Get The App

સોનાના વરખ વાળો, ચાંદીની ચમકવાળો ઝગમગ દિવાળી બિઝનેસ સેન્સેક્સ, ક્રિપ્ટો, ઓટોમાં તેજીનો ઉછાળો

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
સોનાના વરખ વાળો, ચાંદીની ચમકવાળો ઝગમગ દિવાળી બિઝનેસ સેન્સેક્સ, ક્રિપ્ટો, ઓટોમાં તેજીનો ઉછાળો 1 - image

- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા

- નવરાત્રીના દિવસોમાં દર છ મિનિટે એક કરોડની મર્સિડીઝ વેચાઈ હતી

- ટેરિફ લદાયા પછી ૧૮,૦૦૦ કરોડનું વિદેશી રોકાણ પાછું ખેંચાયું ત્યારે એમ લાગતું હતું કે શેર બજાર મંદીમાં ઘેરાઇ જશે અને ધડામ દઇને નીચે પટકાશે પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે સ્થાનિક રોકાણ કારોેએ બાજી સંભાળી લીધી હતી

- અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે ટેેરિફનું શસ્ત્ર ઉગામ્યું ત્યારે એમ લાગતું હતું કે ભારતમાં મંદીનું મોજું ફરી વળશે અને લોકો પણ હતાશ બની જશે પરંતુ ટ્રમ્પે નાખેલા પત્તાં ઉંધા પડયા હતા અને ભારતમાં ઝગમગ દિવાળી જોવા મળી રહી છે.

દિવાળીના તહેવારોનો માહોલ શરૂ થઇ ગયો છે. સોના-ચાંદીના ભાવો વાંચીને આસાનીથી સમજી શકાય કે દિવાળી સોના મઢી અને ચાંદીની ચમક સાથે ચમકી રહી છે. તેમજ સેન્સેકસમાં છેલ્લા અઠવાડીયાથી સતત વધારો અને ક્રિપ્ટો કરંસીમાં આવેલા ઉછાળાના પગલે દિવાળી ઝગમગી રહી છે. નવરાત્રીના દિવસોમાં દર છમિનિટે એક મર્સિડીઝ બેન્ઝ વેચાઇ હતી. ભૂતકાળની કોઇ દિવાળીમાં આટલી મોટી સંખ્યામાં મસરીડીઝ વેચાઇ નથી.  અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે ટેેરિફનું શસ્ત્ર ઉગામ્યું ત્યારે એમ લાગતું હતું કે ભારતમાં મંદીનું મોજું ફરી વળશે અને લોકો પણ હતાશ બની જશે પરંતુ ટ્રમ્પે નાખેલા પત્તાં ઉંધા પડયા હતા અને ભારતમાં ઝગમગ દિવાળી જોવા મળી રહી છે.સોનાના વરખ વાળો, ચાંદીની ચમકવાળો ઝગમગ દિવાળી બિઝનેસ સેન્સેક્સ, ક્રિપ્ટો, ઓટોમાં તેજીનો ઉછાળો 2 - image

  દિવાળીના તહેવારોમાં લોકોની ખરીદ શક્તિ વધે છે જેનો સૌથી વધુ લાભ ઇ કોમર્સ ચલાવતી કંપનીઓ લેતી હોય છે. દિવાળીના તહેવારોમાં લોકોને સમયસર બોનસ મળતાં બજારોમાં ખરીદી કરતા લોકો મોટી સંખ્યામાં જોવા મળે છે. દિવાળીના તહેવારોમાં સામાન્ય રીતે ખરીદારી વધતી હોય છે પરંતુ આ વખતે ૨૦૨૫ની દિવાળીમાં લોકોની ખરીદ શક્તિમાં વધારો જોવા મળી રહ્યો છે. ચાંદીના કિલોના દોઢ લાખ રૂપિયે બોલાય અને સોનું પણ લાખરૂપિયાને વટાવે ત્યારે મધ્યમ વર્ગની આંખો પહોળી થઇ જાય તે સ્વભાવિક બને છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષમાં સરકારે આપેલી રાહતની સીધી દિવાળીના તહેવારોની ખરીદી પર પડી છે. રોજીંદી ચીજોના ભાવ ઘટશે એમ સરકાર માનતી હતી. જ્યારે સરકારના જીએસટી કેટેગરી બદલવાના પગલાંની અસર રોજીંદી ચીજોના ભાવો પર પડી ત્યારે લોકોએ પણ ભાવ ઘટાડો અનુભવ્યો હતો. મેઇનમાં ઉમેરો...અમેરિકા અને ચીન વચ્ચેની ટેરિફ વેારનો લાભ પણ ભારતના મળવાના સંકેત છે.

