ટાઉન લેવલે સ્કીલને ઉપયોગી બનાવાશે
- AI ઇન અપડેટ
સ્કીલને ડેવલોપ થવા માટે કોઇ પણ અવરોધ હવે નહીં રહે કેમકે AI ટૂલ્સ અનેક અવરોધોને દુર કરી શકે છે. એક અંદાજ પ્રમાણે ગ્રેજ્યુએટ યુવાનોને તેમના પસંદની જોબ નથી મળતી પરંતુ રેજગારી મેળવવા તે કામ કર્યા કરે છે. જો યુવાના તેમને ગમતો આઇડયા વટાવીને પૈસા કમાવવા માંગતો હોય તો AI તેની મદદે આવી શકે છે. અત્યાર સુધી ટાઉન લેવલે તે ગ્રામ્ય લેવલ સુધી ડેવલોપ થતી સ્કીલ માટે મર્યાદીત જગ્યા રહેતી હતી. તેમને વિકસવાની તક નહોતી મળતી. આવા લોકો પાસે આઇડયાનો ખજાનો હોય છે પણ તેને વિસ્તરી શકાતો નથી. થેંક્સ ટુ AI ટૂલ્સ જે ગામડા કે ટાઉન લેવલે વસતા યુવા વર્ગ માટે નવી તકો લઇને આવ્યું છે.
પરંપરાગત ટીચરોને AI ટૂલ્સનો પડકાર
આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સીનો ઉપયોગ દરેક ક્ષેત્રે થઇ રહ્યો છે. શિક્ષણ ક્ષેત્ર પણ તેમાંથી બાકાત નથી. ઇન્ટરનેટનો વ્યાપ વધ્યા પછી ઓનલાઇન એજ્યુકેશને ચમત્કાર સર્જ્યો છે. લોકો ટાઉન લેવલે બેસીને વિદેશની યુનિવર્સિટીઓના ક્લાસ ભરતા થયા છે. અનેક પ્રાઇવેટ ક્લાસીસ ઓનલાઇન સિસ્ટમ અપનાવી રહ્યા છે. હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સીનો એજ્યુકેશનમાં પ્રવેશ થયો છે ત્યારે શિક્ષણ વધુ આસાન અને વધુ સરળ બનાવાયું છે. લેક્ચર ડિલીવરી તેની હાઇલાઇટ્સ વગેરેમાં બહુ ઉપયોગી સાબિત થઇ રહ્યું છે. આખી લર્નીંગ સિસ્ટમમાં પરિવર્તન આવી રહ્યું છે. એક ટીચર ભણાવે અને ૪૦ સ્ટુડન્ટ સાંભળીને એકજ પ્રકારનું શીખે તેવું સદીઓથી ચાલી આવતી સિસ્ટમમાં AI ના કારણે પરિવર્તન જોવા મળી રહ્યું છે. AI નું શિક્ષણ મોડલ દરેક સ્ટુડન્ટની સેન્સને અલગ રીતે મૂલવી શકે છે. જે વિધ્યાર્થીઓ ચોક્કસ ચેપ્ટર સમજવા મથી રહ્યો હોય છે કે સમજવામાં મુશ્કેલી અનુભવે છે તેને AI શિક્ષક આસાનીથી સમજાવી શકે છે. વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ સાથેના ઇન્ટેલીજન્સ AI ટૂલ્સ જેવાં કે Khanmigo, Squirrel AI અને ગુગલનું જેમીની ફોર એેજ્યુકેશન વગેરે બહુ ઉપયોગી સાબિત થઇ રહ્યા છે. સ્કુલના બાળકો આ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ પાસેથી ખસવા પણ તૈયાર નથી હોતો. નાના બાળકોના મનમાં એટલા બધા સવાલો ભર્યા હોય છે કે તે તમામના જવાબ સ્કુલના ટીચર પાસે નથી હોતા પણ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ સાથેના ઇન્ટેલીજન્સ AI ટૂલ્સ હસીને તમામ જવાબો આપે છે.