Get The App

બજાર ઓવરસોલ્ડ : શેરોમાં ઉછાળે વેચવાલી જોવાશે

Updated: Aug 31st, 2025

GS TEAM

Google News
Google News
બજાર ઓવરસોલ્ડ : શેરોમાં ઉછાળે વેચવાલી જોવાશે 1 - image

ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૭૯૮૦૯.૬૫ તા.૨૯-૦૮-૨૦૨૫) ૮૨૨૩૧.૧૬નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૧૦૪૬.૬૨ અને ૪૮ દિવસની ૮૧૩૬૩.૯૫ તેમ જ ૨૦૦ દિવસની ૭૯૭૬૩.૯૩ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૦૩૧૦ ઉપર ૮૦૬૮૦, ૮૦૮૫૦, ૮૧૩૦૦ પ્રતિકાર સપાટી ગણાય.  નીચામાં ૭૯૭૪૧નીચે ૭૯૫૦૦, ૭૯૧૮૦ મહત્ત્વની સપાટી ગણાય. નવી લેવાલીનો કોઈ જ સંકેત નથી. બજાર ઓવરસોલ્ડ છે. પરંતુ ઉછાળે વેચવાલી જોવાશે.

એન્જલ વન (બંધ ભાવ રૂ.૨૨૦૯.૮૦ તા.૨૯-૦૮-૨૦૨૫) ૨૭૩૬.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૨૫૭૮.૮૯ અને ૪૮ દિવસની ૨૬૦૫.૯૩ તેમ જ ૨૦૦ દિવસની ૨૫૮૬.૨૬ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે.  દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૨૭૦ ઉપર ૨૩૫૩, ૨૪૩૯ પ્રતિકાર સપાટી ગણાય.  નીચામાં ૨૧૯૮ નીચે ૨૧૮૫, ૨૧૨૪ તુટે તો ૨૦૧૫, ૧૯૩૧ મહત્ત્વની સપાટી ગણાય.

ઓરોબિન્દો ફાર્મા  (બંધ ભાવ ૧૦૨૭.૯૦ તા.૨૯-૦૮-૨૦૨૫) ૧૧૯૨.૪૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૦૫૮.૯૮ અને ૪૮ દિવસની ૧૦૯૮.૬૦ તેમ જ ૨૦૦ દિવસની ૧૧૬૦.૭૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૦૫૮ ઉપર ૧૦૭૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૦૨૦ નીચે ૧૦૦૬, ૯૯૨, ૯૫૩ મહત્ત્વની સપાટી ગણાય.

કોમ્પ્યુટર એઈજ (બંધ ભાવ રૂ.૩૭૦૫.૨૦ તા.૨૯-૦૮-૨૫) ૩૯૨૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ૩૮૦૯.૬૮ અને ૪૮ દિવસની ૩૯૨૩.૨૪ તેમ જ ૨૦૦ દિવસની ૩૯૩૩.૮૫ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ  અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમં જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૭૩૦ ઉપર ૩૭૫૮, ૩૮૧૦, ૩૮૪૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૬૫૦ નીચેૈ ૩૬૨૨ તુટે તો ૩૫૯૧, ૩૫૧૭ સુધીની શક્યતા.

એચડીએફસી એએમસી(બંધ ભાવ રૂ.૫૪૬૩.૦૦ તા.૨૯-૦૮-૨૫)  ૫૯૧૭.૫૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૬૯૧.૯૭ અને ૪૮ દિવસની ૫૪૨૪.૪૦ તેમ જ ૨૦૦ દિવસની ૪૩૬૧.૯૩ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફ, તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે.

એચડીએફસી બેંક (બંધ ભાવ રૂ.૯૫૧.૬૦ તા.૨૯-૦૮-૨૫) ૧૩૧૩.૩૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૯૮૪.૧૨ અને ૪૮ દિવ સની ૯૮૪.૯૬ તેમ જ ૨૦૦ દિવસની ૯૨૨.૬૩ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૯૭૨ ઉપર ૯૮૬ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૯૫૦ નીચે ૯૪૩ અને ૯૨૫ મહત્ત્વની સપાટી ગણાય.

તાતા પાવર (બંધ ભાવ રૂ.૩૭૪.૧૫ તા.૨૯-૦૮-૨૫) ૪૧૬.૭૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૮૩.૫૩ અને ૪૮ દિવસની ૩૯૦.૯૦ તેમ જ ૨૦૦ દિવસની ૩૮૯.૯૦ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ્ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૭૮ ઉપર ૩૮૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૬૮ નીચે ૩૬૪, ૩૫૯, ૩૫૩, ૩૪૮ સુધીની શક્યતા.

બેંક નિફટી ફયુચર (બંધ  ૫૪૦૬૦.૪૦ તા.૨૯-૦૮-૨૫) ૫૭૮૪૯.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૫૨૧૨.૬૫ અને ૪૮ દિવસની ૫૫૮૦૪.૮૬ તેમ જ ૨૦૦ દિવસની ૫૩૭૧૨.૯૮  છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે.દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ   માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૪૪૮૦ ઉપર ૫૫૧૫૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૩૭૭૯ નીચે ૫૩૭૧૫ તુટે તો ૫૩૧૬૦, ૫૨૯૫૦ મહત્ત્વની સપાટી ગણાય.

નિફટી ફયુચર (બંધ ૨૪૫૬૮.૫૦ તા.૨૯-૦૮-૨૫)  ૨૫૧૭૯નાં  ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૪૮૧૫.૦૯ અને ૪૮ દિવસની ૨૪૮૮૧.૧૫ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૩૨૨.૬૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૪૭૧૦ ઉપર ૨૪૭૭૫, ૨૪૯૪૦ પ્રતિકાર સપાટી ગણાય.  નીચામાં ૨૪૪૭૮ નીચે ૨૪૪૦૯ તુટે તો ૨૪૩૨૦ મહત્ત્વનો સપોર્ટ ગણાય. જેની નીચે ૨૪૧૪૫ સુધીની શક્યતા.

- સાયોનારા

સૌ ફિદા છે પોતપોતાના જ ચહેરા પર અહીં,

કોણ નીકળે છે ઘરેથી આયનો જોયા વગર.

ખલીલ ધનતેજવી.