Get The App

આઝાદીની લડત દરમ્યાન શરૂ થયેલી કંપનીઓને ૭૯મા સ્વાતંત્ર્ય દિવસની સેલ્યૂટ

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
આઝાદીની લડત દરમ્યાન શરૂ થયેલી કંપનીઓને ૭૯મા સ્વાતંત્ર્ય દિવસની સેલ્યૂટ 1 - image

- કોર્પોરેટ પ્લસ -  ગણેશ દત્તા

- ૧૮૬૫-અલ્હાબાદ બેંક, ૧૮૯૫-પંજાબ નેશનલ બેંક, ૧૯૦૬-બેંક ઓફ ઇન્ડિયા, ૧૯૦૮-બેંક ઓફ બરોડા

- મહારાજા સયાજીરાવ ગાયકવાડે બી.ડી.અમીન જેવા બિઝનેસ એક્સપર્ટને સાથે રાખીને ૧૯૦૭માં એલમ્બિકની શરૂઆત કરી હતી

- એશિયાનો પહેલો સંકલીત સ્ટીલ પ્લાંટ ૧૯૦૭માં જમશેદપુર ખાતે ઉભો કરાયો હતો. આઝાદી પહેલાં ટાટાના કારખાનામાં પાંચ વર્ષના આયોજન સાથે કામ શરૂ કરાયું હતું. કોલક્તાના હાવરા બ્રિજ,ભાખરા નાંગલ પ્રોજેક્ટ વગેરમાં સ્ટીલ સપ્લાય કરાયું હતું

આગામી શુક્રવારે આપણે ૭૯મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવીશું. ભારતની ૭૦ જેટલી કંપનીઓના મૂળીયાં આઝાદી પહેલાંના છે. કેટલીક કંપનીઓ અંગ્રેજોના શાસનકાળથી જોવા મળી છે અને આજે પણ તે કાર્યરત છે. તેમાંની કેટલીક કંપનીઓનો અહીં ઉલ્લેખ કરાયો છે. 

૧૮૫૩ઓટીસ એલીવેટર કંપની

અમેરિકાના સંશોધક એલીશ ગ્રેવ્સ ઓટીસે તેમની પહેલી લિફટ ૧૮૫૨માં શોધી હતી. ૧૮૭૦ના દાયકામાં તે યુરોપના બજારમાં પ્રવેશી હતી. ક્રેમલીન અને એફીલ ટાવરમાં પણ ઓટીસનો ઉપયોગ શરૂ કરાયો હતો.૧૯૦૦ના દાયકાની શરૂઆતમાં મૈસુર પેલેસ ખાતે તેનો ઉપયોગ શરૂ કરાયો હતો.

૧૮૬૩ બોમ્બે બરમાહ ટ્રેડીંગ કોર્પેરેશન લિમિટેડ

શરૂઆતમાં સામાન્ય ટ્રેડીંગ સાથે શરૂ કરાયેલી કંપનીએ ધીરે ધીરે એશિયાભરમાં ટ્રેડીંગ શરૂ કર્યું હતું.૧૯૧૩માં કંપનીએ ચાનું પ્લાન્ટેશન શરૂ કર્યું હતું. હાલમાં પણ કંપની આ બિઝનેસ સાથે જોડાયેલી છે. તે વાડિયા ગૃપની ટોપની કંપની છે.

૧૮૬૫ અલ્હાબાદ બેંક

૨૪ એપ્રિલ ૧૮૬૫ના રોજ ત્રણ યુરોપીયનોએ અલ્હાબાદ શહેરમાં શરૂ કરેલી બેંક ભારતની સૌથી જુની બેંક છે. બેંકની શરૂઆત અલ્હાબાદ ખાતેથી કરાઇ હોઇ તેનું નામ અલ્હાબાદ બેંક અપાયું હતું. ભારતના કોર્પોરેટ સર્કલની શરૂઆત સાથે તેનો વિકાસ થયો હતો. ૧૯૬૯માં ૧૪ બેંકોને રાષ્ટ્રીયકૃત જાહેર કરાઇ તેમાં તેને સમાવેશ કરાયો હતો.

