- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
- એક અંદાજ પ્રમાણે દિવાળીના તહેવારોમાં વેચાણ ૪.૭૫ લાખ કરોડને વટાવી શકે છે
- દિલ્હીના વેપારીઓનો અંદાજ છે કે આગામી દિવાળીના તહેવારોમાં ૭૫,૦૦૦ કરોડ જેટલું બમ્પર વેચાણ થવાની ધારણા છે. તેની પાછળ જીએસટીમાં ફેરફાર અને લોકલ ફોર વોકલના
મુદ્દા રહેલા છે. દિલ્હીના વેપારી સંગઠનોના જણાવ્યા અનુસાર આ દિવાળીએ વેચાણમાં ધરખમ ઉછાળો જોવા મળશે.
- દરેક ક્ષેત્રે તેજીનો પવન કેન્દ્ર સરકારે લીધેલાં પગલાંને કેટલાકે પોલિટિકલ ઇકોનોમી સાથે સરખાવ્યું હતું. કેમકે બિહારમાં ચૂંટણીઓ આવી રહી છે અને ભાવ ઘટેતો સત્તાધારી પક્ષને લાભ થાય એવું હતું. બહારના પરિબળોના કારણે બિહારમાં સરકાર વિરોધી નેગેટીવ વાતાવરણ ઉભા થવાની શક્યતાના પગલે સરકારે જીએસટીમાં સુધારો કર્યો છે એવું ચર્ચાતું હતું..
બજારોમાં દિવાળીના તહેવારોની ખરીદી શરૂ થઇ ગઇ છે. ઇકોમર્સના પ્લેટફોર્મ પર છેલ્લા અઠવાડીયાથી સેલના પાટીયા ઝૂલી રહ્યા છે. નવરાત્રીથી ઇકોમર્સ પર વિવિધ સ્કીમો જોવા મળી રહી છે. દરેકનો આશય વેચાણનો આંક વધારવાનો હોય છે. દર વર્ષે મોંધવારી અને મંદી ખલનાયક બનીને આગળ ઉભી રહે છે પરંતુ આ વખતે કેન્દ્ર સરકારે મારેલા બે માસ્ટર સ્ટ્રેાક લોકોની ખરીદ શક્તિમાં બૂસ્ટ સમાન સાબિત થઇ રહ્યા છે.
દિવાળીમાં ખરીદીનું બજેટ મોંધવારી સાથે સંકળાયેલું હોય છે પરંતુ આગામી દિવાળી દરેકના બજેટમાં પરવડે એવી સાબિત થઇ શકે છે. સરકારના બે માસ્ટર સ્ટ્રોકમાં એક ટેક્સમાં રાહત આપતા ઇન્કમટેક્ષના નવા કાયદા અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષના (GST) માળખામાં ફેરફારના કારણે રોજીંદા વપરાશમાં આવતી ચીજોના ભાવમાં ધટાડાનો સમાવેશ થાય છે.
પહેલી દિવાળી એવી આવી છે કે જ્યારે લોકો મોંધવારીની બહુ બૂમો નથી પાડતા. દિવાળીની ખરાદી વખતે લોકો મોંધવારીનું કારણ આગળ ધરીને ખરીદીમાં કાપ મુકતા હતા પરંતુ આગામી દિવાળી ખરેખર ઝગમગી રહી છે. ભારતમાં મધ્યમ વર્ગના ગ્રાહકોમાં ખાસ કરીને સરકારી પગારદાર લોકો અને ખાનગી કંપનીઓમાં કામ કરતા લોકોનો સમાવેશ થાય છે. ભારતમાં સુપર રીચની યાદીમાં માંડ ૧૦ ટકા લોકો આવે છે. બાકીની ૯૦ ટકા લોકોની ખરીદીનું ગણિત મોંધવારી અને ખરીદીના ફિક્સ બજેટ સાથે સંકળાયેલું હોય છે.
રોજીંદી ચીજોના ભાવો પરવડે તેવા રાખવા માટે સરકારના પ્રયાસોને બહુ સફળતા મળતી નહોતી પરંતુ ગયા બજેટથી તે બાબત પર ધ્યાન આપવમાં આવી રહ્યું હતું. મધ્યમ વર્ગનું બજેટ મોંધવારી, ઉંચા ટેક્ષ દરો અને ઘર કે અન્ય વાહન જેવી ખરીદીના માસિક હપ્તામાં ખેંચાઇ જતું હતું. જેના કરાણે લોકોની ખરીદ શક્તિ પર બ્રેક વાગેલી રહેતી હતી અને દેશનો ગ્રેાથ પણ સ્થિર રહેતો હતો.