ઉપરોક્ત ચારેય મુદ્દાના ભાવ ઘેર ઘેર ચર્ચાઇ રહ્યા છે. દરેક માને છે કે જો સોના-ચાંદીમાં રોકાણ કર્યું હોત તો આપણી સંપત્તિમાં બેઠા બેઠા વધારો થયો હતો. એક પણ મુદ્દો એવો નથી કે જેમાં તેની કિંમત ઓછી થઇ હોય. ૨૦૨૪ની દિવાળીથી ૨૦૨૫ની દિવાળી સુધીનો ગાળો રાજકીય રીતે વિવાદો વાળો, યુધ્ધ ક્ષેત્રે લોહીયાળ ભલે રહ્યો હોય પરંતુ આર્થિક ક્ષેત્રે ભારતે તેજીનો ટ્રેક પકડી રાખ્યો છે.

  સોના ચાંદીના ભાવોમાં ક્લ્પી ના શકાય તેવા ઉછાળાએ લોકોના મનમાં રહેલો સંભવિત મંદીનો ડર કાઢી નાખ્યો છે. હાઇનેટવર્થ ધરાવતા લોકોની ખરીદ શક્તિ વધી છે એવું નથી પણ સામાન્ય મધ્યમ વર્ગ પણ હાથ છૂટો રાખીને ખરીદી કરી રહ્યો છે.

   આર્થિક સદ્ધરતાના કારણે અન્ય નાના મોટા નેગેટીવ પરિબળેા અસર ભારતના અર્થતંત્રને અસર કરી શક્યા નહોતા. સરકારના કેટલાક નિર્ણયો ખાસ કરીને જીએસટીના સ્લેબ બદલીને સરકારે રોજીંદી ચીજોમાં ભાવ ઘટાડો કરી બતાવ્યો હતો.

   હાઇ નેટવર્થ ધરાવતા લોકો અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો ૨૦૨૫ની દિવાળીની ખરીદીમાં લકઝરી કારની ખરીદી તરફ વળ્યા હતા. ૨૦૨૫ના પહેલા છ મહિનામાં ૯૩૫૭ લકઝરી કાર મર્સીડીસ વેચાઇ તે બતાવે છેકે કાર ખરીદીમાં તેજી શરૂ થઇ છે. પહેલાં લકઝરી કાર પર કુલ ૫૦ ટકા જેટલો ટેક્ષ લાગતો હતો પરંતુ ૨૨ સપ્ટેમ્બરે જીએસટીમાં સુધારણા બાદ લકઝરી કારની કિંમતમાં ૮થી ૧૦ લાખનો ઘટાડો થયો હતો. 

 વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે નવરાત્રીના દિવસોમાં દર છ મિનિટે એક કરોડ રૂપિયાની કિંમતની મર્સીડીસ વેચાઇ હતી. નવરાત્રીના નવ દિવસોમાં ૨૫૦૦ લકઝરી કાર વેચાઇ હતી. ૨૦૨૪ની દિવાળીની સરખામણીમાં આ વેચાણ ૩૬ ટકા વધારે હતું.

  દિવાળીના દિવસોમાંના મીની વેકેશન દરમ્યાન લોકો બહાર ટુર પર જશે. દરેકે ત્રણ મહિના આગાઉથી પ્લાનીંગ કરેલું હોય છે. જે ગામ કે ધાર્મિક સ્થળે ટુરીસ્ટ જશે ત્યાંનું આર્થિક તંત્ર મજબૂત બનશે. ગામડાના વિકાસના પાયામાં મજબૂત આર્થિક તંત્ર રહેલું હોય છે. ગામડાના લોકો અને ત્યાંના નાના બિઝનેસ કરતા લોકોને કમાવવાની તક ઉભી થાય છે.

૨૦૨૫ની દિવાળી બિઝનેસના નવા રેકોર્ડ સર્જી શકે છે.  ઇ કોમર્સ પર શરૂ થયેલા ફેસ્ટીવલ સેલના પહેલા અઠવાડીયામાંજ ૬૦,૭૦૦ કરોડ રૂપિયાનું સેલ નોંધાયું હતું. આ સેલ ૨૨ સપ્ટેમ્બરે શરૂ થયું હતું. ગઇ દિવાળી કરતાં આ સેલમાં ૨૭ ટકા જેટલો વધારો થયો હતો. જીએસટીની કેટેગરી પછી ભાવોમાં થયેવા ફેરફાર વાળી ચીજો ઇ કોમર્સ પર જોવા મળે છે. દિવાળીના તહેવારો પુરા થશે ત્યાં સુધીમાં ઓનલાઇન વેચાણ ૧.૨ લાખ કરોડને આંબી જવાની સંભાવના છે.

