Get The App

સેન્સેક્સમાં 81085 અને નિફટી ફયુચરમાં 24835 મહત્ત્વના સપોર્ટ

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
સેન્સેક્સમાં 81085 અને નિફટી ફયુચરમાં 24835 મહત્ત્વના સપોર્ટ 1 - image

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

વાચક મિત્રો સૌ પ્રથમ તો જૈન વાચક મિત્રોને એડવાન્સમાં મિચ્છામી દુક્કડમ જે માફ કરે છે તે જ મિત્રો છે- મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું.

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૧૩૦૬.૮૫  તા.૨૨-૦૮-૨૦૨૫) ૭૯૭૭૨.૪૬નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૧૨૨૮.૬૫ અને ૪૮ દિવસની ૮૧૪૪૨.૭૯ તેમ જ ૨૦૦ દિવસની ૭૯૭૧૫.૬૫ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૮૧૪૦૦ ઉપર ૮૧૬૭૦, ૮૧૯૩૫, ૮૨૨૫૦, ૮૨૨૩૧ પ્રતિકાર સપાટી ગણાય.  જેની ઉપર ૮૨૪૫૦, ૮૨૬૫૦ સુધીની શક્યતા. નીચામાં ૮૧૨૪૦ નીચે નબળાઈ સમજવી.  ૮૧૨૪૦ નીચે ૮૧૨૦૨, ૮૧૦૮૫ નીચે વેચવાલી વધતી જોવાય. ૮૧૦૮૫ નીચે ૮૦૦૪૦, ૭૯૭૭૨ તુટે તો ૭૫૯૦૦, ૭૯૨૩૦ સુધીની શકયતા, માસિક એક્સપાયરી છે. સંભાળવું. 

બંધન બેંક (બંધ ભાવ રૂ.૧૭૩.૨૩તા.૨૨-૦૮-૨૦૨૫) ૧૬૦.૭૭નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૬૯.૭૯ અને ૪૮ દિવસની ૧૭૧.૨૮ તેમ જ ૨૦૦ દિવસની ૧૬૫.૭૮ છે. ઉપરમાં ૧૭૭ ઉપર ૧૮૧ કુદાવે તો  ૧૮૬ અને ૧૯૧ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૭૦ તુટે તો ૧૬૮ સપોર્ટ ગણાય.

સીપ્લા (બંધ ભાવ ૧૫૯૨.૮૦ તા.૨૨-૦૮-૨૦૨૫) ૧૪૬૪.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૫૪૩.૮૮ અને ૪૮ દિવસની ૧૫૧૩.૨૧ તેમ જ ૨૦૦ દિવસની ૧૪૮૨.૯૮ છે. ઉપરમાં ૧૬૦૨ ઉપર ૧૬૮૪ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૫૬૦ નીચે ૧૫૫૧ પેનીક સપોર્ટ ગણાય.

એચડીએફસી બેંક (બંધ ભાવ રૂ.૧૯૬૪.૬૦ તા.૨૨-૦૮-૨૫) ૨૦૨૬.૬૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૯૯૧.૦૫ અને ૪૮ દિવસની ૧૯૭૪.૨૦  તેમ જ ૨૦૦ દિવસની ૧૮૪૧.૦૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે.  દૈનિક અને અઠવાજિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૯૯૩ ઉપર ૨૦૦૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૯૫૭ નીચે ૧૯૪૧ નીચે નબળાઈ વધતી જોવાશે.

હિન્દુસ્તાન લીવર(બંધ ભાવ રૂ.૨૬૨૯.૯૦ તા.૨૨-૦૮-૨૫)  ૨૨૫૮.૭૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૫૬૧.૧૨ અને ૪૮ દિલવસની ૨૪૬૪.૨૩ તેમ જ ૨૦૦ દિવસની ૨૩૯૮.૯૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તકફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ તરફની પોજીસન દર્શાવે છે.

ઈન્ડિયન  હોટલ(બંધ ભાવ રૂ.૭૮૮.૮૫  તા.૨૨-૦૮-૨૫) ૭૩૨.૮૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ૭૭૧.૨૯ અને ૪૮ દિવસની ૭૫૯.૮૬ તેમ જ ૨૦૦ દિવલસની ૭૪૦.૦૭ છે. દૈનિક અન્ અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૧૩ ઉપર ૮૨૬, ૮૩૮ સુધીનીી શક્યતા. નીચામાં ૭૮૨ નીચે ૭૭૧ સપોર્ટ ગણાય

રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૪૦૯.૨૦ તા.૨૨-૦૮-૨૫) ૧૩૫૫.૭૬નાં બોટમથી સુધારા તકફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૯૮.૦૫ અને ૪૮ દિવસની ૧૪૧૪.૮૮ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૭૧.૦૭ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ, તેમ જ માસિક ધોરણે ઓવરબોટ  પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૪૩૨ ઉપર ૧૪૪૫, ૧૪૫૬, ૧૪૩૭, ૧૪૭૮ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૪૦૦ નીચે ૧૩૯૦ સપોર્ટ ગણાય.

બેંક નિફટી ફયુચર (બંધ ૫૫૨૭૦.૬૦ તા.૨૨-૦૮-૨૫) ૫૭૮૪૯.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૫૭૮૬.૬૧ અને ૪૮ દિવસની ૫૬૦૦૭.૦૨ તેમ જ ૨૦૦ દિવસની ૫૩૬૭૨.૨૬  છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે.દૈનિક ધોરણે ન્યુટ્રલ અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૫૪૯૦ ઉપર ૫૫૫૯૦, ૫૫૭૬૫, ૫૫૯૪૦, ૫૬૧૨૦, ૫૬૨૮૬ પ્રતિકાર સપાટી ગણાય.  નીચામાં ૫૫૨૨૫ નીચે ૫૫૦૭૦ નીચે નબળાઈ વધતી જોવાય. ૫૫૦૭૦ નીચે ૫૪૮૯૦, ૫૪૬૮૦, ૫૪૩૬૦ સુધીની શક્યતા.

નિફટી ફયુચર (બંધ ૨૪૮૯૮.૨૦ તા.૨૨-૦૮-૨૫)  ૨૫૪૦૯.૦૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૪૮૭૯.૩૬ અને ૪૮ દિવસની ૨૪૯૦૧.૦૯ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૩૦૪.૦૭ છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૨૪૯૭૫ ઉપુર ૨૫૦૧૫, ૨૫૧૦૦, ૨૫૧૯૦ કુદાવે તો ૨૫૨૭૦ સુધીની શક્યતા. નીચામાં ૨૪૮૮૦ નીચે ૨૪૮૩૫ નીચે નબળાઈ સમજવી. ૨૪૮૩૫ નીચે ૨૪૭૫૦, ૨૪૬૬૦, ૨૪૫૮૦, ૨૪૪૭૦ સુધીની શક્યતા.

- સાયોનારા

એની ન મને આપ સમજ ઓ દયાનિધિ,

માગેલી ક્ષમા ઔર છે, આપેલી ક્ષમા ઔર.

મરીઝ.