છેલ્લા છ મહિનાથી સરકારે લોકોની ખરીદ શક્તિ વધે તેવા આશયથી વ્યૂહાત્મક પગલાં લેવા શરૂ કર્યા હતા. બજેટમાં વ્યક્તિગત ઇન્કમટેક્ષની લિમિટ વધારવી,રિઝર્વ બેંકના રેટકટના પગલે લોકોના માસિક હપ્તામાં ધટાડો જેના કરાણે લોકોનું માસિક બજેટ ધટયું હતું અને લોકો અન્ય ખરીદી તરફ વળવા લાગ્યા હતા. ૭ ફેબુ્રઆરી,૯ એપ્રિલ અને ૬ જુને સરકારે રેપો રેટ ધટાડીને ૬.૫ પરથી ૫.૫ ટકા સુધી ધટાડયો હતો. જેના કરાણે નવી લોન લેનારાને સીધોજ લાભ થતો હતો. આ ઉપરાંત ૧૫ ઓગષ્ટે સ્વતંત્રતા દિવસના સંબોધનમાં વડાપ્રધાને જીએસટીના રેટ કટની જાહેરાત કરીને બજારમાં પ્રસરેલી મંદીની હવાને દુર ધકેલી દીધી હતી. રોજીંદા વપરાશમાં આવતી ચીજો જેવી કે ધી, શેમ્પૂ,પનીર વગેરેના ભાવ ધટાડવા પર ધ્યાન આપ્યું હતું તેમજ મધ્યમ વર્ગ તેમના ધર વપરાશ માટે વાપરવામાં આવતી ચીજો જેવીકે ટીવી, એર કન્ડીશનર, પેસેન્જર કાર વગેરના ભાવ ધટે તે પર ધ્યાન અપાયું હતું. જીએસટીના માળખામાં ફેરફાર કર્યા પછી તેના ઘટેલા ભાવોની અસર ગ્રાહકો સુધી પહોંચે છે કે કેમ તે પર ધ્યાન અપાયું હતું.
એક તરફ અમેરિકાના ટેરીફથી બજારમાં ઉભો થયેલો ડર અને બીજી તરફ સતત ઉંચો મોંઘવારીનો દર બંનેમાંથી મધ્યમ વર્ગને ઉત્સવ ઉજવવા તરફ દોરી જવાના હતા. દરેકને પરવડે તેવા ભાવો મળતાંજ ટેરિફ અને મોંઘવારીનો ડર અદ્રશ્ય થઇ ગયા હતા. ૨૨ સપ્ટેમ્બર પછી અમલમાં આવેલા જીએસટીના નવા દરના પગલે ઘટેલા ભાવો ત્વરીત અમલી બને તે માટે સરકારે દરેક વેપારી સંગઠનોને સૂચના આપી દીધી હતી.વેપારીઓ નવો માલ આવે તેમાં ભાવ ઘટાડો કરવા માંગતા હતા. પરંતુ સરકારે પહેલેથીજ ચાંપતી નજર રાખીને તેમને નવા ભાવે માલનું વેચાણ કરવા સમજાવી લીધા હતા.કેન્દ્ર સરકારે લીધેલાં પગલાંને કેટલાકે પોલીટીકલ ઇકોનોમી સાથે સરખાવ્યું હતું. કેમકે બિહારમાં ચૂંટણીઓ આવી રહી છે અને ભાવ ઘટે તો સત્તાધારી પક્ષને લાભ થાય એવું હતું. બહારના પરિબળોના કારણે બિહારમાં સરકાર વિરોધી નેગેટીવ વાતાવરણ ઉભા થવાની શક્યતાના પગલે સરકારે જીએસટીમાં સુધારો કર્યો છે એવું ચર્ચાતું હતું પરંતુ આ વાતને બહુ વેગ મળ્યો નહોતો જ્યારે બીજી તરફ તહેવારો નજીક આવી ગયા હતા.
દિલ્હીના વેપારીઓેનો અંદાજ છેકે આગામી દિવાળીના તહેવારોમાં ૭૫,૦૦૦ કરોડ જેટલું બમ્પર વેચાણ થવાની ધારણા છે. તેની પાછળ જીએસટીમાં ફેરફાર અને લોકલ ફોર વોકલના મુદ્દા રહેલા છે. દિલ્હીના વેપારી સંગઠનોના જણાવ્યા અનુસાર આ દિવાળીએ વેચાણમાં ધરખમ ઉછાળો જોવા મળશે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે દેશના ૩૫ જેટલા મોટો શહેરોમાં ખરીદીનો ટ્રેન્ડ જોવા પ્રયાસ કર્યો હતો.
