Get The App

સપ્ટેમ્બરમાં OpenAI ના અલ્ટમેન ભારત આવશે

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
સપ્ટેમ્બરમાં OpenAI ના અલ્ટમેન ભારત આવશે 1 - image


- AI ઇન અપડેટ

OpenAI ના સીઇઓે સામ અલ્ટમેને GPT-5 રજૂ કરતા સાથે જ કહ્યું હતું કે ઓક બહુ પાવરફૂલ મોડલ છે અને પ્રોગ્રામીંગ અને ઓટોનોમસ ટાસ્ક પુરા કરી શકે છે. જે નવી અપડેટ આવી છે તેમાં gpt-5, gpt-5-mini અનેgpt-5-nanoનો સમાવેશ થાય છે. જેને ડેવલોપર્સ તેમની જરૂરીયાત પ્રમાણે ઉપયોગ કરી શકસે. સામ અલ્ટમને કહ્યું છેકે AI માટેનું સૌથી મોટું માર્કેટ ઇન્ડિયા બની શકે છે. તેમની કંપની ઇન્ડિયાના ડેવલોપર્સને પરવડે એવું AI સોલ્યુશન પુરૂં પાડવા તૈયાર છે. જ્યારે ઇન્ડિયા  પાસે વિશાળ માર્કેટ છે અને જીજ્ઞાશુ ડેવલોપર્સ છે ત્યારે અમે પણ તેમને પરવડે એવી કિંમતે AI સોલ્યુશન આપવા તૈયાર છીયે. સામ અલ્ટમેન કહે છેકે જ્યારે અમે પરવડે તેવા સોલ્યુશન આપવા તૈયાર છીયે ત્યારે ઇન્ડયાના માર્કેટમાં અમે છવાઇ જઇશું તે સ્વભાવિક છે. જ્યારે GPT-5 રજૂ કર્યું ત્યારે અલ્ટમને કહ્યું હતું કે ભારત બીજા નંબરનું સૌથી મોટું માર્કેટ છે,પહેલે અમેરિકા આવે છે. ઇન્ડિયાનું માર્કેટ અમારા માટે બહુ આશાસ્પદ છે પરંતુ ઇન્ડિયાના લોકો ને કેવી રીતે અપનાવે છે તે પર બધો આધાર છે. ઇન્ડિયાના વેપારી આલમના ઉપયોગમાં આવે તેવી AI પ્રોડક્ટ મુકી રહ્યા છીયે. ઇન્ડિયાના લોકોને પરવડે તેવી પ્રોડક્ટ આપવા અમે માંગીએ છીએ એમ કહીને સામ અલ્ટમેને ઉમેર્યું હતું કે આગામી સપ્ટેમ્બરમાં મારી ઇન્ડિયાની મુલાકાત બાબતે હું બહુ આશાસ્પદ છું. GPT-5 અંગે અલ્ટમેને કહ્યું હતું કે તે બહુ બુધ્ધિશાળી, ઝડપી અને બહુ પ્રકેટીકલ રીઝલ્ટ આપે છે.

સપ્ટેમ્બરમાં OpenAI ના અલ્ટમેન ભારત આવશે 2 - image

સ્પીચનું ટેક્સ્ટમાં રૂપાંતર

ભારત પાસના બ્રેનની પ્રશંસા કરીયે એેટલી ઓછી છે. કરેળના એક એન્જીન્યરે AI એવું ટૂલ તૈયાર કર્યું છે કે જે સ્પીચનું ટેક્સ્ટમાં રૂપાંતર કરી શકે છે. અટલેકે તમે જે કંઇ બોલો તે સીધું જ નોટબુકમાં લખાવવા લાગે છે. દરેક વિદ્યાર્થી  અને પોતાની સ્પીચનું ટેક્સ્ટમાં રૂપાંતર ઇચ્છતા લોકો માટે આ ચમત્કારીક AI ટૂલ્સ કહી શકાય. એેન્ટ કેરલમ એક્સપો ૨૦૨૫માં કેરળના યુવા એન્જીન્યરનું સંશોધન જોવા મળી રહ્યું છે. આ સંશોધનમાં AI અને રોબોટીક્સ એમ બંનેનો ઉપયોગ કરાયો છે. સૌના આશ્ચર્ય વચ્ચે તમે જે કંઇ બોલો તેની થોડી ક્ષણોમાં ટેક્સટ બની જતી હતી. કેરળના અજય નામના વિદ્યાર્થીનું આ સંશોધન  છે. આ કેસમાં સંશોધન મહત્વનું નથી પરંતુ એક વિદ્યાર્થીની સૂઝ અને ટેકનોલોજીમાં તે કેટલો ખૂંપી ગયેલો છે તે મહત્વનું છે.

સપ્ટેમ્બરમાં OpenAI ના અલ્ટમેન ભારત આવશે 3 - image

ગૂગલ AI તાલીમ માટે $1 બિલિયન ફાળવશે

AI ની તાલિમ માટે ગુગલ અમેરિકાની ૧૦૦ થી વધુ યુનિવર્સિટીઓએ આ પહેલમાં હસ્તાક્ષર કર્યા છે, જેમાં ટેક્સાસ A & M અને યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના જેવી અમેરિકાની કેટલીક સૌથી મોટી જાહેર યુનિવર્સિટી સિસ્ટમોનો સમાવેશ થાય છે. આલ્ફાબેટના ગૂગલે અમેરિકાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને બિનનફાકારક સંસ્થાઓને AI તાલીમ અને સાધનો પૂરા પાડવા માટે ત્રણ વર્ષ, $1 બિલિયન ડોલરના ફાળવણીની જાહેરાત કરી છે. ભાગ લેતી શાળાઓને વિદ્યાર્થીઓ માટે AI તાલીમ તેમજ AI સંબંધિત વિષયો પર સંશોધન માટે રોકડ ભંડોળ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ ક્રેડિટ જેવા સ્ત્રોતો મળી શકે છે. બિલિયન ડોલરના આંકડામાં પેઇડ AI ટૂલ્સનું મૂલ્ય પણ શામેલ છે, જેમ કે જેમિની ચેટબોટનું અદ્યતન સંસ્કરણ, જે Googleની કોલેજના વિદ્યાર્થીઓને મફતમાં આપશે.

Tags :