Get The App

એરાઉન્ડ ધ માર્કેટ .

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
એરાઉન્ડ ધ માર્કેટ                                               . 1 - image

સાયબર છેતરપિંડી અટકાવવાની કવાયત

સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ સૂચન કર્યું છે કે વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી ઓવર-ધ-ટોપ (OTT) કોમ્યુનિકેશન એપ્સને હંમેશા વેરિફાઈડ મોબાઈલ સિમ સાથે જોડવી 'ફરજિયાત' હોવી જોઈએ. એસોસિએશને જણાવ્યું હતું કે આ પગલું સાયબર છેતરપિંડી અટકાવવા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવામાં મદદરૂપ પુરવાર થશે. હાલમાં, ઉપકરણ પર સેવાની નોંધણી પ્રક્રિયા દરમિયાન, ઓટીટી કોમ્યુનિકેશન એપ્સને વપરાશકર્તાના ઉપકરણ સાથે ફક્ત એક જ વાર જોડવાની હોય છે. ઓટીટી કોમ્યુનિકેશન એપ્સ જે સિમ કાર્ડ સાથે એકાઉન્ટ રજીસ્ટર કરવામાં આવ્યું હતું તે ઉપકરણમાંથી દૂર કર્યા પછી, બદલ્યા પછી અથવા સંપૂર્ણપણે નિષ્ક્રિય કર્યા પછી પણ કામ કરવાનું ચાલુ રાખે છે. આ ઉદ્યોગ સંસ્થા ટેલિકોમ ઓપરેટરોનું પ્રતિનિધિત્વ કરે છે.

FMCG કંપનીઓએ  ખર્ચ ઓછો કર્યો

FMCG કંપનીઓએ એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન તેમનો ખર્ચ ઓછો કર્યો હતો અને જાહેરાત પર કન્ટ્રોલ કર્યો  હતો. પરંતુ કંપનીઓ આગામી મહિનાઓમાં જાહેરાત પર ખર્ચ ફરી શરૂ કરશે, તેમ પરિણામની ટિપ્પણી વેળા જણાવવામાં આવ્યું હતું. ઘણી FMCG કંપનીઓએ ગયા વર્ષની તુલનામાં આ ક્વાર્ટરમાં કાચા માલના ખર્ચમાં વધારો થવાને કારણે માર્જિન ધોવાણ અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે કંપનીઓએ સૂચિત ક્વાર્ટરમાં જાહેરાત ખર્ચ ઓછો કર્યો હતો.

જો કે આગામી તહેવારોની સીઝનમાં ફરી એકવાર તેઓ આ માર્ગ અપનાવી બજારમાં પોતાનું વર્ચસ્વ જાળવવા સક્રિય બનશે. આ ક્ષેત્રની કેટલીક કંપનીઓએ તેમના એડ બજેટમાં પણ વધારો કર્યાના અહેવાલ છે.