Get The App

ક્રેડિટકાર્ડના ઉપયોગ થકી રોકડનો ઉપાડ આથક રીતે નુકસાનકારક

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
ક્રેડિટકાર્ડના ઉપયોગ થકી રોકડનો ઉપાડ આથક રીતે નુકસાનકારક 1 - image

- એન્ટેના - વિવેક મહેતા

- ક્રેડિટ કાર્ડથી પૈસા ઉપાડવાને બદલે તે જ બેન્કમાંથી 12થી 18 ટકા વ્યાજની નાની પર્સનલ લોન લઈ શકાય

ક્રેડિટ કાર્ડ પર રોકડથી ઉપાડ કરનારાઓએ ૪૦ ટકા વાષક વ્યાજ ચૂકવવું પડતું હોવાથી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ક્યારેય રોકડના ઉપાડ માટે કરવો જ ન જોઈએ. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ રોકડામાં ઉપાડ કરવા માટે કરનારાઓનું સંપૂર્ણ બચત ધોવાઈ જવાનો ખતરો રહેલો છે. નબળી ક્ષણમાં ક્રેડિટ કાર્ડ પર રોકડેથી ઉપાડ કરવાને બદલે તે નાણાંનો ઉપયોગ ક્રેડિટ કાર્ડથી સીધા પેમેન્ટ કરવા માટે કરી શકાય છે. ક્રેડિટકાર્ડ ધારકે માત્ર  રૂ. ૧૦,૦૦૦નો રોકડથી ઉપાડ કર્યો હતો. બીજા મહિને ભરી દેવાની ગણતરી સાથે રૂ. ૧૦,૦૦૦નો ઉપાડ કર્યો હતો. થોડા દિવસો બાદ રૂ. ૧૦,૦૦૦નો ઉપોડ કરનારને પેમેન્ટનું બિલ મળ્યું ત્યારે તેના પર તેણે રૂ. ૧૧,૫૦૦ ચૂકવવા જણાવવામાં આવ્યું હતું. બીજી સવારથી તેને માથે રૂ. ૫૦૦ પ્રમાણે વ્યાજ ચઢવાની શરૂઆત થઈ ગઈ હતી. તેના પર વ્યાજ ઉપરાંત સવસ ચાર્જ પણ ચઢવા માંડયા હતા. 

પરિણામે વ્યાજની તેણે ગણતરી કરી તો તેને જાણવા મળ્યું કે તેના પર વર્ષે તેણે ૪૦ ટકાથી વધુ ઊંચા દરે વ્યાજ ચૂકવવું પડયું છે. ક્રેડિટ કાર્ડ પર કરેલા ઉપાડ પર એક જ મહિનામાં ૧૫ ટકા વ્યાજ અને સવસ ચાર્જ ચઢી ગયો હતો. તમે ક્રેડિટ કાર્ડથી રોકડમાં ઉપાડ કરો ત્યારે તેમાં કંઈ જ જોખમી જણાતું નથી. થોડું વ્યાજ ચૂકવવું પડશે તેમ માનીને રોકડનો ઉપાડ કરો છો. રોકડનો ઉપાડ કરો તે ઘડીથી વ્યાજ ચઢવા માંડે છે. તેમાં વ્યાજની ગણતરી કરવા માટે એક દિવસનો પણ ગેપ રાખવામાં આવતો નથી.

૪૦ ટકા વ્યાજ ઉપરાંત બેન્ક રોકડના ઉપાડ માટે ૨.૫થી ૩ ટકાની કેશ એડવાન્સ ફી વસૂલે છે. આમ રૂ. ૩૦૦થી ૫૦૦ના વ્યાજ ઉફરાંત અઢીથી ત્રણ ટકાની કેશ એડવાન્સ ફી જમા કરાવવી પડે છે. તમે રૂ. ૧૦,૦૦૦ લઈને ઘરે પહોંચો ત્યાં સુધીમાં તમારું દેવું રૂ. ૧૦,૦૦૦થી વધીને રૂ. ૧૦,૫૦૦ થઈ જાય છે. તદુપરાંત મોટાભાગની બેન્કો મહિને ૩થી ૩.૫ ટકાનો કેશ વિડ્રોઅલ ચાર્જ લગાડે છે. કેશ વિડ્રોઅલ ચાર્જ પણ વરસે ૪૦ ટકાથી વધી જાય છે. આમ ૪૦ ટકાના વ્યાજમાં બીજો ૩.૫ ટકા સુધીનો ખર્ચ બોજ મહિને વધે છે.

પર્સનલ લોન, ઓવરડ્રાફ્ટ કે પછી ડિજિટલ ક્રેડિટ પર આટલો ઊંચો ચાર્જ વસૂલવામાં આવતો નથી. આ ચાર્જ ગેરવાજબી જ છે. તેથી જ ક્રેડિટ કાર્ડથી રોકડનો ઉપાડ કરવો તે એક ગેરવાજબી અને મૂર્ખામીભર્યું કૃત્ય છે. તેના પરં વ્યાજ, કેશ વિડ્રોઅલ ચાર્જ તથા વ્યાજ પર વ્યાજ પણ તરત જ ચઢવા માંડે છે. એડવાન્સ ઉપાડના ચાર્જ પર પણ વ્યાજ ચઢવા માંડે છે.   

ક્રેડિટ કાર્ડથી પૈસા ઉપાડવાને બદલે તે જ બેન્કમાંથી ૧૨થી ૧૮ ટકા વ્યાજની નાની પર્સનલ લોન લઈ શકાય છે. ક્રેડિટ કાર્ડ પર રોકડના કરાતા ઉપાડ પર ૪૦ ટકા વ્યાજ, ઉપરાંત રોકડના ઉપાડની ફી અને એડવાન્સ ફી જેવા ચાર્જને ગણતરીમાં લઈએ તો તે ચાર્જ ૪૮ ટકાની આસપાસનો થઈ જાય છે. આ સંજોગોમાં પર્સનલ લોન વધુ લાભદાયી સાબિત થાય છે.