Get The App

કલિયુગનું કલ્પવૃક્ષ .

Updated: Jul 14th, 2025

GS TEAM

Google News
Google News
કલિયુગનું કલ્પવૃક્ષ                    . 1 - image


- કોર્પોરેટ પ્લસ -  ગણેશ દત્તા

- એક તો દશ મિનિટમાં ડિલીવરી અને બીજું એ કે જોઇએ તેટલું અને જોઇએ ત્યારે મળી રહે

- મહત્વની વાત એ છે કે પહેલાં ઇ કોમર્સ અને હવે ક્વિક કોમર્સે લોકોની પરંપરાગત ખરીદીના કોન્સેપ્ટ પર ફટકો માર્યો છે. ડિજીટલ યુગની સાથે જેમ યુપીઆઇ પેમેન્ટે ચમત્કાર સર્જ્યો છે અને દરેકને પોતાની સાથે જોતરી દીધા છે એમ ક્વિક કોમર્સ પણ ચમત્કાર કરી શકે છે. 

- મોટા શહેરો અને ટાઉનલેવલે જે સ્પીડથી ક્વિક કોમર્સનો ઉપયોગ થઇ રહ્યો છે તે જોતાં એમ કહી શકાય કે ૨૦૨૮ સુધીમાં તેનું માર્કેટ બે લાખ કરોડ રૂપિયાને વટાવી દેશે. ક્વિક કોમર્સના પગલે છૂટક રોજગારીમાં ઉછાળો આવશે.

ક્વિક કોમર્સ આજકાલ લોકોની ડેેલી લાઇફ સાથે વણાઇ ગયું છે. એક તો દશ મિનિટમાં ડિલીવરી અને બીજું એકે જોઇએ તેટલું અને જોઇએ ત્યારે મળી રહે. મહત્વની વાત એ છેકે પહેલાં ઇ કોમર્સ અને હવે ક્વિક કોમર્સે લોકોની પરંપરાગત ખરીદીના કોન્સેપ્ટ પર ફટકો માર્યો છે. ડિજીટલ યુગની સાથે જેમ યુપીઆઇ પેમેન્ટ ચમત્કાર સર્જ્યો છે અને દરેકને પોતાની સાથે જોતરી દીધા છે એમ ક્વિક કોમર્સ પણ ચમત્કાર કરી શકે છે. રોજીંદી જરૂરિયાતને ત્વરીત સંતોષતી ક્વિક કોમર્સ સિસ્ટમ બહુ ઉપયોગી બની રહી છે. મોડી રાત સુધી ફૂડ ડિલીવરી કંપનીઓની સાથે હવે ક્વિક કોમર્સની ડિલીવરી કરનારા જોવા મળે છે. જે રીતે ડિજીટલ પ્લેટફોર્મનો વિવિધ સ્તરે વ્યાપ વધી રહ્યો છે અને તેના પગલે ફાયનાન્સના કામો ખાસ કરીને બેંકીંગના કામો ઘર બેઠા થઇ રહ્યા છે તે જોતાં એમ લાગે છેકે નવી ટેકનોલોજી અપનાવવની ચાનક લોકોમાં વધી છે. લોકો ખાસ કરીને સિનિયર સિટીઝનો પણ મોબાઇલનો ઉપયોગ અસરકારક રીતે કરી રહ્યા છે. તેમના સંતાનો તેમને શીખવી રહ્યા છે કેમકે સિનીયરોનો ગ્રાસ્પીંગ (નવું ગ્રાહ્ય કરવાની ક્ષમતા) પાવર બહુ સારો છે. ક્વિક કોમર્સનો ઉપયોગ કરનારા  ઝડપી ડિલીવરીનો લાભ ઉઠાવતા જોઇને તેમની નજીક રહેતા લોકો પણ તેનો ઉપયોગ કરતા થઇ જાય છે. લોકો ઘરમાં વપરાતી સામાન્ય ચીજો જેવી કે દિવાસળીની પેટી  અને મીઠા-મરચાં જેવી ચીજો પણ મંગાવતા હોય છે.

