Get The App

EMIમાં ફસાઇને દેવાળીયા બનતા લોકોને બચાવવાનો પ્લાન સાઉથ ઇન્ડિયા બેંકે તૈયાર કરી બતાવ્યો

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
EMIમાં ફસાઇને દેવાળીયા બનતા લોકોને બચાવવાનો પ્લાન સાઉથ ઇન્ડિયા બેંકે તૈયાર કરી બતાવ્યો 1 - image

- કોર્પોરેટ પ્લસ -  ગણેશ દત્તા

- દર મહિને પાંચથી વધુ EMI ભરનારા એક તબક્કે ડિપ્રેશનમાં આવી જાય છે. લોન લેવી બહુ સારી લાગે છે પરંતુ તેને નિયમિત ભરવી બહુ મુશ્કેલ બની જાય છે..

- સાઉથ ઇન્ડિયા બેંક છે તેની નવી સ્કીમ Power CONSOL છે. તે એવી સ્કીમ લઇને આવી છે કે તે સસ્તા વ્યાજદરે લોન આપે અને બધાજ  EMI જેમ આવે તેમ બેંક જ ભરે...

-  ગુજરાતમાં દેવાના ચક્કરમાં ફસાયેલા લાખો લોકો છે. કોઇ બેંકે સાઉથ ઇન્ડિયા બેંક જેવો આઇડયા વિચાર્યો નથી તે કમનસીબી કહી શકાય.

- વધતી આકાંક્ષાઓ વાળા જીવનમાં મધ્યમવર્ગ વધુને વધુ ખરીદી કરતો રહે છે અને વધુ EMI ભરતો રહે છે. લોન આપનારા લાઇનમાં ઉભા હોય છે કેમકે તેમને વસૂલ કરતાં આવડે છે. આજે ખરીદો અને કાલે ચૂકવો જેવી સ્કીમોમાં મધ્યમ વર્ગ વધુ ફસાય છે...

EMI હવે ઘેર ઘેર ચર્ચાતો શબ્દ બની ગયો છે. હપ્તા ભરવાના છે એમ કહેવાના બદલે લોકો EMI ભરવાનો છે એમ કહેતા થઇ ગયા છે.  મધ્યમ વર્ગની જીવાદોરી સમાન  EMI શબ્દ બહુ ગળચટ્ટો લાગે છે પરંતુ જેમ ચ્યુંઇગમ  ચગળવી પડે એમ લોકો તેને સતત યાદ કરીને તેને ચગળ્યા કરે છે. જ્યારે ઘરની જરૂરી ચીજો ખરીદવા લેવાતી લોન શરૂઆતમાં સારી લાગે છે પરંતુ જેમ જેમ તેના હપ્તા(EMI) નિયમિત ભરવા પડે છે એમ એમ લોકો કંટાળે છે. EMI એટલે કુલ લોનના વ્યાજ સાથેના ભાગે પડતા હપ્તા.

એકાદ EMI ભરવો પડે ત્યાં સુધી ઠીક છે પરંતુ વધતી આકાંક્ષાઓ વાળા જીવનમાં મધ્યમ વર્ગ વધુને વધુ ખરીદી કરતો રહે છે અને વધુ EMI ભરતો રહે છે. લોન આપનારા લાઇનમાં ઉભા હોય છે કેમકે તેમને વસૂલ કરતાં આવડે છે. આજે ખરીદો અને કાલે ચૂકવો જેવી સ્કીમોમાં મધ્યમ વર્ગ વધુ ફસાય છે. કમાનારા ભલે બે જણા હોય પરંતુ જોે ઘરના EMI  ઉપરાંત અન્ય ચીજોના EMI હોય તો તે નિયમિતતા જાળવી શકતો નથી. અચાનક આવી પડતા ખર્ચાનું મધ્યમ વર્ગ ભાગ્યેજ વિચારે છે.

