Get The App

ચાંદી-ટોપ કોમોડિટી ઓફ ધી યર 2025 તમામ કિંમતી ધાતુઓમાં તોફાની તેજી

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
ચાંદી-ટોપ કોમોડિટી ઓફ ધી યર 2025 તમામ કિંમતી ધાતુઓમાં તોફાની તેજી 1 - image

- કોમોડિટી કરંટ

- વર્ષ 2026માં કૃષિ ચીજોમાં તેજીયાર માહોલની અપેક્ષા

વર્ષ ૨૦૨૫ જ્વેલરી માર્કેટ માટે ખૂબ લાભકારક પૂરવાર થયું છે. ૨૦૨૫માં પ્રિશિયસ મેટલનો દબદબો ટોક ઓફ કોમોડિટી રહ્યો છે. સોના-ચાંદીમાં લાલચોળ તેજી સાથે રેકોર્ડ બ્રેક ઉછાળો રહ્યો છે. પ્લેટિનમ છેલ્લા દોઢ વર્ષની અને પેલેડિયમ ધાતુ છેલ્લા ત્રણ વર્ષની ટોચ ઉપર છે.

 ચાંદી બજારમાં ગત વર્ષે ૧૩૦ ટકાનો ઉછાળો રહ્યો છે. ગયા અઠવાડિયે પ્રતિ કિલોએ ચાંદીના ભાવો રૂપિયા ૨૦૭૦૦૦/- પાર કરી ગયા છે. ગ્લોબલ ઇન્વેન્ટરીમાં ચાંદીની અછતની સામે મજબૂત ઔદ્યોગિક તથા સોશિયલ માંગની સાથેસાથ તાજેતરમાં અમેરિકાએ પણ જરૂરી મિનરલ્સની યાદીમાં ચાંદીનો સમાવેશ કર્યો છે. 

મજબૂત ઈ્ખ ઇનફલો અને સતત રટેઈલ ખરીદીને લીધે ચાંદીમાં તેજીનો જુવાળ આગળ વધી રહ્યો છે. ચીને વર્ષ ૨૦૨૬ થી ચાંદીની નિકાસ ઉપર પ્રતિબંધ લાદતાં ચાંદીનો પુરવઠો ઘટશે તેવી અપેક્ષાએ સ્ટોકિસ્ટોની લેવાલીનું પ્રેસર વધી રહ્યું છે. ા

લંડન વોલ્ટ હોલ્ડીંગમાં સતત ૩ થી ૪ ટકાની માંગ વધારો રહેતાં માર્કેટ લીકવીડીટી પણ તંગ બની છે. જો આ પ્રકારે સ્થિતિ યથાવત્ રહેશે તો આગામી વર્ષ ૨૦૨૬માં ચાંદીના ભાવો અઢીથી ત્રણેક લાખ સુધીની સપાટી પાર કરે તો નવાઈ નહિ તે ચર્ચાસ્પદ છે. ચાંદીની સમાંતર સોનામાં પણ તેજી જુવાળ યથાવત્ રહે તેમ છે.

બીજી તરફ વર્ષ ૨૦૨૫ ની સાપેક્ષે વર્ષ ૨૦૨૬ દરમ્યાન કૃષિ ચીજોની બજાર તેજ રહેવાની અપેક્ષા છે. અનાજ, તેલીબીયાં તથા દાળ ના ભાવો વધવાની ધારણા છે. ભારત ઉપરાંત વૈશ્વિક સ્તરે પણ કૃષિ ઉત્પાદન ખૂબ સારું રહે તેમ છે. આ વર્ષે રાજ્યમાં શિયાળુ પાકોના વાવેતર પૂર્ણ થી સવા મહિના ઉપરાંતની મંજિલ પાર થઈ છે. ચાલુ વર્ષે દિવાળી બાદ થયેલા માવઠાઓને કારણે વાવેતરની સાઈકલ બદલાઈ લેટ થઈ છે. બિન પિયત ધઉં, સવા અને શેરડીના વાવેતરમાં કાપ છે. 

