સંઘર્ષને વરેલા બિઝનેસ ગુરૂઓ અનેક અવરોધો-સામા પ્રવાહે તરવાની કુનેહના કારણે લાખો લોકોને રોજગારી
- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
- અંધારામાંથી ઉજાસ તરફ લઇ જનારને ગુરૂ કહે છે, મંદીમાંથી તેજી તરફ લઇ જનારને બિઝનેસ ગુરૂ કહે છે
- એક અહેવાલ અનુસાર સરકારી કંપનીઓ કરતાં ખાનગી કંપનીઓ વધુ લોકોને રોજગાર આપે છે. જે લોકો દેશમાં રોજગાર ઉભો કરવામાં મદદ કરે છે તેમને ગુરૂ ગણવા જોઇએ
ત્રણ દિવસ પછી ગુરૂ પૂર્ણિમા છે. અંધારામાંથી ઉજાસ તરફ લઇ જનારને ગુરૂ કહે છે. દરેક મંદિરો ગુરૂ વંદના સાથે છલકાશે. હવેના જમાનામાં ધાર્મિક ગુરૂઓની વંદના કરતાં વધુ વંદના સફળ ઉદ્યોગપતિઓની થઇ રહી છે. સફળ ઉદ્યોગપતિઓ વંદનીય એટલા માટે છે કે તેમણે અનેક અવરોધો અને સામા પ્રવાહે તરીને પોતાની કંપનીને મજબૂત બનાવી હતી. આવા ઉદ્યોગપતિઓની કુનેહના કારણે લાખો લોકોને નોકરી મળે છે. તેમણે મેળવેલી સફળતાના માર્ગ પર નવોદીત બિઝનેસમેન અનુસરવા ઇચ્છતા હોય છે.
બિઝનેસ એ સંધર્ષનું બીજું નામ છે. જ્યાં સંધર્ષ છે ત્યાં સફળતા છે. એટલેજ લોકો સફળ લોકોના સંધર્ષોને વાંચીને પોતાનું આત્મીક બળ વધારતા હોય છે. ગુરૂ પૂર્ણિમા પરંપરાગત રીતે ઉજવાશે પરંતુ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો સફળ બિઝનેસમેન-ઉદ્યોગપતિઓને પોતાના ગુરૂ માનતા હોય છે. બિઝનેસ ક્ષેત્રે જે સફળ છે તે સમાજના ગુરૂ છે કેમકે તે લાખોને જોબ આપે છે. આ એ લોકો છે કે જે મંદીને તેજી તરફ ખેંચી જાય છે. એક અહેવાલ અનુસાર સરકારી કંપનીઓ કરતાં ખાનગી કંપનીઓ વધુ લોકોને રોજગાર આપે છે. જે લોકો દેશમાં રોજગાર ઉભો કરવામાં મદદ કરે છે તેમને ગુરૂ ગણવા જોઇએ. આધ્યાત્મિક ગુરૂની જેમ રોજગારી ઉભી કરતા ઉદ્યોગોપતિઓ પણ ગુરૂ છે. આધ્યાત્મિક ગુરૂ માનસિક શાંતિ આપે છે તો ઉદ્યોગો તમને આર્થિક રીતે સમૃધ્ધ બનાવે છે અને આર્થિક મોરચે શાંતિ આપે છે.
એક સમય હતો કે જ્યારે બિઝનેસ કરવો એ ચોક્કસ વર્ગના ટેકા વગર શક્ય નહોતો. સમાજનો એક વર્ગ બિઝનેસ કરતો હતો જ્યારે એક વર્ગ નોકરીને અર્પણ રહેતો હતો. નોકરી કરતો વર્ગ બિઝનેસ માટે વિચારતો પણ નહોતો. આજે સ્થિતિ બદલાઇ છે. પરંપરાગત બિઝનેસને નવા સ્ટાર્ટઅપ ટકરાઇ રહ્યા છે. નવા ઇનોવેશન બિઝનેસમાં ટ્રાન્સફર થઇ રહ્યા છે.