આ ખરીદીના ટ્રેન્ડમાં લોકોની ખરીદ શક્તિ, કઇ ચીજોની ખરીદી તરફનું વલણ, લોકોને ઇલેકટ્રોનિક ચીજો વધુ ગમે છે કે પછી ચીનની બનાવટની ચીજો, તૈયાર કપડાં કે કાપડ ખરીદીને મનપસંદ ડ્રેસ તૈયાર કરવાનું વગેરે પર ધ્યાન આપાયું હતું. એક અહેવાલ અનુસાર ચીનનો માલ સમાન આ વખતે બહુ ઓછો જોવા મળી રહ્યો છે. ૨૦૨૦ની ચીન સાથેની સંધર્ષની ધટના પછી ચીનની બનાવટની ચીજોના બદલે સ્વેદશી ચીજોનું વેચાણ વધુ જોવા મળી રહ્યું છે.
ચીનથી ચીજોની આયાત કરનારાઓેએ આ વખતે દિવાળી તહેવારો સંબંધિત ચીજો વેચાણ માટે મંગાવી નથી એવા અહેવાલો મળી રહ્યા છે. દિલ્હીના વેપારી સંગઠનોએ મહિલાઓએ બનાવેલી ભારતીય બનાવટની દિવાળી આઇટમોની ચીજોનું વેચાણ રાખ્યું ત્યારે લોકોએ સ્વદેશી ચીજો વધુ પસંદ કરી હતી. કહે છે કે દિલ્હીનો માર્કેટ ટ્રેન્ડ અન્ય શહેરો પણ અનુસરતા હોય છે.
એક અંદાજ પ્રમાણે દિવાળીના તહેવારોમાં વેચાણ ૪.૭૫ લાખ કરોડને વટાવી શકે છે.હાલમાં સોના-ચાંદીના ભાવોમાં આવેલા ઉછાળા બાદ પણ લોકો સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે. છેલ્લા બે દાયકામાં ચાંદીની ખરીદીનો રેકોર્ડ આ વર્ષે તૂટયો છે. આ વર્ષે ૨૨૦ ટન જેટલી ચાંદી ખરીદાઇ છે. ચાંદીના ભાવ એક લાખ રૂપિયાને વટાવી ગયા પછી પણ તેની ખરીદી ચાલુ છે. લોકો ચાંદીમાં કરેલા રોકાણને સલામત રોકાણ કહે છે.
સોનામાં વેચાણ ધટયું છે જ્યારે ચાંદી ચમકી રહી છે.ઇન્ડિયન બુલીયન એન્ડ જ્વેલર્સ એસોસીયેશનના જણાવ્યા અનુસાર પાંચથી દશ ગ્રામના ચાંદીના સિક્કાના વેચાણમાં ૬૦ ટકાનો ઉછાળો છે જ્યારે ચાંદીના વાસણો અને જ્વેલરી પાછળ ૪૦ ટકાનું વેચાણ છે. ૨૦૨૪માં દિવાળીના તહેવારોમાં સોના કરતાં ચાંદીનું વેચાણ વધુ હતું. ચાંદીનો ઉપયોગ આધુનિક ટેકનોલોજીમાં વધુ થાય છે. જેમકે ઇલેકટ્રોનિક્સ, સોલાર પેનલ, બેટરી, સેમિકન્ડક્ટર વગેરેમાં સતત ચાંદીની ડિમાન્ડ રહે છે.
દિવાળીના તહેવારોની ખરીદી શરૂ થઇ ગઇ છે. ઇ કોમર્સ પરતો છેલ્લા એક મહિનાથી સેલ ચાલી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં ખરીદી માટેના બોનસ વગેરેની વહેંચણી થઇ ગઇ છે. લોકો પોતાની મનપસંદ ખરીદી માટે વિશેષ બજેટ ફાળવી ચૂક્યા છે. દિવાળીના તહેવારો સાથે સંકળાયેલા વેપાર વ્યવસાયો માટે તેજીના કરંટ સમાન માહોલ જોવા મળી રહ્યો છે.
|
છેલ્લા
કેટલાક વર્ષોમાં દિવાળી તહેવારોનું વેચાણ |
|
|
વર્ષ. |
વેચાણ
(લાખ કરોડમાં) |
|
૨૦૨૪ |
૪.૨૫ |
|
૨૦૨૩ |
૩.૭૫ |
|
૨૦૨૨ |
૨.૫૦ |
|
૨૦૨૧ |
૧.૨૫ |