૧૮૬૬ નેસ્લે

જર્મનીના હેન્રી નેસ્લે નામના ફાર્માસીસ્ટે ૧૮૬૬માં ફેરાઇન લેક્ટે એટલેકે અનાજ મિશ્રીત દૂધ. નાના બાળકો માટે સ્વિત્ઝર્લેન્ડમાં તેની શરૂઆત કરાયા પછી પહેલા વિશ્વયુધ્ધ વખતે કન્ડેસન્ડ મિલ્કની ડિમાન્ડ ઉભી થઇ હતી. નેસ્કોફી એ તો ડિપ્રેશનમાં રહેતા લોકોને બહુ કામમાં આવી હતી. આજે તે વિશ્વમાં સૌથી મોટી કહી શકાય એવી ફૂડ એન્ડ બેવરેજ કંપની છે.

૧૮૯૨ બ્રિટાનીયા ઇન્ડસ્ટ્રી લિમીટેડ

તે સમયના માત્ર રૂપિયા ૨૯૫થી બ્રિટીશ ઓફિસરોના નાસ્તા માટે શરૂ કરાયેલી કંપની ૧૯૧૦ સુધીમાં વેપારી ધોરણે કામ કરતી બની ગઇ હતી. ૧૯૨૧માં તેણે ઇન્ડસ્ટ્રીલ ઓવન વસાવીને ઉત્પાદન વધાર્યું હતું.૧૯૫૪માં ઉત્તમ ગુણવત્તાવાળી સ્લાઇસ બ્રેડ બનાવી હતી. ૨૦૦૦ના વર્ષમાં ફોર્બ્સની વિશ્વની નાની ૩૦૦ કંપનીઓમાં તેનો સમાવેશ કરાયો હતો.

૧૮૯૫ પંજાબ નેશનલ બેંક

લાલા લજપતરાય અને ઇ. સી. જેસ્વાલ જેવા દૂરંદેશી દેશભક્તોએ ૧૮૯૫માં લાહોર ખાતે પંજાબ નેશનલ બેંકની શરૂઆત કરાઇ હતી. ત્યારે એવી લાગણી બતાવાઇ હતી કે ભારતના ભંડોળથી અંગે્રજી બેંક અને કંપની ચલાવી શકે છે તેવું બતાવી આપવું હતું. પીએનબી ભારતની પહેલી એવી બેંક હતી કે જેણે ૧૯૪૪માં ટેલર સિસ્ટમ ચાલુ કરી હતી.

૧૮૯૭ સેન્ચ્યુરી ટેક્સટાઇલ એન્ડ ઇન્ડસ્ટ્રી લિમિટેડ

સેન્ચ્યુરી ટેક્ષટાઇલ ૧૮૯૭માં બનેલી પબ્લીક લિમિટેડ કંપની હતી. ૧૯૫૧ સુધી તેનું માત્ર એક ટેક્ષટાઇલ યુનિટ હતું. ત્યારબાદ યાર્ન,ડેનીમ અને પ્લપ તેમજ પેપર ઉદ્યોગમાં કંપનીએ નોંધપાત્ર પ્રગતિ કરી હતી. ૨૦૧૬માં તેને આઇએમસી રામકૃષ્ણ બજાજ નેશનલ ક્વોલીટી બેસ્ટ પ્રેકટીસ એવોર્ડ મળ્યો હતો.

૧૮૯૭

ગોદરેજ : બોયસ મેન્યુ. કું. લિમિટેડ

અરદેશીર ગોદરેજે ૧૮૯૭માં સલામતીના એક સાધન તરીકે તાળા બનાવવાનું શરૂ કર્યું હતું.. ૧૯૧૮માં કંપનીએ વિશ્વમાં પ્રથમ એવો વેજીટેબલ ઓઇલમાંથી બનેલો સાબુ છાવી બજારમાં મુક્યો હતો. ૧૯૫૧ની ભારતના પહેલા જનરલ ઇલેક્શનમાં મતપેટીઓ બનાવવાનો પ્રોજ્કેટ હાથમાં લીધો હતો.