   એક તરફ ઓનલાઇન ખરીદીનો ટ્રેન્ડ હવે કાયમી બનતો જાય છે ત્યારે નવી પેઢી તેના પર આધારીત ખરીદી કરતી જોવા મળે છે. ઓનલાનિ ખરીદી કરનારામાં માત્ર પૈસાદાર વર્ગ હોય છે એવું નથી મધ્યમ વર્ગ પણ તેનો ઉપયોગ કરતા થઇ જાય છે. રોજીંદા વપરાશમાં આવતી ચીજોને લોકો બ્લિનકીટ કે ઝેપ્ટો કે સ્વિગી પરથી મંગાવતા થઇ ગયા છે. સ્માર્ટફોનનો ઉપયોગ જેટલો સોશ્યલ નેટવર્કમાં થાય છે એટલોજ ઇકોમર્સ માટે થઇ રહ્યો છે.

ક્વિક કોમર્સ પણ ઇ કોમર્સ કરતાં આગળ નીકળવાની નવી સ્કીમો લાવી રહ્યું છે. દિવાળીના તહેવારોમાં ઓનલાઇન સૌથી વધુ વેચાતી ચીજોમાં ટોપમાં સ્માર્ટફોન, હોમ એપ્લાયન્સીસ, કૃત્રિમ ડાયમન્ડ, તૈયાર કપડાં વગેરેનો સમાવેશ થાય છે.   ઇકોમર્સ પરના મોટા પ્લેટફોર્મ જેવાંકે ફ્લિપકાર્ટ, એમેઝોને પણ કહ્યું છે કે વર્તમાન દિવાળીમાં ઓનલાઇન વેચાણમાં રોનક નજરે પડે છે. અહીં દરેક ક્ષેત્રમાં તેજીના સંકેતનો સમાવેશ કરાયો છે. 

- અમેરિકા અને ચીન વચ્ચે ભભૂકી ઉઠેલી ટેરિફ વોર ભારત માટે શુકનવંતી બનશે કે બજારો તોડનારી બનશે?

   દિવાળી પહેલાંજ અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફના મુદ્દે ફટાકડા ફૂટવા શરૂ થયા છે. જાણકારો માને છે કે આ બે હાથીઓ લડશે તો ભારતને સીધો લાભ થઇ શકે છે. અમેરિકાના લોકો ચીનના સામાનના વિક્લ્પ તરાકે ભારતની ચીજો પર પસંદગી ઉતારી શકે છે.૨૦૨૪-૨૫માં ભારતે અમેરિકામાં ૮૬ અબજ અમેરિકી ડોલરનું એક્સપોર્ટ કર્યું હતું. જેના કારણે ભારતા ટેક્સટાઇલ, રમકડાં અને ઇલેકટ્રોનિક ચીજોનું વેચાણ વધી શકે છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટના પ્રમુખે જણાવ્યું હતું કે અમેેરિકા-ચીન વચ્ચેના ટેરિફ વિવાદના પગલે અમેરિકામાં ભારતની ચીજોની ડિમાન્ડ ઉભી થશે. અમેરિકા ચીનના સામાન પર નવેસરથી લાદેલા ટેરિફના કારણે ચીનની ચીજો અમેરિકામાં બહુ મોંધી બનશે અને ચીન સપ્લાય ઓછો કરશે એટલે લોકો વિકલ્પ શોધશે તે સ્વભાવિક છે. ટેક્સટાઇલ માર્કેટ પણ ચીન અને અમેરિકા વચ્ચેના ટેરિફ વિવાદથી થનારા લાભની સમિક્ષા કરી રહ્યું છે. રમકડા એક્સપોર્ટ કરનારા પણ પોતાનું એક્સપોર્ટ વધવાની સંભાવના જોઇ રહ્યા છે. ભારતની ચીજો પર પણ ટેરિફ લદાયેલી છે પરંતુ તે ચીનની ચીજો કરતાં ઓછી છે.

સોનાના વરખ વાળો, ચાંદીની ચમકવાળો ઝગમગ દિવાળી બિઝનેસ સેન્સેક્સ, ક્રિપ્ટો, ઓટોમાં તેજીનો ઉછાળો 3 - image

- સોનાના ચમકીલા ભાવ

સોનાનો ભાવ એક લાખ રૂપિયાને વટાવી ગયો ત્યારે દેશના આર્થિક તંત્રમાં તેને તેજીનો સંકેત કહ્યો હતો. ભારતના દરેક મધ્યમ વર્ગના ઘરોમાં સોનું ચાંદી જોવા મળે છે, તેની માત્રા વત્તી ઓછી હશે પરંતુ એક અ્હેવાલ અનુસાર ભારતના ઘરોમાં ત્રણ ટ્રિલિયન જેટલું સોનું છે. કોઇ ગૃહિણી સોનું વેચતી નથી. તેના માટે સોનું સંકટ સમયની સાંકળ છે. સંતાનોને ભણાવવા કે ઇમર્જન્સી સારવારના સમયે તે સોનું વેચીને કુટુંબની વહારે આવે છે. સોનાની ચમકે  દિવાળીના તહેવારોને ચમકાવી દીધા છે એમ કહી શકાય. સોનાના ભાવમાં સતત વધારો થશે એમ મનાઇ રહ્યું છે. અહીં મહત્વની વાત એ છે કે સોનું વેચવા કોઇ તૈયાર નથી. 

