સેન્સેક્સમાં 81120 અને નિફટી ફયુચરમાં 24785 મહત્ત્વના સપોર્ટ
- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
હિન્દુસ્તાન એરોનોટિક્સ (બંધ ભાવ રૂ.૪૫૫૨.૭૦ તા.૨૫-૦૭-૨૫) ૫૦૫૬નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૭૯૨.૨૩ અને ૪૮ દિવસની ૪૮૦૮.૩૪ તેમ જ ૨૦૦ દિવસની ૪૩૯૭.૬૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૭૦૦ ઉપર ૪૭૫૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૫૪૩ નીચે ૪૫૦૨, ૪૪૭૩, ૪૩૭૦ સુધીની શક્યતા.
એચસીએલ ટેકનો. (બંધ ભાવ રૂ.૧૪૯૦.૧૦ તા.૨૫-૦૭-૨૫) ૧૭૫૨.૫૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૫૬૫.૩૩ અને ૪૮ દિવસની ૧૬૧૯.૬૮ તેમ જ ૨૦૦ દિવસની ૧૫૫૭.૫૧ છે.દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૨૫ ઉપર ૧૫૫૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૪૮૬ નીચે ૧૪૩૫ સુધીની શક્યતા.
આઈટીસી લી.(બંધ ભાવ રૂ.૪૦૯.૪૦ તા.૨૫-૦૭-૨૫) ૪૨૫.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૧૭.૪૨ અને ૪૮ દિવસની ૪૧૮.૦૩ તેમ જ ૨૦૦ દિવસની ૪૧૮.૨૪ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૨૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૦૭ અને ૩૯૭ નીચે ૩૮૩ અગત્યની સપાટી ગણાય.
પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ (બંધ ભાવ રૂ.૨૮૮૯.૬૦ તા.૨૫-૦૭-૨૫) ૩૧૦૩.૩૪નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૯૫૪.૫૧ અને ૪૮ દિવસની ૨૯૮૩.૬૧ તેમ જ ૨૦૦ દિવસની ૨૯૫૪.૬૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૯૨૩૦ ઉપર ૨૯૬૧ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૮૭૫ નીચે ૨૮૬૩, ૨૮૩૧, ૨૮૦૦ સુધીની શક્યતા.
રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૩૯૧.૭૦ તા.૨૫-૦૭-૨૫) ૧૫૫૧નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૫૫.૨૧ અને ૪૮ દિવસની ૧૪૪૮.૫૦ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૭૨.૩૭ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૪૦૧ ઉપર ૧૪૪૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૩૮૪ નીચે ૧૩૭૨, ૧૩૬૭ અગત્યની સપાટી ગણાય. જેની નીચે વધારે નબળાઈ જોવાય.
ટ્રેન્ટ લી.(બંધ ભાવ રૂ.૫૦૪૩.૦૦ તા.૨૫-૦૭-૨૫) ૬૨૬૧નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજડ ૫૪૦૧.૦૬ અને ૪૮ દિવસની ૫૫૫૮.૯૯ તેમ જ ૨૦૦ દિવસની ૫૬૨૨.૭૩ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ, તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૨૬૧ સઉપર લ૫૩૨૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૦૩૩ નીચે ૪૯૨૮, ૪૮૬૦ સુધીની શક્યતા.
બેંક નિફટી ફયુચર (બંધ ૫૬૫૮૫.૮૦ તા.૨૫-૦૭-૨૫) ૫૭૮૪૯.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૭૦૨૯.૦૭ અને ૪૮ દિવસની ૫૬૨૯૫.૬૨ તેમ જ ૨૦૦ દિવસની ૫૭૩૭૮.૦૦ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૬૬૦૦ યલ્લવ ૫૬૭૮૫, ૫૬૯૬૦, ૫૭૧૮૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૬૫૧૧ નીચે ૫૫૮૧૦ નીચે નબળાઈ વધશે. ૫૫૮૫૦ નીચે ૫૫૬૬૦, ૫૫૫૦૦, ૫૫૩૫૦ સુધીની શક્યતા.
નિફટી ફયુચર (બંધ ૨૪૮૫૦.૪૦ તા.૨૫-૦૭-૨૫) ૨૫૭૯૨.૪૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૫૨૧૧.૬૮ અને ૪૮ દિવસની ૨૫૦૩૪.૫૯ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૨૦૫.૦૩ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૪૯૫૫ ઉપર ૨૫૦૫૦, ૨૫૧૫૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૪૮૩૧ નીચે, ૨૪૭૮૫ નીચે નબળાઈ વધશે. ૨૪૭૮૫ નીચે ૨૪૭૨૦, ૨૪૬૫૦, ૨૪૫૭૫ સુધીની શક્યતા.
- સાયોનારા
બંધ આંખે થાય દીવો, થાય તારો સ્પર્શ તાજો,
ભીતરે અજવાશ તારો સાચવ્યો છે મેં હજી પણ.
- ગાયત્રી ભટ્ટ