રાત્રે ૧૨ વાગે કેળા ખાવાનું મન થાય તો આખા શહેરમાં ભલે તે ના મળે પરંતુ  ક્વિક કોમર્સ તમને બજાર ભાવે કેળા ઘેર પહોંચતા કરે છે. ક્વિક કોમર્સ છૂટક કામ કરતા લોકોને રોજગારી આપશે. ગીગ વર્કરમાં વ્હાઇટ કોલર ગીગની ડિમાન્ડ પણ વધી છે જેમાં પાર્ટ ટાઇમ ેએકાઉન્ટ લખવું, સ્ટોર કીપર વગેરેનો સમાવેશ થાય છે. ડિજીટલ પ્લેટફોર્મે ગીગ વર્કર્સની ડિમાન્ડ ઉભી કરી છે. 

ક્વિક કોમર્સે લોકોનું જીવન આસાન બનાવી દીધું છે. આખા દિવસમાં તમે માંગો એવી રોજીંદા વપરાશની ચીજો માત્ર દશ મિનિટમાં ઘેર બેઠા મળી શકે તે કોઇએ વિચાર્યું પણ નહોતું. કોરોના કાળ વખતે ક્વિક કોમર્સનો ઉપયોગ મોટા પાયે કર્યા પછી લોકોને હવે તની ટેવ પડી ગઇ છે. સ્થાનિક કરિયાણાની દુકાનો રાત્રે ૮ વાગ્યા પછી બંધ થઇ જાય છે ત્યારે ક્વિક કોમર્સવાળા મોડી રાત સુધી ડિલીવરી કરતા હોય છે. 

ઓનલાઇન શોપિંગ પરથી લોકો સીધાજ ક્વિક શોપીંગ તરફ વળી ગયા છે. ઝડપથી માલની ડિવીવરી મળતી હોય તે કોને ના ગમે? લોકોને દુર ખરીદી કરવા જવાનું ફાવતું નથી. સિનીયર સિટીઝનો માટે બહુ દુર ખરીદી કરવા જવું મુશ્કેલ તેમજ જોખમી હોઇ તેમના સંતાનો મોબાઇલમાં એપ ડાઉનલોડ કરીને ઓર્ડર આપતા શીખવાડી દે છે.

ઘરબેઠા જોઇતી ચીજો કોને ના ગમે? મોટા ભાગના પરિવારોમાં આર્થિક તંત્ર યુવા વર્ગ પાસે હોય છે. આ યુવા વર્ગ રોજીંદી વપરાશમાં આવતી ચીજો ઓનલાઇન ખરીદતા હતા પરંતુ હવે તેનું સ્થાન ક્વિક કોમર્સે લઇ લીધું છે.

એમેઝોને પણ ક્વિક કોમર્સમાં ઝૂકાવતા સ્પર્ધા તીવ્ર બની રહી છે.

મોટા શહેરો અને ટાઉનલેવલે જે સ્પીડથી ક્વિક કોમર્સનો ઉપયોગ થઇ રહ્યો છે તે જોતાં એમ કહી શકાય કે ૨૦૨૮ સુધીમાં તેનું માર્કેટ બે લાખ કરોડ રૂપિયાને વટાવી દેશે. ક્વિક કોમર્સના પગલે છૂટક રોજગારીમાં ઉછાળો આવશે. ડિલીવરીના કામ માટે એવી કોઇ ખાસ શૈક્ષણિક લાયકાતની જરૂર પડતી નથી. તહેવારોની સિઝનમાં ક્વિક કોમર્સના ઓર્ડરોમાં ઉછાળો આવે છે ત્યારે વધુ ડિલીવરીમેનની જરૂર પડે છે.