૧૮૯૯ કોલક્તા ઇલેક્ટ્રીસીટી સપ્લાય કોર્પોરેશન 

આ કંપની હાલમાં ભઈજીભ નગ તરીકે ઓળખાય છે. અંગ્રેજોના શાસન દરમ્યાન આધુનિક ભારત બનાવવાના હેતુ સાથે કંપની શરૂ કરાઇ.૧૯૧૧ સુધી કલકત્તા બ્રિટીશ કેપીટલ હતું. અંગ્રેજોના ધ્યાનમાં આવે એટલે કંપની કલકત્તા ખાતે( હાલનું કોલકત્તા) શરૂ કરાઇ હતી. ત્યારે કોલક્તા દેશનું પહેલું એવું શહેર હન્યું હતું કે જેમાં બધેજ ઇલેક્ટ્રીસીટી પહોંચી હતી.

૧૯૦૨ શાલિમાર પેઇન્ટ કલર : વાર્નિશ કંપની

એ.એન ટર્નર અને એ.એન.રાઇટે હાવરા ખાતે ઉભી કરેલી કંપની શાલિમાર પેઇન્ટ કલર એન્ડ વાર્નિશ કંપની હવે શાલિમાર પેઇન્ટ્સ લિમિટેડના નામે ઓળખાય છે.વિમાનના કોટીંગ,મરાઇન પેઇન્ટ્સ, લિમિટેડના નામે ઓળખાય છે.થર્મલ પાવરના પેઇન્ટીંગ માં કંપનીએ ઇનોવેશન કર્યા હતા. રાષ્ટ્રપતિ ભવન, હાવરા બ્રિજ વગેરેનું શાલિમાર પેઇન્ટસ વાપરે છે.

૧૯૦૩ ઇન્ડિયન હોટલ કંપની લિમિટેડ

જમશેદજી ટાટાએ ૧૯૦૩માં પોતાના અન્ય પ્રોજેક્ટમાં ઇન્ડિયન હોટલ્સ કંપનીનેા સમાવેશ કર્યો હતો. ભારતના બિઝનેસ ગૃહ દ્વારા મુંબઇ ખાતે તાજ મહેલ પેલેસ શરૂ કરાઇ હતી.

જાણકારો કહે છે કે ટાટા ભારતીયો માટે યુરોપીયન ધારા ધોરણો હેઠળ ચાલતી હોટલ બનાવવા માંગતા હતા કેમકે ત્યારે મુંબઇની તે સમયની વોટ્સન હોટલમાં ભારતીઓ સાથે રંગભેદનો ભોગ બનતા હતા.

તાજ મહેલ પેલેસ ઉભું કરવાનું અન્ય  એક કારણ એ પણ હતું કે વિશ્વભરના ટોચના લોકોને ટાટા આમંત્રવા માંગતા હતા અને તે રીતે મુબંઇની ઇમેજ વધારવા માંગતા હતા.

૧૯૦૪ કુંબાકોનમ બેંક લિમિટેડ

હાલમાં જે યુનિયન બેંક તરીકે ઓળખાય છે તેના મૂળ ૩૧ ઓક્ટોબર  ૧૯૦૪માં નખાયા હતા. ત્યારે તે બેંક કુંબકોમન તરાકે ઓળખાતી હતી. શરૂઆતમાં તે પ્રાદેશિક સ્તરે કામ કરતી હતી પરંતુ પછી ૧૯૩૦માં તેનું વિસ્તરણ કરાયું હતું. ૧૯૮૭માં તેનું નામ યુનિયન બેંક કરાયું હતું.

