Get The App

AI અને ટીબીનું પરિક્ષણ .

Updated: Jul 21st, 2025

GS TEAM

Google News
Google News
AI અને ટીબીનું પરિક્ષણ                    . 1 - image

- AI ઇન અપડેટ

બે વર્ષ અગાઉ ભારતમાં ક્ષય રોગના કારણે દર વર્ષે બે લાખ જેટલા લોકોના મૃત્યુ થતા હતા. સરકારે ક્ષયરોગ સામે ઝુંબેશ શરૂ કર્યા પછી મૃત્યુ દરમાં ધટાડો થયો છે પણ ક્ષયરોગ વહેલો ખબર પડે તો દર્દીને દવાનો કોર્સ સમયસર આપી શકાય. જેના કારણે તેને પ્રસરતો પણ ્અટકાવી શકાય. જોકે હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI) આધારીત પોર્ટેબલ કીટ આવી છે જે ટીબીનું ત્વરીત નિદાન કરી શકશે. ટીબીની એઆઇ પોર્ટેબલ કીટથી પુડીચેરીના એક હેલ્થ અને વેલનેસ સેન્ટરમાં નિદાન કરાયું હતું. જેમાં લેડનો એપરોન પહેરીને દર્દીનો એક્સરે સ્થળ પરજ લેવાય છે, જેમાં એસએલઆર કમેરા જેવી સગવડ હોય છે. થોડી મિનિટોમાંજ ખ્યાલ આવી જાય છે કે દર્દીને ટીબી છે કે કેમ? છાતીનો ેએક્સ રે લીધો હોય તે લેપટોપ પર બતાવે છે. લેપટોપ એઆઇ આધારીત હોય છે. આધારીત એકસરે મશીનમાં હવે સ્ક્રીનીંગ ટૂલ પર ઉમેરાયા છે. એકસ રેમાં કોઇને ટીબી પકડાય તો તરતજ તેના સ્પૂટમ(થૂંકનો)ટેસ્ટ કરાય છે. આ સેમ્પલ પછી સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. આવા પોર્ટેબલ મશીનોના કારણે ક્ષયરોગના દર્દીનું પણ ફટોફટ ચેકીંગ થઇ શકે છે.હાલમાં અમેરિકા પાસે આવા ૪૭૩ મશીનો છે. અમેરિકાની સરકાર ૧૫૦૦ જેટલા ટીબી દર્દીને સોધી રહી છે તે ટીબીનું નિદાન થયા પછી મળી નથી આવતા. આવા લોકો ચેપ લગાડી શકે છે. હેલ્થ ક્ષેત્રે AIનું સફળ પરિક્ષણ છે.

AI અને ટીબીનું પરિક્ષણ                    . 2 - image

AI મોબાઇલ બ્રાઉઝર

એનવિડીયાના આઇડયા હેઠળ બનાવેલું  AI મોબાઇલ બ્રાઉઝર પરપ્લેક્સિટી આજકાલ ચર્ચામાં છે. તેને મોબાઇલમાં પ્રી ઇન્સટોલ કરીને આપવાની તૈયારી ચાલી રહી છે. ઓ કોમેટ AI બ્રાઉઝરને તેની નજીકના પ્રતિસ્પર્ધી એવા ગુગલ સામે ટકરાવાનું છે. હાલમાં તેનું બીટા વર્જન જોવા મળે છે. જેમાં ટાસ્ક ઓેટોમેશન માટે એજેન્ટીક AI ફીચર્સ  અને પર્સનલ ડેટા ક્વેરી વગેરે જોવા મળે છે. પરપ્લેક્સિટી નો ઉપયોગ કરોડો લોકો કરી શકે છે. તેનું વેલ્યૂએશન ૧૪ અબજ ડોલરનું છે. એનવિડીયાના ટેકા અને આઇડયા હેઠળ બનાવેલું આ સ્ટાર્ટઅપ ગુગલને પડકારી શકે છે. હાલમાં તેને મોબાઈલમાં પ્રી ઇન્સટોલ કરાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. કેટલાક લોકો તેમના જુના બ્રાઉઝરને વળગી રહેતા હોય છે આવા લોકો પ્રિ ઇન્સટોલ કરેલા બ્રાઉઝરને વાપરતા થશે એમ માનાય છે. મોબાઇલમાં ૭૦ ટકા લોકો ગુગલ વાપરે છે જ્યારે ૨૪ ટકા લોકો સફારી બ્રાઉઝર વાપરે છે. પરપ્લેક્સિટી માટે સેમસંગ સાથે ચર્ચા ચાલે છે.

AI અને ટીબીનું પરિક્ષણ                    . 3 - image

ઉત્તરપ્રદેશ વિધાન સભામાં AI કેમેરા

વિધાનસભ્યોના પરફોર્મન્સ જાણવા ઉત્તરપ્રદેશની વિધાનસભામાં AI કેમેરા ફીટ કરવામાં આવશે જેથી વિધાનસભ્યોની તમામ ગતિવિધી પર નજર રાખી શકાશે. વિધાનસભ્યોની હાજરી માટે સાદા કમેરા કામ લાગી શકે પરંતુ તેમની તમામ મુવમેન્ટ માટે AI કેમેરા બહુ ઉપયોગી બની શકે છે. હાલમાં તેનું પરિક્ષણ ચાલી રહ્યું છે પરંતુ આગામી શિયાળુ સત્રથી સંપૂર્ણપણે કાર્યરત થઇ જશે. જેના કારણે દરેક વિધાનસભ્યની કામગીરીનું પારદર્શક રીતે આવલોકન થઇ શકસે. વિશ્વના સૌથી આધુનિક AI કેમેરા સાથે  ઉત્તરપ્રદેશ વિધાનસભા દેશની પહેલી AI કેમરાવાળી વિધાનસભા બનશે.