Get The App

ચોમાસાના વિલંબથી એરંડાની ખેતીમાં 34 ટકાનો વધારો

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
ચોમાસાના વિલંબથી એરંડાની ખેતીમાં 34 ટકાનો વધારો 1 - image

- કોમોડિટી કરંટ

- ટ્રમ્પના એક ટ્વિટે સોના-ચાંદીની તેજીની હવા ઝાટકામાં કાઢી નાખી

ગયા અઠવાડિયે જન્માષ્ટમીના તહેવારોને કારણે રાજ્યના મોટાભાગના કૃષિ બજારોમાં મીની વેકેશન જેવો માહોલ છવાયો હતો. આજે સોમવારથી કૃષિ બજારો રાબેતા મુજબ શરૂ થનાર છે. ચાલુ વર્ષે ખરીફ સીઝનના માલ પૂરાં થવા આવ્યા છે. ઉનાળુ ઉત્પાદન ઘટયું હોવાથી યાર્ડોમાં માલોની આવકો નોંધપાત્ર તુટી છે. ઊંઝા બજારમાં જીરા, વરીયાળી, તલ, ઇસબગુલ જેવા પાકોમાં વિદેશી તથા સ્થાનિક ડિમાન્ડ અપેક્ષિત નહી રહેવાને કારણે મંદીનો માહોલનો ડર વેપારી વર્ગને ભારે સતાવી રહ્યો છે. જીરા ભાવો તુટીને ૩૫૦૦થી ૩૬૦૦ રૂપિયા પ્રતિ મણે ખાસા નીચે સ્તરે આવતાં વેપારી વર્ગની વેચવાલી બહાર આવી રહી છે. નુકશાન અટકાવવા વેચવાલી વધી રહી છે. સપ્ટેમ્બર મધ્યથી ખરીફ વાવેતરના પાકોની નવા માલોની આવકોનો શુભારંભ થવાની ગણત્રી છે. આ વખતે કપાસનું વાવેતર તૂટયું છે પણ મગફળીનું ઉત્પાદન સારુ રહે તેમ છે. ઓછા પાક વાવેતરને કારણે નવા કપાસમાં તેજી થવાની સંભાવના પ્રવર્તી રહી છે. આ વર્ષે કપાસનું વાવેતર ઘટીને ૨૦થી ૨૧ લાખ હેકટરની આસપાસ સીમીત રહ્યું છે. મગફળીનું વાવેતર પણ ૨૦થી ૨૧ લાખ હેકટરની આસપાસ જ રહ્યું છે. આ ઉપરાંત તલ તથા સોયાબીનનું વાવેતર પણ અનુક્રમે ૩૮ હજાર હેકટર અને ૨.૭૫ લાખ હેકટરની આસપાસ થયું હોવાના અહેવાલો છે. જો કે જુલાઈ માસમાં વરસાદ બાદ ઓગસ્ટમાં થોડો ઉઘાડ રહેતાં આજકાલ એરંડાના વાવેતરની ગતિ પકડાઈ છે. એરંડાના વાવેતરમાં ૩૪ ટકા વધારા સાથે ૩.૩૦ લાખ હેકટરની આસપાસ ગત વર્ષ કરતાં વધુ છે. એરંડાના ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર છે. દિવેલા મિલો પણ મોટી સંખ્યામાં છે. જેથી દિવેલ એન તેમાંથી બનતા ડેરિવેટિવ્ઝની નિકાસ પણ નોંધપાત્ર રહી છે. ટૂંકમાં વરસાદના વિલંબ બાદ ખેડૂત વર્ગ એરંડા તરફ ફંટાયો છે. દરમ્યાન ટ્રમ્પ ટેરિફ આજકાલ વેપાર જગતમાં ખૂબ ચર્ચાસ્પદ હોટ ફેવરિટ છે. અમેરિકન આકરા ટેરિફ સામે હવે આફ્રિકા ખંડની બજારોમાં નિકાસ વધારવાની ઉત્તમ તકો જોવાઈ રહી છે. આફ્રિકા લેટિન અમેરિકા તથા ઇસ્ટ યુરોપ તરફ વેપાર વધારવાની રણનીતિ તૈયાર થઇ રહી છે. જો કે ગયા વીકમાં સોના ઉપર વધારાની જકાત લાદવામાં આવશે નહિ તેવી પ્રમુખ ટ્રમ્પની જાહેરાત બાદ સોના-ચાંદી બજારમાં ભારે કડાકો થયો છે. આ અગાઉ અમેરિકાના કસ્ટમ વિભાગે સોનાના બાર ઉપર લગભગ ૩૯ ટકા જકાત લાદશે તેવી જાહેરાતથી ગત સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવો પ્રતિ ઔશ ૩૫૪૫ ડોલરની સપાટી કુદાવી લાલચોળ તેજી છવાઈ હતી. ટ્રમ્પના એક ટ્વિટથી સોનામાં એક હજાર અને ચાંદીમાં બે હજાર રૂપિયા બજાર તુટી એક ઝટકામાં બુલિયન માર્કેટની હવા નીકળી ગઈ હતી. જો કે રોયટર્સના મુજબ કસ્ટમ વિભાગે તેની વેબસાઇટ ઉપર ગયા અઠવાડિયે અમેરિકા સોના ઉપર ટેરિફ લગાવી શકે છે તેવી પોસ્ટને સોના-ચાંદીમાં અચાનક તુફાન શરૂ થતાં લાલચોળ તેજી છવાઈ હતી પરંતુ ટ્રમ્પના ટ્વીટ બાદ બુલિયન માર્કેટે રાહતનો દમ ખેંચ્યો છે. જો કે લાઈટ હાઉસ તરફથી આ બાબતે સત્તાવાર પુષ્ટિ થઇ નથી.