૧૯૦૫ ફોનિક્સ બેંક

રુઇયા બિઝનેસ ફેમિલીના વડા રામનારાયણ રુઇયાએ ૧૯૦૫માં ફોનિક્સ સહીત અન્ય બે મીલો  હસ્તગત કરીને પોતાનો ટેક્ષટાઇલ બિઝનેસ શરૂ કર્યો હતો. કંપની ૧૯૫૯માં બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લીસ્ટેડ થઇ હતી અને ૧૯૮૭માં રાયલ એસ્ટેટ ક્ષેત્રે પ્રવેશી હતી.ભારતનું પહેલું હાયપર માર્કેટ કંપનીએ મુંબઇમાં શરૂ કર્યું હતું ૨૦૦૧માં ત્યાં બિગ બજાર શરૂ કરાયું હતું.

૧૯૦૬ કેનેરા બેંક કોર્પોરેશન(ઉડીપી) લિમિટેડ

હવે તે કોર્પોરેશન બેંક તરીકે ઓળખાય છે.૧૯૮૦માં તેનું રાષ્ટ્રીયકરણ થયું હતું. કેપીટલ માર્કેટમાં પ્રવેશનાર તે બીજી પબ્લીક સેક્ટર બેંક બની હતી. ૧૯૯૭માં તેનો આઇપીઓ ૧૩ ગણો ભરાયો હતો.

૧૯૦૬ કેનેરા બેંક હિન્દુ પરમેનન્ટ ફંડ 

દાનવીર અમ્મેમ્બલ સુબ્બોરાવ પાઇએ ૧૯૦૬માં કેનેરા બેંકની સ્થાપના કરી હતી. ત્યારે નામ કેનેરા બેંક હિન્દુ પરમેનન્ટ ફંડ હતું. રાષ્ટ્રીય કરણ બાદ ૧૯૬૯માં તેનું નામ બદલીને કેનેરા બેંક કરાયું હતું. બેંકો વિદેશમાં તેની પહેલી બ્રાન્ચ ૧૯૯૩માં લંડન ખાતે શરૂ કરી હતી. ૨૦૦૨-૦૩માં તે પબ્લીક સેક્ટર બેંક બની હતી.

૧૯૦૬ બેંક ઓફ ઇન્ડિયા

રતનજી દાદભોય ટાટા સહીતના મુંબઇના કેટલાક નાંમકીત બિઝનેસ ગૃપે બેંક ઓફ ઇન્ડિયા શરૂ કરી હતી.જુલાઇ ૧૯૬૯ સુધી તો પ્રાઇવેટ ખાનગી કંપનીની માલિકીની હતી. રાષ્ટ્રીયકૃત બેંકોમાં આ બેંક પહેલી એવી બેંક હતી કે જે સંપૂર્ણપણે કમ્પ્યુટર આધારીત હતી. ૧૯૮૯માં મુંબઇની મહાલક્ષ્મી બ્રાન્ચમાં દેશનું પહેલું એટીએમ મુકાયું હતું. 

૧૯૦૭ એલમ્બિક ફાર્માસ્યુટીકલ લિમિટેડ

મહારાજા સયાજીરાવ ગાયકવાડે બે નામાંકીત કેમીસ્ટ પ્રોફેસર ટી.કે.ગજ્જર અને કોટીભાષ્કર તેમજ બિડી અમીન જેવા બિઝનેસ એક્સપર્ટને સાથે રાખીને ૧૯૦૭માં એલમ્બિકની શરૂઆત કરી હતી. ફાર્માસ્યુટીકલ પ્રોડક્ટમાં વપરાતા કેમિકલ અને સ્પિરીટના ડીસ્ટીલેશનનું કામ શરૂ કર્યું હતું.

૧૯૦૭ ટાટા સ્ટીલ..

એશિયાનો પહેલો સંકલીત સ્ટીલ પ્લાંટ ૧૯૦૭માં જમશેદપુર ખાતે ૧૯૦૭માં  ઉભો કરાયો હતો. આઝાદી પહેલાં ટાટાના કારખાનામાં પાંચ વર્ષના આયોજન સાથે કામ શરૂ કરાયું હતું. કોલક્તાના હાવરા બ્રિજ,ભાખરા નાંગલ પ્રોજેક્ટ વગેરમાં સ્ટીલ સપ્લાય કરાયું હતું.