EMIમાં ફસાઇને દેવાળીયા બનતા લોકોને બચાવવાનો પ્લાન સાઉથ ઇન્ડિયા બેંકે તૈયાર કરી બતાવ્યો 2 - imageલોન લેનાર જ્યારે EMI ને ધ્યાનમાં રાખીને વેહીકલ ખરીદે છે ત્યારે વારે તહેવારે આવતા ઓનલાઇન સેલ તેમજ આજે ખરીદો કાલે ચૂકવો જેવી સ્કીમોના આસાનીથી શિકાર બની જાય છે. જ્યારે તે ગજા ઉપરાંતનો એટલેકે પગારની મર્યાદા ઉપરાંતનો ખર્ચ કરે છે  ત્યારે દર મહિને પાંચથી વધુ EMI ભરનારા એક તબક્કે ડિપ્રેશનમાં આવી જાય છે. લોન લેવી બહુ સારી લાગે છે પરંતુ તેને નિયમિત ભરવી બહુ મુશ્કેલ બની જાય છે.

લોકો લોન લેતી વખતે બહુ હરખ પદૂડા જોવા મળે છે અને હોંશે હોંશે ઘર વપરાશની ચીજો હપ્તે ખરીદી લાવે છે. આખી  સિસ્ટમ લપસણી સમાન છે. એક વાર EMIમાં જે ફસાય તે માંડ બહાર નીકળી શકે છે. પોતાની આવક પ્રમાણે કે ચૂકવણીની ક્ષમતા પ્રમાણેના ખર્ચા કરવાની આદર્શ સલાહ વારંવાર આપવામાં આવે છે પરંતુ આકાંક્ષાઓ અને દેખાદેખી લોકોને દેવાના ચક્કરમાં ફસાવી દે છે.

ચઢી ગયેલા EMI ચૂકવવા લોકો ખાનગી ધીરધાર કરનારા પાસે પહોંચે છે અને પછી તેના તગડા વ્યાજના EMI ભરે છે. પોતાના સંતાન કેટલા EMI ભરે છે તેની તેના વાલીઓને ભાગ્યેજ ખબર હોય છે. કુટુંબના વડાઓ કહે છે કે આવક સારી છે તો તે શેમાં જાય છે? શા માટે પૈસાની  તૂટ પડે છે? જેવા ડાયલોગ અનેક ઘરોમાં સાંભળવા મળે છે. હકીકત એ છેકે પહેલી તારીખે જેવો બેંકમાં પગાર થાય છે તે સાથેજ પગાર સાથે સંકળાયેલા EMI સિસ્ટમમાં આવી જાય છે અને પગારની રકમમાંથી તે કપાઇ જાય છે. 

કેટલીક કંપનીઓ લોન લેનાર ને મેસેજ મારફતે સૂચના આપે છે કે તમારા  EMIની તારીખના દિવસે ખાતામાં તે રકમ હોવી જરૂરી છે. જો તે રકમ ના હોય અને EMI પરત જાયતો તે દંડ સહીત વસૂલ કરાય છે. ક્રેડીટ કાર્ડના મીનીમમ પેમેન્ટ ના ચક્કરમાં ફસાયેલા પણ મૂળ રકમ કરતાં પાંચ ગણી રકમ ચૂકવીને માંડ દેવાના ચક્કરમાંથી બહાર આવતા હોય છે.

સરકારી બેંકોમાંથી લીધેલી લોન વ્યાજ લેવામાં કે દંડ કરવામાં મર્યાદીત હોય છે પરંતુ પ્રાઇવેટ કંપનીઓને કમરતોડ વ્યાજ લે છે અને ઘેર આવીને આબરૂ લે તે વધારામાં. આડેધડ લોન લઇને અનેક EMI ભરનારા માટે દેવાનું ચક્ર વધી જાય છે અને પછી તે દેવાળીયો બની જાય છે. અનેક EMI ભરનારા અંતે ફસાય તે સ્વભાવિક છે. આવા કેસોનો તાત્કાલીક કોઇ ઉપાય દેખાતો નથી. કેટલાક ફેમિલી એક સાથે રકમ ભરીને તેની ઝંઝટમાંથી મુક્તિ મેળવી લે છે પરંતુ તે રકમ મોટી હોઇ ચૂકવવી ભારે પડતી હોય છે. કેટલાક કેસોમાં મિત્રો ભેગા મળીને કુલ રકમ ભરીને બચાવવા આવે છે પરંતુ આગળ લખ્યુંં છે એમ જીવન વટભેર જીવવાની આકાંક્ષા ફરી સપાટી પર આવે છે અને તે દેવું કરી બેસે છે.