સોનાના વરખ વાળો, ચાંદીની ચમકવાળો ઝગમગ દિવાળી બિઝનેસ સેન્સેક્સ, ક્રિપ્ટો, ઓટોમાં તેજીનો ઉછાળો 4 - image

- ચાંદીમાં અકલ્પનીય ઉછાળો

  કોઇએ વિચાર્યું નહોતું કે ચાંદીના ભાવ દોઢ લાખ રૂપિયાને વટાવી જશે. શનિવારે જ્યારે આ લખાય છે ત્યારે ચાંદીનો ભાવ કિલોના એક લાખ પંચાવન હજાર રૂપિયા હતા. ચાંદીના ભાવ અને સોનાના ભાવ સમાંતર ચાલતા હોય એમ લાગે છે. આ બંને દરેકના ઘરમાં વત્તે ઓછે અંશેે મળી આવે છે. ચાંદીના ભાવમાં સામાન્ય વધારાની કોઇ નોંધ લેતું નહોતું પરંતુ ચાંદી જ્યારે એક લાખ ઉપર પહોંચી ત્યારે લોકો ચાંદીની ખરીદીમાં રસ લેતા થયા હતા. ગુજરાતમાં સોનાની ખરીદીનું જોર વધારે છે જ્યારે ઉત્તર પ્રદેશ સહીતના કેટલાક હિન્દીભાષી વિસ્તારોમાં ચાંદીનું ચલણ વધારે છે.

સોનાના વરખ વાળો, ચાંદીની ચમકવાળો ઝગમગ દિવાળી બિઝનેસ સેન્સેક્સ, ક્રિપ્ટો, ઓટોમાં તેજીનો ઉછાળો 5 - image

-સેન્સેક્સ ..નવી ઐતિહાસિક સપાટીએ

   શેરબજારમાં લોકોનો ભરોસો વધ્યો હોય એમ દેખાઇ આવે છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફનું શસ્ત્ર ઉગામ્યું ત્યારે શેરબજારમાંનું વિદેશી રોકાણ પાછું ખેંચાવા લાગ્યું હતું. ટેરિફ લદાયા પછી ૧૮,૦૦૦ કરોડનું વિદેશી રોકાણ પાછું ખેંચાયું ત્યારે એમ લાગતું હતું કે શેર બજાર મંદીમાં ઘેરાઇ જશે અને ધડામ દઇને નીચે પટકાશે પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે સ્થાનીક રોકાણ કારોેએ બાજી સંભાળી લીધી હતી. સૌથી વધુ સેન્સેક્સ ૮૫,૯૭૮ નોંધાયો છે. ત્યાં પહોંચવામાં ૩૪૭૮ પોઇન્ટ ખૂટે છે. જો બજાર આમજ ચાલશે તો જાન્યુઆરી આવતાંજ તે સૌથી વધુ પોઇન્ટ મેળવી લેશે.

સોનાના વરખ વાળો, ચાંદીની ચમકવાળો ઝગમગ દિવાળી બિઝનેસ સેન્સેક્સ, ક્રિપ્ટો, ઓટોમાં તેજીનો ઉછાળો 6 - image

- ક્રિપ્ટો કરંસી પણ ઉછાળા મારે છે

ક્રિપ્ટો કરંસીનો ભારતમાં પ્રતિબંધ છે. નાણા પ્રધાન નિર્મલા સીતારામન શરૂઆતથીજ તેનો વિરોધ કરી રહ્યા છે. સસ્તા ક્રિપ્ટો અપાવવાના નામે છેતરપીંડી પણ થાય છે.અમેરિકાના પ્રમુખ પદે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી ક્રિપ્ટો કરંસીને ચાંદી લાગી હતી.

 ક્રિપ્ટો લોબીના લોકો ટ્રમ્પ સાથે જોડાયેલા હતા. મધ્યમ વર્ગને ક્રિપ્ટોના ભાવ સાથે કોઇ નિસ્બત નથી પણ હાઇ નેટવર્થ ધરાવતા લોકોમાં ક્રિપ્ટોમાં વહિવટ સ્ટેટસ સિમ્બોલ બનતો જાય છે. આ લખાય છે ત્યારે એક  બિટકોઇનનો ભાવ ૧,૨૧,૦૦૦ રૂપિયા હતો.