૧૯૦૮ બેંક ઓફ બરોડા

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ૧૯૦૮માં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી હતી. કેટલાક નામાંકીત લોકોએ તેમાં સહાય આપી હતી. ૧૯૬૯માં બેંક રાષ્ટ્રીયકૃત જાહેર કરાઇ હતી. ૧૯૫૩માં તેની પહેલી ઇન્ટરનેશનલ બ્રાન્ડ શરૂ કરાઇ હતી.૧૯૯૬માં તે સ્ટોક માર્કેટમાં આવી હતી. આ ઉપરાંત ૧૯૦૯માં સ્વાન એનર્જી,૧૯૧૦માં ઇમ્પીરીયલ ટોબેકો,૧૯૧૧માં ટીવીએસ, ૧૯૧૧માં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા,૧૯૧૫માં ટાટા હાઇડ્રોલીક પાવર, ૧૯૧૯માં બિરલા ગૃપ, ૧૯૨૧ માં ઇન્ગરસોલ રેન્ડ, ૧૯૨૪માં ગ્લેક્સો સ્મિથ ,૧૯૨૪માં કર્ણાટક બેંક, ૧૯૨૫માં રેમન્ડ, ૧૯૨૫માં કેનેરા ઇન્ડસ્ટ્રીયલ બેંક એન્ડ બેંકીંગ સિન્ડીકેટ, ૧૯૨૬માં લક્ષ્મી વિલાસ બેંક, ૧૯૩૧માં અરવિંદ લિમિટેડ,૧૯૩૧માં બાટા, ૧૯૩૧માં વિજ્યા બેંક, ૧૯૩૭માં કોલગેટ પામોલીવ, ૧૯૩૭માં ટાટા ઇન્વેસ્ટમેન્ટ, ૧૯૩૭માં ઇન્ડિયન ઓવરસીઝ બેંક,૧૯૩૮માં દેના બેંક,૧૯૪૩માં ટાટા કોફી, ૧૯૪૪માં બજાજ હોલ્ડીંગ્સ, ૧૯૪૫માં ટાટા એન્જીન્યરીંગ વગેરેનો સમાવેશ થાય છે.

- જ્યાં ૯૦ કંપનીઓ હતી ત્યાં આજે ૭,૫૦૦ કંપની, ૬૩ મિલીયન MSMEs, ૧.૫૯ લાખ સ્ટાર્ટઅપ્સ

૧૫ ઓગષ્ટ ૧૯૪૭ પહેલાં ભારતમાં ૯૦ જેટલી કંપનીઓ હતી. ભારતના લોકોમાં બિઝનેસની સૂઝ અને સાહસ બંને હતા. અંગ્રેજાના રાજમાં કંપની ઉભી કરવી તે બહુ સાહસનું કામ હતું. ત્યારબાદ ભારતમાં આવેલી બિઝનેસ ફ્રેન્ડલી કેન્દ્ર સરકારોના કારણે ભારતમાં નવી કંપનીઓને મોકળું મેદાન મળ્યું હતું. ભારતની કંપનીઓ વિદેશની કંપનીઓને હસ્તગત કરવાની ક્ષમતા ધરાવતી થઇ છે. આજે ભારતના બે નામાંકીત સ્ટોક એક્સચેન્જમાં અંદાજે કુલ ૭,૫૦૦ કંપનીઓ લીસ્ટેડ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)માં ૫૫૯૫ અને નેશનલ સ્ટોક એકેસચેન્જમાં (NSE)૨૬૨૯ કંપની લીસ્ટેડ છે. ભારતમાં ૬૩ મિલીયન MSMEs છે. જ્યાં ૧૧૧ મિલીયન લોકો જોબ કરી રહ્યા છે. ભારતમાં ૧.૫૯ લાખ સ્ટાર્ટઅપ છે.