૨૦૨૫ની શરૂઆતના આંકડા અનુસાર ભારતમાં ૧.૧૨ અબજ મોબાઇલ કનેક્શનો છે. હવે તો ગ્રામ્ય વિસ્તારોમાં સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો છે. મોબાઇલનો ઉપયોગ ફોન કરવા ઉપરાંત ડિજીટલ ટ્રાન્ઝેકશન, સોશ્યલ નેટવર્ક, ઇ કોમર્સ, ક્વિક કોમર્સ વગેરેમાં વધ્યો છે. મૂળવાત એ છેકે લોકો ડિજીટલનો વધુ ઉપયોગ કરતા થયા છે. જ્યારે  ઇ કોમર્સ શરૂ થયું ત્યારે લોકોને શંકા હતીકે આ સિસ્ટમ લોકો નહીં સ્વિકારે પરંતુ લોકોએ તેને ગળે વળગાડીને આવકારી હતી એવું જ ક્વિક કોમર્સમાં થયું છે. ઇ કોમર્સની સફળતાના પગલે સ્થાનિક કરિયાણાની દુકાનોને ફટકો વાગવો શરૂ થયો હતો. કેટલીક કરિયાણાની દુકાનો એપડેટ થઇ હતી અને મફત હોમ ડિલીવરી જેવી વ્યવસ્થા ઉભી કરી શકી હતી. આ દુકાનોએ ઇકોમર્સનો સામનો કરવા દુકાનના મીની શોપીંગ મોલમાં ફેરવી દીધી હતી.

જોકે ક્વિક કોમર્સના સપાટામાં ટકી રહેવા કરિયાણાની દુકાનોએ નવા આઇડયા અપનાવવા પડશે. ક્વિક કોમર્સનો ઉપયોગ જેમ જેમ વધુ થશે એમ એમ કરિયાણાની દુકાનો સામે જોખમ વધતું જશે તે નિશ્ચિત છે.

ક્વિક કોમર્સ શરૂઆતમાં ક્યૂ કોમર્સ તરીકે ઓળખાતું હતું. ૧૦ મિનિટમાં ડિલીવરીનો કોન્સેપ્ટ ભારતમાં શક્ય નથી અને લોકો પરંપરાગત ખરીદીથી ટેવાયેલા હોઇ કરિયાણાની દુકાનને છોડી શકે એમ નથી એમ કહેવાતું હતું.

જોકે કોઇએ કલપ્યું પણ ના હોય એ રીતે ખરીદી કરવાની સિસ્ટમ બદલાઇ રહી છે. ક્વિક કોમર્સનો લોકોએ અપાનવી લીધું છે.  લોકો ઘેર પહોંચતા પહેલાં ક્વિક કોમર્સને એપ ખોલીને ઓર્ડર આપી દે છે. જેમાં શાકભાજીથી માંડીને કરિયાણાની ચીજો આવી જાય છે. શરૂઆતમાં ૧૦ મિનિટમાં ફૂડ ડિલીવરી કરાતી હતી.

હવે તો કરિયાણાની ચીજો પણ ૧૦ મિનિટમાં મળતી થઇ ગઇ છે. ખરેખર ક્વિક કોમર્સ ક્લ્પવૃક્ષ સમાન બની ગયું છે. પ્રાચીન શાસ્ત્રોમાં આવતી કલ્પવૃક્ષની વાતોમાં તે વૃક્ષની નીચે ઉભા રહીને તમે જે માંગો તે ઇચ્છા પુરી થતી હતી. આજના કલિયુગમાં ક્વિક કોમર્સ કલ્પવૃક્ષ સમાન સાહિત થઇ રહ્યું છે. તેના પર જે મંગાવીએ તે દશ મિનિટમાં મળે છે.

કલિયુગનું કલ્પવૃક્ષ                    . 2 - image

ક્વિક કોમર્સના લાભ - ગેરલાભ

ક્વિક કોમર્સ ના લાભ અને ગેરલાભ જાણવા જરૂરી છે.

ક્વિક કોમર્સના લાભ

ક્વિક કોમર્સના અનેક લાભ છે. લોકોની તાત્કાલીક જરૂરીયાતને આ સિસ્ટમ સંતોષે છે.

ઘરબેઠા જોઇતી ચીજો કોને ના ગમે? મોટા ભાગના પરિવારોમાં આર્થિક તંત્ર યુવા વર્ગ પાસે હોય છે. આ યુવા વર્ગ રોજીંદી વપરાશમાં આવતી ચીજો ઓનલાઇન ખરીદતા હતા.


Tags :