૦૩.૪અબજ ડોલરને વટાવી જવાની સંભાવના છે. જેનો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ(ભછય્ઇ)૧૩ ટકા જેટલો રહેશે એમ બજારના સૂત્રો જણાવે છે. મોબાઇલ હેન્ડ સેટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રીયલ એપ્લીકેશન્સ તેમજ ઇન્ડસ્ટ્રીયલ ઇલેકટ્રોનિક્સમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે.

સેમિકન્ડક્ટર ક્ષેત્રના માર્કેટ પર તાઇવાન, જાપાન, ચીન અને અમેરિકા પ્રભુત્વ ધરાવે છે.  ભારત ઉપરોક્ત દેશો પાસેથી ઇન્ડીગ્રેટેડ સરકીટ્સ,મેમરી ચીપ્સ અને અમ્પલીફાયર્સની આયાત કરે છે. તે પાકી ચીનમાંથી એક તૃતીયાંશ જેટલી ચીપ્સ મંગાવાય છે.

ભારત માટે સેમિ કન્ડક્ટર ક્ષેત્રે ગોલ્ડન તક એટલા માટે છે કે ફાઇવ જી સ્માર્ટફોનના વપરાશમાં ભારત વિશ્વમાં બીજા નંબરે આવે છે. ચીન ૩૨ ટકાનો હીસ્સો ધરાવે છે જ્યારે બીજા નંબરે રહેલું ભારત ૧૩ ટકાનો હીસ્સો ધરાવે છે. ભારતમાં મોબાઇલ, કોમ્પ્યુટર્સ અને ડિજીટલ ટેકનોલોજી તેમજ ફાઇવ જીના વધતા વપરાશે ભારતમાં ડિમાન્ડ ઉભી કરી છે. ભારતમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનો વધતો વપરાશ પણ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.

ભારતના સેમિ કંડક્ટર ક્ષેત્રની ઇકો સિસ્ટમ ઉભી કરવા વૈશ્વિક કંપનીઓની ટેકનીકલ સહાય તેમજ તેમની સાથે ભાગીદારી કરવી જરૂરી બની જાય છે.

ભારતની સેમિકનડક્ટર ઇકો સિસ્ટમ પ્રભાવી હશે તોજ તે ક્ષેત્રે નવા સંશોધનો શરૂ થઇ શકશે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનને (ૈંજીસ્) સમજવાની જરૂર છે.વિશ્વમાં ભારતની ઇલેકટ્રોનિક્સ વેલ્યુ ચેઇન ઉભી થાય તે માટે ૨૦૨૧માં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનને મંજૂરી આપવામાં આવી હતી. 

૨૦૨૧થી ભારતને સેમિકન્ડક્ટરનું હબ બનાવવા તૈયારી કરી હતી. મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આઇડયાને સફળ બનાવવા ઇલેકટ્રોનિક ઉધ્યોગોને રાહતો આપવી શરૂ કરાઇ હતી.

સેમિકન્ડક્ટર માટે વેફર ફેબ્રિકેશન યુનિટ ઉભા કરવા ૫૦ ટકા જેટલી રાહત આપવી શરૂ કરાઇ હતી. સેમિકન્ડક્ટરના ડિઝાઇન સ્ટાર્ટઅપ માટે ડિઝાઇન લીન્ક ઇન્સેન્ટીવ સ્કીમ પણ શરૂ કરાઇ હતી. એમએસએમઇ કંપનીઓ માટે ડેવલોપમેન્ટ સ્ટેજ પર ૧૫ કરોડ આપવાની સરકારે તૈયારી બતાવી હતી.

સેમિકોન ઇન્ડિયા ૨૦૨૫ના  ઉદ્ધાટન પ્રસંગે વડાપ્રધાને કહ્યું હતું કે વિશ્વ ભારત પર વિશ્વાસ મુકે છે અને ભારતની વાતોમાં રસ લે છે. ભારત સાથે સેમિકન્ડક્ટર યુનિટ વિકસાવવા વિશ્વના દેશો તૈયાર છે એમ કહીને તેમણે ચીપ્સને ડિજીટલ ડાયમન્ડ સાથે સરખાવી હતી. 

સેમિ કન્ડકટર કંપનીઓના સીઇઓને કરેલા સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે મારી જાપાનની મુલાકાત દરમ્યાન ટોકિયો ઇલેકટ્રોન ફેક્ટરીની મુલાકાત જાપાનના વડાપ્રધાનની હાજરીમાં લીધી હતી. તે ફેક્ટરીના સીઇઓ પણ પ્રેક્ષકોની વચ્ચે બેઠા છે. ૪૦થી ૫૦ દેશોના ટેકનીશ્યનો પણ હાજર છે. તે લોકો ભારતને સેમિ કન્ડક્ટરનું હબ બનવાના પ્રયાસને ટેકો આપવા તૈયાર છે. એકવાર વડાપ્રધાને પણ સેમિકન્ડક્ટર ઉધ્યોગ માટે કહ્યું હતું કે આપણે થોડા મોડા છીયે પરંતુ હવે આપણને કોઇ રોકી શકે એમ નથી

ભારતની નામાંકીત સેમિ કન્ડક્ટર કંપનીની યાદીમાં એચસીએલ ટેકનોલોજી (માર્કેટ કેપ ૪,૬૫,૪૦૧.૮૮), ભારત ઇલેકટ્રોનિક્સ (૩,૦૪,૦૫૦.૨૫), વેદલ (૨,૭૫,૭૦૧.૯૦) અને પોલિકેબ ઇન્ડિયા(૧,૦૧૮૬૦.૧૮) નો સમાવેશ થાય છે.