એની બડી કેન ડૂ બિઝનેસના કોન્સેપ્ટે પરપરાંગત બિઝનેસને ઇનોવેટીવ સ્ટાર્ટઅપે પડકાર્યા છે. દેશ આઝાદ થયો ત્યારે એક આંગળીને વેઢે ગણાય એટલા બિઝનેસ ગૃહો હતા. બિઝનેસ કરવો દરેકના નસીબમાં નહોતું. બિઝનેસ આપણું કામ નથી એવી ગ્રંથી સાથે ઉછરતા મધ્યમ વર્ગના હાથમાં સ્ટાર્ટઅપે નવું હથિયાર-સપનું આપ્યું છે. સ્ટાર્ટઅપના કારણે અનેક યુવાનોને આગળ વધવાની નવી દિશા મળી છે. જેમનું પીઠબળ કોઇ મોટા ઉદ્યોગ ગૃહ કે વગદાર રાજકારણીનુ નથી એવા લોકો પોતાના ઇનોવેટીવ આઇડયાને સ્ટાર્ટઅપ તરીકે તૈયાર કરીને બિઝનેસના તખ્તા પર ડંકો વગાડી રહ્યા છે. આ લોકો પોતાના સિધ્ધાંતોને વળગી રહીને સફળ થતા હોય છે. તેમણે બજારમાં પોતાની ક્રેડીટ ઉભી કરી હોય છે. તેમની લીડરશીપના કારણે તે લાખોના સ્ટાફની સ્કીલનો ઉપયોગ પોતાના નિયમોનુસાર કરે છે. તેમનામાં દુરદર્શિતાનું વિઝન હોય છે. સોશ્યલ નેટવર્કના પ્લેટફોર્મ પર નવોદિત ઉદ્યોગ સાહસિકો પોતાની સંધર્ષ કથા એટલા માટે વહેતી મુકે છે કે અન્ય યુવાનો બિઝનેસ કરવા પ્રોત્સાહીત થાય. સોશ્યલ નેટવર્ક જેને અનુસરે છે એવા કેટલાક સફળ અને સંધર્ષને વરેલા બિઝનેસમેનનો અહીં ઉલ્લેખ કરાયો છે. આ લોકો ભલે દેશના મોટા ઉદ્યોગપતિઓ નથી પરંતુ તેમનો સંધર્ષ સેલ્યૂટને લાયક છે.
રાજન સિંહઃ સોશ્યલ નેટવર્કની ચુંગાલમાંથી લોકોને બચાવવા તેમણે શરૂ કરેલું સ્ટાર્ટઅપ હેબીટ સ્ટ્રોંગ તંદુરસ્ત જીવન જીવવા માટે સોશ્યલ નેટવર્ક માટે કેટલાક કડક નિયમો પાળવા જણાવે છે. રાજનસિંહ આઇપીએસ ઓફિસરમાંથી ઉદ્યોગ સાહસિક બન્યા છે. અગાઉ તે મેકકેન્સી કંપનીમાં કન્સલટન્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. લિંક્ડ ઇન પર તેમની પોસ્ટમાં તે લખે છેકે જો તમે સફળ થવા માંગો છે તો તમારી શ્રધ્ધાને મજબૂત બનાવો. લિંક્ડ ઇન પર તેમના ૨,૫૬,૩૮૬ ફોલોઅર્સ છે.
કૃણાલ બેહલઃ તે એક જાણીતા ઉદ્યોગ સાહસિક અને રોકાણકાર છે. સ્નેપડીલ અને ટાઇટન કેપિટલના ફાઉન્ડર પૈકીના એક છે. તે નવોદીત ઉદ્યોગ સાહસિકોને સચોટ અને માર્મિક સલાહ આપે છે. તે સ્ટાર્ટઅપની ઇકો સિસ્ટમના જાણકાર છે. લિંક્ડ ઇન પર તેમના છ લાખથી વધુ ફોેલોઅર્સ છે.
શાંતનૂ દેશપાંડેઃ તે બોમ્બે શેવીંગ કંપનીના ફાઉન્ડરોમાંના એક છે અને કંપનીના સીઇઓે છે. તેમની દરેક પોસ્ટ સ્ટાર્ટઅપ, લીડરશીપ અને ઉદ્યોગ સાહસિકતા સાથે સંકળાયેલી હોય છે. પોતાની કંપની તેણે કેવી રીતે ઉભી કરી તેના અનુભવો પણ સોશ્યલ નેટવર્ક પર શેર કરેતા હોય છે.
