યુવા બેરોજગારી દરમાં વધારો
જૂનમાં સતત બીજા મહિને યુવાનોમાં (૧૫-૨૯ વય જૂથ) બેરોજગારી દર વધ્યો છે. મે મહિનામાં તે ૧૫ ટકા હતો તે વધીને જૂનમાં ૧૫.૩ ટકા થયો. જોકે, જૂનમાં યુવાનોમાં કામ કરવાનો ઉત્સાહ ઓછો હતો. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નવા માસિક પીરિયડિક લેબર ફોર્સ સર્વેના ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં યુવાનોમાં બેરોજગારી દર જૂનમાં તીવ્ર વધારો થયો હતો(મે મહિનામાં ૧૭.૯ ટકાથી વધીને ૧૮.૮ ટકા થયો) જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે ૧૩.૭ ટકાથી વધીને ૧૩.૮ ટકા થયો હતો. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય તાજેતરના સાપ્તાહિક સ્થિતિના આધારે બેરોજગારી દર માપે છે. આ હેઠળ, સર્વેક્ષણની તારીખના સાત દિવસના સમયગાળા પર પ્રવૃત્તિની સ્થિતિ નક્કી કરવામાં આવે છે. આ હેઠળ, કોઈ વ્યક્તિ અઠવાડિયામાં બેરોજગાર ગણવામાં આવે છે જ્યારે તે ઓછામાં ઓછો એક કલાક અથવા કોઈપણ એક દિવસ કામ કરવા માંગે છે પરંતુ તેને અઠવાડિયામાં એક કલાક અથવા કોઈપણ દિવસ કામ મળ્યું નથી.
રેપો રેટમાં ફરી ઘટાડો થવાની શક્યતા
રિઝર્વ બેંકની ૬ સભ્યોની નાણાકીય નીતિ સમિતિ દ્વારા નાણાકીય નીતિમાં વધુ સરળતા લાવવાની શક્યતા વધી છે. જૂનમાં છૂટક ફુગાવો ૭૭ મહિનામાં સૌથી ઓછો ૨.૧ ટકા રહ્યો હતો. આવી સ્થિતિમાં, ઓક્ટોબર અથવા ડિસેમ્બરમાં રેપો રેટમાં વધુ ઘટાડાની આશા વધી ગઈ છે. જોકે, ઓગસ્ટની બેઠકમાં પણ ઘટાડાનો અવકાશ હોઈ શકે છે. ચાલુ નાણાકીય વર્ષ માટે સરેરાશ છૂટક ફુગાવાનો દર ઇમ્ૈં ના ૩.૭ ટકાના અંદાજ કરતા ઓછો હોઈ શકે છે, જેના કારણે દર ઘટાડાની શક્યતા પણ વધી ગઈ છે. જૂનના ડેટા પછી, મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે છૂટક ફુગાવાનો અંદાજ ઘટાડયો છે.


