Get The App

એરાઉન્ડ ધ માર્કેટ

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
એરાઉન્ડ ધ માર્કેટ 1 - image

પંજાબ ફસલ બીમા યોજનામાં જોડાશે

પંજાબના અનેક જિલ્લાઓમા પૂરથી પ્રભાવિત થવાના કારણે ઉભા પાકને ભારે પ્રતિકૂળ અસર થઈ છે, જેને ધ્યાનમાં રાખીને પંજાબ સબસિડીવાળી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં જોડાઈ શકે છે. રાજય સરકાર ટૂંક સમયમાં કેન્દ્રની પાક વીમા યોજનામાં જોડાવાની પદ્ધતિઓ પર ચર્ચા કરશે. હાલમાં રાજ્ય સરકારનું ધ્યાન ખેડૂતોને રાહત આપવાનું છે જ્યારે પ્રારંભિક અંદાજો અનુસાર ઉત્તરીય ક્ષેત્રમાં અતિશય વરસાદને કારણે ૩.૨ મિલિયન હેક્ટર પાક વિસ્તારમાંથી ઘણો વિસ્તાર પૂરથી પ્રભાવિત થયો છે. પંજાબ સરકારે તમામ ૨૩ જિલ્લાઓને પૂરગ્રસ્ત જાહેર કર્યા છે. અગાઉ રાજ્યએ એ હકીકતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે રાજ્યની તિજોરી પર ભારે નાણાકીય બોજ છે જ્યારે રાજ્ય પાસે મજબૂત સિંચાઈ માળખાગત સુવિધા છે તેથી જોખમનું સ્તર દેશના વરસાદ આધારિત પ્રદેશો કરતા ઘણું ઓછું હતું. નવેમ્બર, ૨૦૨૨માં, પંજાબે આ યોજનામાં જોડાવાની જાહેરાત કરી હતી, જોકે ત્યારબાદ એવી જાહેરાત કરાઈ હતી કે રાજ્યની પોતાની પાક વીમા યોજના હશે.

વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં વધારો

વિવિધ દેશોમાં લાંબા ગાળાના સરકારી બોન્ડ યીલ્ડમાં વધારો થતાં વૈશ્વિક બોન્ડ બજારો પડકારજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. મુખ્ય વૈશ્વિક અર્થતંત્રોમાં નાણાકીય અને રાજકોષીય નીતિની દિશા અંગે ચિંતાઓને કારણે મુખ્યત્વે બોન્ડ યીલ્ડ વધી રહી છે. વ્યાજ દર ઘટવાની અપેક્ષાઓની પર બોન્ડ યીલ્ડ પર અસર પડે છે. ૧૬-૧૭ સપ્ટેમ્બરના રોજ ફેડરલ મીટિંગમાં યુએસ ફેડ દ્વારા દર ઘટાડવાની અપેક્ષા હોવા છતાં, વૈશ્વિક સ્તરે, બોન્ડ યીલ્ડમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. પુરવઠા અને માંગ વચ્ચેનું અસંતુલન આશ્ચર્યજનક છે. વર્ષોથી, પેન્શન ફંડ્સ અને વીમા કંપનીઓ લાંબા બોન્ડના વિશ્વસનીય ખરીદદારો હતા, જ્યારે કેન્દ્રીય બેંકોએ મોટા પ્રમાણમાં ઇશ્યુ શોષી લીધા હતા.