Get The App

CDBTએ ક્રિપ્ટોની અત્યાર સુધીમાં જાહેર ન કરેલી રૂ. 889 કરોડની સંપત્તિ શોધી કાઢી

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
CDBTએ ક્રિપ્ટોની અત્યાર સુધીમાં જાહેર ન કરેલી રૂ. 889 કરોડની સંપત્તિ શોધી કાઢી 1 - image

- એન્ટેના - વિવેક મહેતા

- ક્રિપ્ટોમાં રોકાણ કરી જાહેર ન કરનારાઓ CBDTના સકંજામાં

આવકવેરાની ચોરી કરવા માટેના દરેક છીંડાં પૂરીને કેન્દ્ર સરકાર કસરત કરી રહી છે. ખોટું ઘર ભાંડાંભથ્થું ક્લેઈમ કરનારા કે પછી ખોટું ડોનેશન ક્લેઈમ કરનારા દરેક સામે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે રીતસર ઝૂંબેશ છેડી દીધી છે. પરિણામે કરદાતાઓમાં ફફડાટ છે. હવે ક્રિપ્ટોમાં ખાનગીમાં રોકાણ કરનારાઓ આવકવેરા ખાતાની નજરે ચઢવા માંડયા છે. ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓની રૂ. ૮૯૦ કરોડના રોકાણ શોધી કાઢીને સીબીડીટીએ ૪૪૫૦૭ કરદાતાઓને નોટિસ મોકલી પણ આપી છે.

સીબીડીટીની માફક જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ રૂ.૪,૧૮૯.૮૯ કરોડની ક્રિપ્ટો સંબંધિત આવક સ્થગિત કરી દીધી છે. તેને જપ્ત પણ કરી છે.  ક્રિપ્ટોના રોકાણના માધ્યમથી પણ મોટી કરચોરી થતી હોવાનું સીબીડીટીને સમજાઈ ગયું છે. તેથી  જ ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓનું વિશેષ પગેરું મેળવવામાં આવી રહ્યું છે.

ક્રિપ્ટોમાં ડીલ કરનારા કરદાતાઓને ઇમેલ અને જીસ્જી એલર્ટ મોકલવામાં આવશે. તેમણે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટમાં કરેલી લેવડદેવડ અને તેમણે રિટર્નમાં જાહેર કરેલી આવક સાથે મેળ ખાતી ન હોવાનું જણાવી દીધું છે. કરદાતાઓએ ઘણાં કેસોમાં એક્સચેન્જ મારફતે ઊંચી કિંમતની ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કર્યું હતું, પરંતુ રિટર્નમાં તેનો ઉલ્લેખ કર્યો નહોતો. આ પ્રકારનું મિસમેચ કરદાતાના બ્લોકચેન ટ્રાન્ઝેક્શનમાં પણ હોવાનું અન્ય દેશો સાથેના ડેટા એક્સચેન્જની સિસ્ટમ હેઠળ અને કરકપાતના સ્ટેટમેન્ટના માધ્યમથી જાણવા મળી રહી છે. આવકવેરા ખાતાના પ્રોજેક્ટ ઇન્સાઈટ વિભાગ પાસેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત મોનિટરિંગ સિસ્ટમના માધ્યમથી કરવામાં આવેલા વિશ્લેષણ બાદ રૂ. ૮૯૦ કરોડની ચોરી પકડી પાડવામાં સફળતા મેળવી છે.

લોકસભામાં પણ આ મુદ્દે ચર્ચા થઈ છે. તેથી જ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટમાં કરવામાં આવેલા દરેક વહેવારને લગતી માહિતીને આધારે જે તે કરદાતાના રિટર્નની વિગતોની સરખામણી કરવામાં આવી રહી છે. તેમાં કોઈપણ વિસંગતતા દેખાય તો આપમેળે આગળની કાર્યવાહી માટે રેડ ફ્લેગ ડિસ્પ્લે થઈ જાય છે.  આમ હવે સીબીડીટી અને કેન્દ્ર સરકાર જરા સરખી પણ આવકવેરાની ચોરીને નિભાવી લેવા તૈયાર નથી.

વાસ્તવમાં ક્રિપ્ટોના રિટેલ રોકાણકારો ટેક્સ નિયમોની પૂરતી સમજ નથી. તેથી જ કે પછી ઇરાદાપૂર્વક ક્રિપ્ટો નફો ઓછો બતાવે છે. તેમણે જાણી લેવું જોઈએ કે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટમાં કરેલા રોકાણ થકી થતી આવક પર ૩૦ ટકાના દરે આવકવેરો લાગે છે. તદુપરાંત તેના પર ચાર ટકા સેસ પણ લાગે છે. તેને માટે કરવામાં આવેલા આર્થિક વહેવારમાં એક ટકાના દરે ટીડીએસ-કરકપાત કરવાનો પણ નિયમ છે. તેમ જ આવકવેરાના રિટર્નમાં વર્ચ્યુઅલ ડિજિટલ એસેટમાં કરવામાં આવેલું રોકાણ પણ દર્શાવવું ફરજિયાત છે. તેથી જ રોકાણકારોએ બ્લોકચેન ટ્રાન્ઝેક્શન ટ્રેસ ન થઈ શકે એવી ખોટી માન્યતા ન રાખવી જોઈએ.