કેટલાક લોકો સંયમ બતાવીને ક્રેડીટ કાર્ડ વાપરવાનું બંધ કરીને માત્ર ડેબીટ કાર્ડજ વાપરવાનું શરૂ કરે છે. તેમજ હપ્તાની લાલચમાં ફસાવવાથી દુર રહે છે. આવા લોકો અનુકરણીય હોય છે પરંતુ તે બહુ અઘરૂં હોય છે. EMIની સમસ્યા ઘેર ઘેર લોહી ઉકાળો કરતી બની ગઇ છે. 

દક્ષિણ ભારતની એક બેંકે EMIના ચક્કરમાંથી સામાન્ય નાગરીકને છોડાવવા નવતર સ્કીમ તૈયાર કરી છે. બેંકનું નામ સાઉથ ઇન્ડિયા બેંક છે તેની નવી સ્કીમ Power CONSOL છે. તે એવી સ્કીમ લઇને આવી છે કે તે સસ્તા વ્યાજદરે લોન આપે અને બધાજ  EMI જેમ આવે તેમ બેંકજ ભરે. ટૂંકમાં બધા EMI ભેગા કરી દેવાય અને તેની કુલ રકમ બેંકજ ભરી દે. જેના કારણે પગારદાર કર્મચારીઓને સીધો લાભ થઇ શકે છે.

દેવાનો ભાર હળવો કરવાની આ યોજના લાભદાયી છે. જેમાં હોમ લોન, આજે ખરીદો કાલે ચૂકવો અને તહેવારોના દિવસોમાં નીકળતા ડિસ્કાઉન્ટ સેલમાંથી ખરીદેલી ચીજો પરના હપ્તા વગેરે આવી જાય છે.

દેશના કરોડો લોકો EMI સાથે જીવી રહ્યા છે. બેંક વિવિધ EMI ને એકજ લોનમાં ફેરવીને રાહત કરી આપે છે. લોકો પોતાની આર્થિક લાઇફ EMI ભરવામાંજ વિતાવે છે.  EMI ના કારણે દેવામાં ફસાતા લોકોને રાહત આપવી જરૂરી બની ગઇ હતી. દક્ષિણ ભારતની બેંકે તમામ લોન એક કરીને ભરવાની વાત કરીને લોકોને રાહત કરી આપી છે.

સાઉથ ઇન્ડિયન બેંકે જીૈંમ્ Power CONSOL મારફતે નવી લોન આપીને લોકોને દેવા મુક્ત કરવાના આઇડયાની પહેલ કરી છે.

લોકોને દેવાના ચક્કરમાંથી બચાવવા ઓછા વ્યાજ દરે લોન આપવાની સિસ્ટમ આવકારદાયક છે. કેટલીક લોન ૧૮થી ૩૬ ટકા પર લેવાઇ હોય છે.

 સાઉથ ઇન્ડિયાની બેંક જે લોન આપે છેે તે મિલ્કત ઉપર હોય છે પરંતુ જેમની પાસે મિલ્કત નથી તેમણે ઓફિસના મિત્રોના જામીન આપવા પડે છે. બેંક ૧૦ લાખથી ૩ કરોડ સુધીની લોન ૧૫ વર્ષ માટે આપે છે જ્યારે હોમલોન ૩૦ વર્ષ માટે આપે છે.

આ લોન પગારદાર કર્મચારીને, પોતાનો બિઝનેસ કરનારા અને ૩૦થી ૫૫ વર્ષ સુધીની ઉંમરનાઓને આપે છે. EMI ભરવા માટે સીંગલ પેમેન્ટ બહુ મહત્વનું બની શકે છે.

