Get The App

નવા સપ્તાહમાં શેરોમાં ગભરાટમાં નવી વેચવાલીથી દુર રહેવું હિતાવહ

Updated: May 17th, 2026

GS TEAM

Google News
Google News
નવા સપ્તાહમાં શેરોમાં ગભરાટમાં નવી વેચવાલીથી દુર રહેવું હિતાવહ 1 - image

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (૭૫૨૩૭.૯૯) ૭૯૩૬૭.૦૮ના ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૭૫૫૮૭૮ ઉપર ૭૬૧૩૦, ૭૬૩૭૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૪૩૮૦ નીચે ૭૪૪૭૦, ૭૪૧૩૪ સુધીની શક્યતા.

બેંક નિફટી ફયુચર (૫૩૮૪૨.૪૦) ૫૭૪૪૭નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૫૪૫૫૦ ઉપર ૫૪૯૦૦, ૫૫૧૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૩૨૬૦ નીચે ૫૨૯૪૦, ૫૨૮૬૦ સુધીની શક્યતા.

નિફટી ફયુચર (૨૩૬૪૩.૯૦)૨૪૬૦૪નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૩૮૫૫ ઉપર ૨૩૯૫૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૩૫૮૫ નીચે ૨૩૪૪૦, ૨૩૩૨૦, ૨૩૨૯૦, ૨૩૧૫૦ સુધીની શક્યતા.

ભેલ (ર્૩૯૮.૩૦) ૨૪૦.૯૨નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૪૧૮ કુદાવે તો જ સુધારો જોવાય. નીચામાં ૩૮૬ નીચે બંધ આવતા નફારૂપી વેતવાલી જોવાશે.

ક્રોમ્પટન ગ્રીવ્ઝ (૩૦૧.૯૫) ૨૨૨.૧૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૩૧૧ ઉપર ૩૧૭, ૩૩૨, ૩૪૮  સુધીની શક્યતા. નીચામાં ૨૮૯ નીચે ૨૮૦ સપોર્ટ ગણાય.

એમ્બેસી ડેવલપમેન્ટ (૭૦.૨૪) ૩૯.૪૬નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૭૩ ઉપર ૭૬ કુદાવે તો ૭૮,૮૭ સુધીની  શક્યતા. નીચામાં ૬૬.૬૪ નીચે ૬૨.૭૫, ૫૫, ૫૨, ૪૮ સપોર્ટ ગણાય. ઘટાડે રોકાણ કરી શકાય.

એચએફસીએલ (૧૪૭.૮૯) ૫૯.૮૨નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૫૫, ૧૫૭ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૩૭ નીચે બંધ આવતા નફારૂપી વેચવાલી જોવાશે.

ઈન્ડસ ટાયર(૪૩૦.૧૫) ૩૯૦.૮૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૪૩૬ ઉપર ૪૪૨, ૪૪૮ સુધીની શક્યતા. નીચામાં ૪૨૪ નીચે ૪૧૩ સપોર્ટ ગણાય.

તાતા મોટર્સ (૩૫૬.૫૫) ૩૬૭,૯૫નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૩૬૮ ઉપર ૩૭૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૩૪૦ નીચે ૩૩૩ સપોર્ટ ગણાય.

હું ક્યાં કહું છું આપની 'હા' હોવી જોઈએ,

પણ ના કહો છો એમાં વ્યથા હોવા જોઈએ.

- મરીઝ.