Get The App

એરાઉન્ડ ધ માર્કેટ .

Updated: Sep 29th, 2025

GS TEAM

Google News
Google News
એરાઉન્ડ ધ માર્કેટ                                               . 1 - image

સરકારને 140 ટકા વધુ ઘઉંનો સ્ટોક રાખવા રજૂઆત

ફ્લોર મિલોએ કેન્દ્ર સરકારને ઘઉંની સીઝનની શરૂઆતમાં ૭.૫ મિલિયન ટનના વર્તમાન ધોરણ કરતાં આશરે ૧૪૦ ટકા વધુ ઘઉંનો સ્ટોક રાખવા રજૂઆત કરી છે. નવી ઘઉંની વાવણીની સીઝન પહેલા ફ્લોર મિલોએ આ રજૂઆત કરી છે. આનાથી ઘઉંના ભાવમાં થતી વધઘટને રોકવામાં મદદ મળશે. રોલર ફ્લોર મિલર્સ ફેડરેશને જણાવ્યું હતું કે, ભારતને જાહેર વિતરણ વ્યવસ્થાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વાષક ૧૮.૪ મિલિયન ટન ઘઉંની જરૂર પડે છે. તેથી સરકાર ઘઉંની મોસમની શરૂઆતમાં આખા વર્ષ માટે પૂરતો સ્ટોક બનાવે. આનાથી ભાવમાં વધઘટ અટકશે અને બજારને નિશ્ચિતતા મળશે. આ સૂચનથી કેન્દ્ર સરકારની સંગ્રહ સબસિડી અને સંગ્રહ ક્ષમતા મર્યાદામાં વધારો થવાની ધારણા છે. 

સિમેન્ટ કંપનીઓના નફામાં વધારો થવાની ધારણા 

ચાલુ નાણાકીય વર્ષમાં સિમેન્ટ કંપનીઓનો કાર્યકારી નફો ૧૨ થી ૧૮ ટકા વધીને રૂ. ૯૦૦ થી ૯૫૦ પ્રતિ ટન થવાની ધારણા છે. રેટિંગ એજન્સી ઇકરા અનુસાર, મજબૂત માંગ, સુધારેલ પ્રાપ્તિ અને મર્યાદિત ઇનપુટ ખર્ચને કારણે આ સ્થિતિ જોવા મળશે. પાછલા નાણાકીય વર્ષમાં, EBITDA પહેલાં સિમેન્ટ કંપનીઓનો કાર્યકારી નફો પ્રતિ ટન રૂ. ૮૦૬ હતો. 

ખાસ કરીને નાણાકીય વર્ષ ૨૯૨૫ના પ્રથમ છ મહિનામાં, નબળા પ્રાપ્તિ, લાંબા વરસાદ અને સામાન્ય ચૂંટણીઓ દરમિયાન સરકારી મૂડી ખર્ચ પર અસરને કારણે પ્રતિ ટન EBITDA માં ઘટાડો થયો હતો અને કાર્યકારી નફો પાછલા વર્ષની સરખામણીમાં ૧૬ ટકા ઘટયો હતો. સિમેન્ટ પર GST ઘટાડાથી ગ્રામીણ આવાસમાં એકંદર બાંધકામ ખર્ચમાં ૦.૮ થી ૧.૦ ટકાનો ઘટાડો થવાની ધારણા છે. આનાથી વેચાણમાં વધારો થશે અને ક્ષમતા વિસ્તરણને ટેકો મળશે. નાણાકીય વર્ષ ૨૬ ના પ્રથમ પાંચ મહિનામાં સિમેન્ટના વેચાણમાં ૮.૫ ટકાનો વધારો થયો છે.