તેમના સવા લાખ ઉપરના ફોલોઅર્સ છે. લોકો વેચાણ માટેની ટીપ્સ વગેરે માટે તેમને ફોલો કરે છે.
મહેશમૂર્તિઃ એશિયાની પહેલી પ્રાઇવેટ સ્પેસ કંપની એક્સીડ સ્પેસના તે ડાયરેક્ટર છે. તે પ્સેસ ટેકનોલોજી અને રોકાણકારો પર પોસ્ટ લખતા હોય છે. સોશ્યલ નેટવર્ક પર તે બ્રાન્ડ મેનેજમેન્ટના ગુરૂ તરીકે ઓળખાય છે. તેમના પોણા ત્રણલાખ જેટલા ફોલોઅર્સ છે.
વિનિતા સિંહઃ ભારતની ટોપની હરોળમાં આવતી સ્કીન કેર બ્રાન્ડ સુગર કોસ્મેટીક્સના સીઇઓ અને ફાઉન્ડર વિનિતા સિંહ જ્યારથી શાર્ક ટેન્ક ટીવી પ્રોગ્રામમાં આવ્યા છે ત્યારથી લોકો તેમના બિઝનેસ ઓપિનીયનમાં રસ લઇ રહ્યા છે. તેમના ૯ લાખ ફોલોઅર્સ છે. સુગર કોસ્મેટીક્સ કંપની બાબતે અને પોતાને કેવી રીતે સફળતા મળી તેવી પોસ્ટ તે સતત લખતા રહે છે.
દિપેન્દ્ર ગોયેલઃ ફૂડ ડિલીવરી સ્ટાર્ટઅપ ઝોમેટોના સીઇઓ છે. તેમના ઓનલાઇન ચાહકોમાં રાજકારણી, કંપનીના શેર હોલ્ડરો,ઉદ્યોગ સાહસીકો વગેરેનો સમાવશે થાય છે. તેમના લીંકડીનના એકાઉન્ટ પર કંપનીના ત્રિમાસિક પરિણામાં જાહેર કરાતા હોઇ લોકો તેમને ફોલો કરે છે. તેમના બે લાખથી વધુ ફોલોઅર્સ છે. પર્સનલ બ્રાન્ડ કેવી રીતે ઉભી કરી શકાય તે તેમના સંધર્ષ પરથી જાણી શકાય છે.
રીતેશ અગ્રવાલઃ ઓયોના ફાઉન્ડર અને સીઇએા રીતેશ અગ્રવાલ પાસે સ્ટાર્ટઅપ કેવી રીતે ઉભા કરવા અને તેમાં કેવી રીતે ટકી રહેવું તેની જાણકારી પોસ્ટ મારફતે આપે છે. ઓયો ઉભી કરતી વખતે તેમની કેવી મુશ્કેલી પડી તેપમ નિખાલસ રીતે ચર્ચા કરે છે. તેમના પોણા પાંચ લાખ જેટલા ફોલોઅર્સ છે.
કૃણાલ શાહઃ ક્રેડના ફાઉન્ડર અને વગદાર નવોદિત ઉદ્યોગપતિઓની યાદીમાં આવતા કૃણાલ શાહ માર્કેટિંગની સ્ટ્રેટેજીમાં બહુ બાહોશ છેે. બિઝનેસ મેનેજમેન્ટ, બિઝનેસ ડેવલોપમેન્ટ, ટીમ ડેવલોપમેન્ટ જેવા અનેક મુદ્દે તે બિઝનેસ ગુરૂ સમાન છે. તેમના ૧૦ લાખથી વધુ ફોલોઅર્સ છે.
ઉદ્યોગ ક્ષેત્રે ઝંપલાવવા મથતા લોકોે સફળ લોકોના સંધર્ષને વાંચવા મથતા હોય છે અને તેને આગળ વધવાના માર્ગ તરીકે અપનાવે છે. સફળ ઉદ્યોગપતિના સંધર્ષ વાંચવાથી ઉદ્યોગ કે વેપાર કરવા મથતા યુવા વર્ગને ગાઇડન્સ મળી રહે છે.