બીજી તરફ સોનામાં શુધ્ધતા બાબતે ગ્રાહકો છેતરાય નહિ માટે હોલમાર્કિંગ ફરજિયાત છે તે પ્રમાણે હવે ચાંદીના દાગીના ઉપર હોલમાર્કિંગ લાગુ કરવા માટે રણનીતિ તૈયાર થઇ રહી છે. સોનાની જેમ છ ગ્રેડ ચાંદીના દાગીના ઉપર હોલમાર્કિંગ ફરજિયાત થઇ શકે છે. સોનામાં હોલમાર્કિંગ વર્ષ ૨૦૨૧માં લાદવામાં આવી હતી. ગ્રાહક અને વેપારી બંને પક્ષે વિશ્વાસ તથા સલામતી સુનિશ્ચિત રહે તે માટે હોલમાર્કંગ ફરજિયાત કરવામાં આવેલ છે. આ બાબતે ચાંદી ઉદ્યોગ પણ પોઝીટીવ રહે તેમ છે. પહેલી સપ્ટેમ્બરથી હોલમાર્કિંગ સ્વૈચ્છિક થઇ શકે છે. ભારતીય માનક બ્યુરો (મ્ૈંજી) પ્રમાણે ચાંદીના આભૂષણો છ ગ્રેડ જેમ કે ૮૦૦, ૮૩૫, ૯૦૦, ૯૨૫, ૯૭૦ તથા ૯૯૦ શુધ્ધતા સ્તરે માટે દિશા નિર્દેશ કરવામાં આવ્યો છે. સોનાની સાથે ચાંદી ઉપર હોલમાર્કિંગ લાદવાનો નિર્ણય પહેલેથી લેવાનો હતો તેવી રાવ વેપારી જગતમાં પ્રવર્તી છે. જો કે મોડે મોડે પણ સરકારે નિર્ણયને અમલમાં મૂકતાં ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળશે તેવી અપેક્ષા જયવદનભાઈ ગાંધી જણાવે છે.