Get The App

જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને નવી દિશા આપી રહેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

Updated: Aug 17th, 2025

GS TEAM

Google News
Google News
જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને નવી દિશા આપી રહેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 1 - image

- એન્ટેના - વિવેક મહેતા

- દરેક ગ્રાહકની પોતાની ઇચ્છા પ્રમાણેની ડિઝાઈન બનાવીને અલગથી દાગીના તૈયાર કરી આપવા હવે શક્ય બન્યા

જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક અત્યંત ઉપયોગી ટૂલ સાબિત થવા માંડયું છે. રોજ નવી ડિઝાઈનની જ્વેલરી બજારમાં મળતી થાય તેવું જ્વેલરી ખરીદનારાઓ ઇચ્છે છે. જૂની ડિઝાઈનોનું અવલોકન કરીને રોજ નવી ડિઝાઈન તૈયાર કરવી કઠિન છે. પરંતુ માનવની આ મર્યાદાને કે મુશ્કેલીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓછી કરી શકે છે. ગણતરીની મિનિટોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ્વેલરીની એક કરતાં એક ચઢિયાતી ડિઝાઈન તમારી સામે મૂકવાને સમર્થ છે. તેનો લાભ જેમ્સ એન્ડ  જ્વેલરી ઇન્ડસ્ટ્રીને મળી જ શકે છે. અત્યાધુનિક ડિઝાઈન સાથેની ઇયર રિંગ્સ, ઓર્નેટ રિંગ્સ કે પછી બેસલેટની ડિઝાઈન તૈયાર કરી આપી શકે છે.

હા, તેને માટે એડવાન્સ જનરેટીવ ટુલ્સનો ઉપયોગ કરવો પડે છે. તેની વિઝયુઅલ ઇમેજ અને અલ્ટીમેટ લૂકનો અંદાજ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી મળી રહે છે. તેની પ્રતિકૃતિ તૈયાર કરવી જ્વેલરી ડિઝાઈનર માટે અત્યંત સરળ બની જાય છે. ડિઝાઈન એઆઈ અને વાયકોમ.એઆઈમાં જ્વેલરી ડિઝાઈનર ડિઝાઈનનો રફ સ્કેચ અપલોડ કરીને પછી તેને ફોટો રિયાલિસ્ટિક બનાવી શકે છે. તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભવ્યાતિભવ્ય કલર, લાઈટિંગ, જેમસ્ટોન ભરીને અદભૂત ડિઝાઈનનો નમૂનો પેશ કરી શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચાલતી એપ પર ડિઝાઈન તૈયાર કરવા માટે બહુ લાંબો સમય લાગતો નથી કે મોટો ખર્ચ કરવો પડતો નથી. જનરેટીવ એઆઈ ડિઝાઈન અને તેમાંય ખાસ કરીને ક્રિયેટીવ ડિઝાઈન ગણતરીની મિનિટોમાં આપી શકે છે. પાંચ સાત મિનિટમાં જ એક નહિ સો ડિઝાઈન તૈયાર કરી આપશે. આમ કસ્ટમરની ઇચ્છા પ્રમાણેની ડિઝાઈન તૈયાર કરીને તેને સમક્ષ મૂકી શકાય છે. ગણતરીના કલાકોમાં તે ડિઝાઈન મંજૂર થઈ શકે છે. આ રીતે ઓનલાઈન ઓર્ડર પણ મેળવી શકાય છે. ઓર્ડર મળી જતાં કસ્ટમરને પાંચથી દસ દિવસમાં તેની ડિલિવરી પણ મળી શકે છે. આમ કસ્ટમાઈઝ ડિઝાઈન બની શકશે. દાગીના ખરીદનાર દરેક કસ્ટમરને તેની પસંદગીની અલગ ડિઝાઈન મળી શકશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી અલગ અલગ ડિઝાઈનમાં કઈ ધાતુમાં સારી ઊઠાવ પામશે કે પછી તેમાં કયા જેમસ્ટોન બેસાડવાથી ઉત્તર ડિઝાઈનર દાગીના બની શકશે અને કઈ સ્ટાઈલના દાગીના ખરીદનારને વધુ અનુકૂળ બનશે તે પણ જોઈ અને જાણી શકાય છે. આ જ ડિઝાઈનવાળો હાર કે બુટ્ટી કે પછી ઇયરરિંગ ખરીદનારને કેવી લાગશે તે પણ તેના જ ફોટો સાથે ફીટ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દેખાડી શકે છે. આમ રિયલ દાગીનાને જોયા વિના જ આર્ટિફિશિયલ દાગીના પહેરીને પોતાની જાતને કસ્ટમર જોઈ શકે છે.

બિઝનેસ ટુ બિઝનેસ અલગ ડિઝાઈનના કેટેલોગ બનાવવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચાલતા અને તેજ તરીકે ઓળખાતી એપ આઈબીએમએ વિકસાવેલી છે. કસ્ટમરની સોશિયલ મિડીયાની પ્રોફાઈલને આધારે તેની વ્યક્તિગત પસંદગી, તેની વ્યક્તિગત જીવનશૈલીને આધારે તેને માટે અલગ જ્વેલરી ડિઝાઈન કરી દેખાડી છે. દરેક વ્યક્તિની પોતાની સ્ટાઈલ અને બજેટ પ્રમાણે ડાયમંડ અને મશીનમેડ ડાયમંડના દાગીના બનાવી રહ્યા છે. રીલમાઈન્ડ એઆઈ નામની એપ કસ્ટમરની અપેક્ષા પ્રમાણે ઇનપુટ આપીને તેની પસંદગીની વીંટીં, હાર, બ્રેસલેટ ગણતરીની મિનિટોમાં તૈયાર કરીને સ્ક્રિન પર દેખાડી શકે છે. ગોલ્ડમાં કે પછી પ્લેટિનમમાં તે દાગીના તૈયાર કરવાથી તે વધુ દીપી ઊઠશે તેનો અંદાજ પણ છે.