માત્ર આ દસ કંપનીઓ મળીને આશરે ૨૫ લાખ ભારતીયોને રોજગારી
આપે છે |
* ટાટા જૂથમાં ૭,૫૦,૦૦૦ કર્મચારીઓ છે. |
* L&Tમાં ૩,૩૮,૦૦૦ લોકો કામ કરે
છે. |
* ઈન્ફોસિસમાં ૨,૬૦,૦૦૦ કર્મચારીઓ કામ કરે છે. |
* મહિન્દ્રા એન્ડ
મહિન્દ્રામાં ૨,૬૦,૦૦૦ કર્મચારીઓ કામ કરે છે. |
* રિલાયન્સ
ઇન્ડસ્ટ્રીઝમાં ૨,૩૬,૦૦૦ કર્મચારીઓ કામ કરે છે. |
* અદાણી જૂથમાં ૨,૦૫,૦૦૦ કર્મચારીઓ કામ કરે છે. |
* વિપ્રોમાં ૨,૧૦,૦૦૦ કર્મચારીઓ કામ કરે છે. |
* HCLમાં ૧,૬૭,૦૦૦ કર્મચારીઓ
કામ કરે છે. |
* HDFC બેંકમાં ૧,૨૦,૦૦૦ કર્મચારીઓ
કામ કરે છે. |
* ICICI બેંકમાં ૯૭,૦૦૦ કર્મચારીઓ છે. |
* TVS જૂથમાં ૬૦,૦૦૦ કર્મચારીઓ કામ કરે છે. |
માત્ર આ દસ
કંપનીઓ મળીને આશરે ૨૫ લાખ ભારતીયોને રોજગારી આપે છે - સન્માનજનક વેતન સાથે. તેમના
ડાયરેક્ટ પેરોલ પરના આ એકમાત્ર આંકડા છે. ઓફ રોલ્સ સિવાય, સહયોગીઓ, ડીલરો, એજન્ટો, તેમના ઉત્પાદનો સંબંધિત સહાયક ઉત્પાદનો
કંપનીઓ, પેકેજિંગ
કંપનીઓ, પરિવહન ક્ષેત્ર
વગેરે સૂચિ ખૂબ લાંબી છે. જો કોઈ પણ કંપનીમાં સીધા ૧ લાખ કર્મચારીઓ હોય, તો માની લો કે ઓછામાં ઓછા ૪ લાખ લોકો છે,
જેમનાં ઘર એ જ કંપનીના
કારણે ચાલે છે. આ માત્ર ૧૦
મોટી કંપનીઓની વાત છે, દેશમાં હજારો
ખાનગી કંપનીઓ છે જે નોકરીઓનું સર્જન કરી રહી છે, આ નોકરીઓ છેલ્લા ૭૦ વર્ષમાં ભારતમાં
સર્જાયેલી કેન્દ્ર સરકારની કુલ નોકરીઓ (૪૮.૩૪ લાખ)ના અડધાથી વધુ છે. છેલ્લા ૭૦ વર્ષમાં
કર્ણાટક જેવા મોટા રાજ્યમાં સર્જાયેલી કુલ સરકારી નોકરીઓ કરતાં પણ આ ૫ ગણી છે! ખાનગી
ક્ષેત્રનું સન્માન કરો, તમારા રાજનૈતિક એજન્ડા અને પસંદ-નાપસંદના
કારણે એવા કંપની માલિકોની મજાક નાં કરો, જેઓ દેશના વિકાસમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવે
છે તેઓ લાખો ભારતીયો માટે આજીવિકા ઉભી કરી રહ્યા છે. ભારતની ૩
પેઢીઓની આર્થિક ક્ષમતાને નષ્ટ કરનાર અસફળ સમાજવાદી રાજકારણીઓની વાત ન સાંભળો.
તેમને પ્રશ્ન પૂછો કે શું આપણી પેઢીઓના ભવિષ્ય કરતાં તેમના રાજકીય દ્વેષ વધુ
મહત્વના છે. |