ગુજરાતમાં દેવાના ચક્કરમાં ફસાયેલા લાખો લોકો છે. કોઇ બેંકે સાઉથ ઇન્ડિયા બેંક જેવો આઇડયા વિચાર્યો નથી તે કમનસીબી કહી શકાય. દેવામાં દબાઇ રહેલા લોકોને સસ્તાદરે લોન આપીને દેવું ભરપાઇ કરવામાં મદદ કરવી જરૂરી છે.

દેવામાં સહાયરૂપ બનવાનું કામ બેંકોનું છે. ગુજરાતમાં કો ઓપરેટીવ બેંકોનું વર્ચસ્વ છે. તગડો નફો કરતી બેંકોએ વિચારવા જેવો આ મુદ્દો છે.

સાઉથ ઇન્ડિયા બેંક કેવી રીતે કામ કરે છે તે પણ સમજવાની જરૂર છે. એકવાર લોન મંજૂર થાય એટલે ગ્રાહકનું આઉટ સ્ટેન્ડીંગ જેટલું હોય તેનું ટોટલ મારીને તે ચૂકવી દેવાય છે. જે પૈસા ચૂકવાય તેના પરવડે એવા હપ્તા બાંધી આપવામાં આવે છે. તેની કોઇ ફી નથી હોતી. આઉટ સ્ટેન્ડીંગ ભરાઇ જાય એટલે ગ્રાહકનું વધારાનું વ્યાજ અને દંડ વગેરે બચી જાય છે. આ ઉપરાંત આઉટ સ્ટેન્ડીંગ ભરાય એટલે EMI પણ ઓછો આવે છે.

સૌથી મહત્વનું આઉટ સ્ટેન્ડીંગ હોય છે તેનો ભાર ઓછો બેંક કરી આપે છે અને બાકીની રકમ ઓછા વ્યાજે ફાળવે છે.

સમાજના લોકો આઉટસ્ટેન્ડીંગ EMI ભરીને તેમને મુક્ત કરતા હતા

અમદાવાદમાં કેટલીક જ્ઞાતિ-સમાજમાં લોકોને દેવામાંથી બહાર લાવવા ચોક્કસ બજેટ તૈયાર કરાયું હતું. જે લોકો EMI દેવાના ચક્કરમાં ફસાયા હોય તેમની પૂછપરછ કરીને આઉટ સ્ટેન્ડીંગ ભરી દે છે. આમ બાકી રહેતી લોનના હપ્તા નિયમિત ભરવા સમજાવાય છે. કેટલાક લોકો આઉટ સ્ટેન્ડીંગ અને તેનું વ્યાજ ભરવામાંથી ઉંચા નથી આવતા. આ ખાડો પુરાય તેજ તે મૂળ રકમ કપાવી શકે છે. આ હકીકત ધ્યાનમાં રાખીને સમાજના લોકો આઉટસ્ટેન્ડીંગ EMI ભરીને તેમને મુક્ત કરતા હતા. કેટલાક લોકો દેવાના કારણે અને મોટાભાગનો પૈસો EMI માં જતો રહેતો હોવાથી ઇન્સ્યોરન્સનું પ્રિમિયમ પણ ભરી શકતા નહોતા.આવા લોકોનું પ્રિમિયમ પણ સમાજ ભરતો હતો.

જોકે આવી સહાયની સ્કીમ બહુ લાંબી ચાલી શકી નહોતી કેમકે લોન લેનારા અને અનિયમિત ભરનારા સુધરવા તૈયાર નહોતા. લોકો લોનની વાત સંાભળીને ફસાતા હતા અને દેવાળીયા બને જતા હતા. અન્ય એક સંસ્થાએ દેવાળીયા બનેલી વ્યક્તિના ઘરની મહિલાને સમજાવીને તેને આર્થિક સહાય આપવી શરૂ કરી હતી પરંતુ તે સંસ્થા પણ અંતે થાકી ગઇ હતી.ચ