પેરાલીસીસ અને AI .
- AI ઇન અપડેટ

ચીનમાં AI સ્ટાર્ટઅપ માટેના પ્રયાસો ફૂલ સ્પીડમાં ચાલી રહ્યા છે. દક્ષિણ ચીનના હેંગઝોહુ શહેર સ્ટાર્ટઅપ માટે હોટ સ્પોટ છે. લોકો તેને અમેરિકાની સિલિકોન વેલી કહે છે. લોકો તેને કોડર વિલેજ કહે છે. કેમકે ત્યાં આવનારા દરેક ઉદ્યોગ સાહસિક પાસે પોતાના આઇડયા છે. આ કોડર વિલેજમાં ઉદ્યોગ સાહસિકોને સસ્તા ભાવે દરેક ચીજો જેવીકે ઓફિસ, લાયબ્રેરી, ઇન્ટરનેટ વગેરે આસાનીથી ઉપલબ્ધ થઇ શકે છે. અલિબાબા અને ડિપસીક જેવી કંપનીઓ આ વિલેજને ડેવલોપ કરી રહ્યા છે. આ કોન્સેપ્ટ નવોદિત રીસર્ચરો માટે આશિર્વાદ રૂપ છે કેમકે તેમને રીસર્ચ માટે ફ્રી હેન્ડ મળી રહે છે. આર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સી પર શક્ય હોય એટલા નવા સંશોધનો માટે સવલતો પુરી પડાય છે. શરૂઆતમાં ેએટલેકે દાયકા અગાઉ ચીનની સરકાર હેંગઝોહુ શહેરમાં ઉદ્યોગ નાખવા માંગતા લોકોને સબસીડી તેમજ ટેક્સમાં રાહત આપવા માંગતા હતા. અહીં ૨૦થી ૩૦ વર્ર્ષના યુવાનો આખો દિવસ પોતાના આઇડયાને ડેવલોપ કરવા પ્રયાસ કરે છે અને રાત્રે બધા પોતાને ગમતી ગેમ રમે છે. અહીં કોડ ડેવલોપર્સ એક બીજા સાથે મિટીંગ કરીને નવું સંશોધન પણ કરતા હોય છે. ભારત સરકાર ખાસ કરીને ગુજરાતે કોઇ રમણીય વિસ્તારમાં રીસર્ચરો માટે કોડીંગ વિલેજ ઉભા કરવા જોઇએ.
બાળકોના આરોગ્યના વહારે AI
આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI) દેશના બાળકોના આરોગ્ય માટે મહત્વનું પુરવાર થઇ રહ્યું છે. બાળકોની સારસંભાળ માટે મદદ રૂપ હેલ્થ વર્કર પરના કામનો બોજ ઓછો કરી શકે છે અને તે લોકો વધારાનું કોઇ કામ પણ કરી શકે છે. નાના બાળકો માટેની વેક્સીનેશનનો સમય, તેમના ગ્રોથનો ચાર્ટ, તેમના માટે ઉંમર પ્રમાણેનો પૌષ્ટીક આહાર વગેરે હેલ્થ વર્કરને ઓનહેન્ડ મળી શકે તેવું કરી શકે છે.
AI આધારીત હેલ્થ એપ્લીકેશનમાં બાળકોના આરોગ્યની સંભાળ મહત્વની બની શકે છે.