મુખ્ય પાકો જોઈએ તો આ વર્ષે વરિયાળીમાં સાત ટકા, જીરામાં ૧૪ ટકા અને ઇસબગુલમાં ૩૬ ટકા જેટલો વાવેતરમાં ઘટાડો થવાનો અંદાજ છે. હાલમાં કપાસના પાકને વિદાય આપીને ખેડૂતો ઘઉં, ચણા કે ધાણા જેવા પાકનાં વાવેતર કરવાની ફિરાકમાં હોય તેવી સ્થિતિ છે.

વર્ષ ૨૦૨૬માં ઇસબગુલ, વરિયાળી, જીરૂ જેવા પાકોના ઉત્પાદનમાં ઘટાડો થવાની દહેશતને કારણે તેજીની ધારણાઓ મજબૂત બની રહી છે. ઇસબગુલના મુખ્ય ઉત્પાદક રાજસ્થાન તથા ગુજરાતમાં વાવેતર ઓછું થયાના ખાસ કરીને રાજસ્થાનના નાગોર, મેડતા, નોખા લાઈન ઉપર ૩૫ થી ૪૦ ટકા તથા બાડમેર લાઈન ઉપર ૩૦ થી ૩૫ ટકાનો વાવેતર ઘટાડો થવાનો અંદાજ છે. ગુજરાતમાં ઇસબગુલનું વાવેતર ગત વર્ષે પંદરેક હજાર હેક્ટરની સામે આ વર્ષે માંડ દશેક હજાર હેક્ટર આસપાસ થયું હોવાની ધારણા છે. જેના લીધે ઇસબગુલ બજારમાં મંદીની સંભાવના ઓછી રહે તેમ છે. છેલ્લા બે વર્ષો દરમ્યાન ઇસબગુલમાં પોષણક્ષમ ભાવો નહિ મળતાં આ વર્ષે વાવેતર ઓછું થયું હોવાના અહેવાલો છે.

જીરામાં પણ બદલાતા હવામાનને કારણે વાવેતરમાં વિલંબ થતાં ઉત્પાદન બાબતે વિવિધ મતમતાંતર ચર્ચાસ્પદ છે. હાલમાં લોકલ તથા એક્સપોર્ટ ડિમાન્ડની સામે પુરવઠો સરપ્લસ હોવાને કારણે બજાર રેન્જ બાઉન્ડ સ્થિતિ છે. ગુજરાતમાં જીરાનું વાવેતર ૧૫ ટકાના ઘટાડા સાથે લગભગ સવા ત્રણ લાખ હેક્ટર આસપાસ છે. જોકે ખાડી દેશો તથા ચીન તરફ વધી રહેલી પૂછપરછના કારણે બજાર સુધારા તરફ રહે છે. છેલ્લા છ માસ દરમ્યાન નિકાસમાં પંદરેક ટકાનો ઘટાડો થયો હોવાના અહેવાલો સાથે કોમોડિટીના જયવદનભાઈ ગાંધી વધુ જણાવે છે કે જીરાની સમાંતર વરિયાળીમાં પણ આ વર્ષે રાજ્યમાં ૧૨ થી ૧૫ ટકાના ઘટાડા સાથે પાંત્રીસેક હજાર હેક્ટરની આસપાસ વાવેતર રહ્યું છે.

 વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન વરિયાળી નિકાસ લગભગ પંચોતેર હજાર ટન ઉપરાંત રેકોર્ડ બ્રેક રહી હતી. ત્યારબાદ ઉત્પાદન ઘટવાની સાથે સાથે ડિમાન્ડ પણ ઘટતાં નિકાસ અડધી થઈને એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન લગભગ અઢાર હજાર ટન આસપાસ રહી છે. વર્ષ ૨૦૨૪માં વરિયાળીનુ ઉત્પાદન ૩૮ થી ૪૦ લાખ બોરી આસપાસ રહ્યું હતું. પરંતુ ત્યારબાદ વર્ષ ૨૦૨૫માં ઉત્પાદન અડધું થઈને ૧૮ થી ૨૦ લાખ બોરી આસપાસ થયું હતું.

 જો આગામી સમયમાં નિકાસ પૂછપરછ રહેવાની વકીને લીધે બજાર સુધારા ઉપર રહે તેવી અપેક્ષા વચ્ચે હાલમાં વરિયાળીમાં મંદીની સંભાવના વેપારીઓ નકારી રહ્યા છે.