Get The App

નવા સપ્તાહમાં શેરોમાં સ્ક્રીપ આધારીત સુધારાની ચાલ જળવાશે

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
નવા સપ્તાહમાં શેરોમાં સ્ક્રીપ આધારીત સુધારાની ચાલ જળવાશે 1 - image

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૨૫૦૦.૮૨ તા.૧૦-૧૦-૨૦૨૫) ૮૦૧૫૯.૮૯નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૧૫૬૧.૨૧ અને ૪૮ દિવસની ૮૧૪૨૭.૫૫ તેમ જ ૨૦૦ દિવસની ૮૦૧૭૩.૭૭ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ,  અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૨૬૫૪ ઉપર ૮૨૯૩૦, ૮૩૧૪૨, ૮૩૩૫૫ મહત્ત્વની સપાટી ગણાય. ત્યારબાદ ૮૪૧૦૦ અંતિમ  પ્રતિકાર સપાટી ગણાય. જેની ઉપર મોટો સુધારો જોવા મળે. નીચામાં ૮૨૦૭૨ નીચે ૮૧૮૭૩ નીચે સંભાળવું. ૮૧૮૭૩ નીચે ૮૧૬૬૭, ૮૧૬૪૬ સપોર્ટ ગણાય. સ્ક્રીપ  આધારીત  સુધારાની ચાલ જળવાશે.

ચોલા ફાયનાન્સ (બંધ ભાવ રૂ.૧૬૧૪.૨૦ તા.૧૦-૧૦-૨૦૨૫) ૧૧૪૧૨.૩૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૬૦૨.૭૪ અને ૪૮ દિવસની ૧૫૫૩.૮૫ તેમ જ ૨૦૦ દિવસની ૧૪૮૯.૫૦ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે.  દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૬૩૦ ઉપર ૧૬૬૬ કુદાવે તો ૧૬૮૩, ૧૭૦૧ સુધીની શક્યતા. નીચામાં ૧૫૯૫ નીચે ૧૫૮૧ સપોર્ટ ગણાય.

હાલ લી. (બંધ ભાવ ૪૮૩૨.૯૦ તા.૧૦-૧૦-૨૦૨૫) ૪૭૦૩.૫૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૭૯૮.૮૬ અને ૪૮ દિવસની ૪૬૯૦.૨૫ તેમ જ ૨૦૦ દિવસની ૪૪૭૬.૧૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે.ઉપરમાં ૪૯૦૩ અને ૪૯૪૧ ઉપર ૫૦૪૮ કુદાવશે તો સંગીન સુધારો જોવાશે. નીચામાં ૪૭૪૭ સપોર્ટ ગણાય.

આઈડીએફસી બેંક (બંધ ભાવ રૂ.૭૪.૪૩ તા.૧૦-૧૦-૨૫) ૬૮.૩૭નાં  બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૧.૧૦ અને ૪૮ દિવસની ૭૦.૮૦ તેમ જ ૨૦૦ દિવસની ૬૯.૦૭ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૫ ઉપર ૭૯ કુદાવે તો ૮૨, ૮૫,૮૮, ૯૦ સુધીની શક્યતા. નીચામાં ૭૧ સપોર્ટ ગણાય.

કોટક મહેન્દ્ર બેંક (બંધ ભાવ રૂ.૨૧૫૦.૧૦ તા.૧૦-૧૦-૨૫) ૧૯૭૦.૩૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૦૭૯.૫૮  અને ૪૮ દિવસની ૨૦૩૯.૩૯ તેમ જ ૨૦૦ દિવસની ૨૦૦૯.૯૦ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ  તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૧૫૮ ઉપર ૨૧૮૪, ૨૨૦૭, ૨૨૩૦, ૨૨૫૩, ૨૨૭૬, ૨૨૯૯ સુધીની શક્યતા. નીચામાં ૨૧૦૦ નીચે ૨૦૯૩ સપોર્ટ ગણાય.

તાતા ટેકનોલોજી (બંધ ભાવ રૂ.૭૧૪.૩૫  તા.૧૦-૧૦-૨૫)  ૬૬૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૦૧.૩૧ અને ૪૮ દિવસની ૬૯૫.૫૮ તેમ જ ૨૦૦ દિવસની ૭૪૮.૩૩ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક  તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૭૨૩, ૭૨૬ ઉપર ૭૪૮ મહત્ત્વની સપાટી ગણાય. ત્યારબાદ ૭૬૩ અને ૭૮૫ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર લાંબાગાળાનો પ્રવાહ સુધારા તરફી ગણાય. નીચામાં ૭૦૦ સપોર્ટ ગણાય.

વેદાંતા (બંધ ભાવ રૂ.૪૮૨.૨૦ તા.૧૦-૧૦-૨૫) ૪૦૬.૩૮નાં બોટમથી સુઝારા તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૪૬૬.૫૬ અને ૪૮ દિવસની ૪૪૭.૧૦ તેમ જ ૨૦૦ દિવસની ૪૨૩.૩૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૯૦ ઉપર ૫૦૦, ૫૦૮, ૫૧૮, ૫૨૭ સુધીની શક્યતા. નીચામાં ૪૭૧ નીચે ૪૬૭ સપોર્ટ ગણાય.

બેંક નિફટી ફયુચર (બંધ ૫૬૮૩૨.૨૦ તા.૧૦-૧૦-૨૫) ૫૪૩૦૧.૨૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૫૭૭૦.૪૭ અને ૪૮ દિવસની ૫૫૪૭૪.૦૧  તેમ જ ૨૦૦ દિવસની ૫૪૦૮૩.૮૦  છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક  ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૭૦૧૦ ઉપર ૫૭૨૨૦, ૫૭૫૪૦, ૫૭૮૫૦, ૫૮૧૭૦ સુધીની શક્યતા. નીચામાં ૫૭૭૭૦ નીચે ૫૬૫૦૦, ૫૬૨૩૫, ૫૬૦૪૦ સપોર્ટ ગણાય.

નિફટી ફયુચર (બંધ ૨૫૪૧૧.૦૦  તા.૦૩-૧૦-૨૫)  ૨૪૫૮૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૫૦૮૫.૪૩ અને ૪૮ દિવસની ૨૫૦૦૩.૯૮ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૫૦૩.૦૩ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક દોરણે ઓવરબોટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૫૪૬૪ ઉપર ૨૫૫૨૫ કુદાવે તો ૨૫૬૦૦ મહત્ત્વની સપાટી ગણાય. ત્યારબાદ ૨૫૭૯૩ અંતિમ પ્રતિકાર સપાટી ગણાય. જેની ઉપર મોટો સુધારો જોવા મળે. નીચામાં ૨૫૩૭૫ નીચે ૨૫૨૮૫ તુટે તો ૨૫૧૨૫, ૨૫૦૮૫  સપોર્ટ ગણાય. ૨૫૨૮૫ નીચે સાવચેત રહેવું.

સાયોનારા

છે બધા નજદીકના સંબંધ ભરતીને લીધે, ઓટ આવી કે તરત  આઘા કિનારા થઈ ગયા. - બેફામ.