Get The App

AI in બિઝનેસ .

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
AI in બિઝનેસ                                               . 1 - image


આસામમાં પહેલું સેમિકન્ડક્ટર યુનિટ ટાટા ગૃપ ૨૭,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઇ રહ્યું છે. આ પ્લાંટમાં ભારતની પહેલી મેઇડ ઇન ઇન્ડિયા ચીપ ટૂંક સમયમાં બહાર પડાશે. 

જેના કારણે ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી તકો પણ ઉભી થશે અને આધુનિક ટેકનોલોજી માટે પણ ચાન્સ ઉભા થશે. એનર્જી અને સેમિ કન્ડ્કટર ક્ષેત્રે ઉત્તરપૂર્વના રાજ્યો મહત્વના બની જશે. દેશની સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમને મજબૂત બનાવવામાં આ પ્લાંટ મહત્વનો બની રહેશે. ગયા ઓગષ્ટમાં ટાટા ગૃપે પ્લાંટ ઉભો કરવાની શરૂઆત કરી હતી. વર્ષોથી ઉત્તરપૂર્વમાં બહુ ઉદ્યોગો નહોતા પરંતુ આસામનું સેમિકન્ડકટર યુનિટ અન્ય ઉદ્યોગો માટે પણ મહત્વનું બની જશે.

AI in બિઝનેસ                                               . 2 - image

એપલ ટ્રમ્પને નહીં ગાંઠે 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગી હોવા છતાં એપલ ભારતમાં તેની સપ્લાય ચેઇન દોઢ અબજ ડોલરના ફોક્સકોન પ્લાન્ટ મારફતે આગળ વધારી રહ્યું છે.

લંડન સ્ટોક એક્સચેન્જને વિગતોની કરેલી ફાઇલમાં ફોક્સકોને કહ્યું છે કે ભારતના એક યુનિટમાં અમે ૧.૪૯ અબજ ડોલરનું રોકાણ કર્યું છે. ગય ઓેક્ટોબરમાં ચેન્નાઇથી ૮૦ કિલોમીટરના અંતરે કાંચીપુરમ ખાતે યુઝાન ટેકનોલોજીના ૧૩,૧૮૦ કરોડના પ્રોજેક્ટને તમિળનાડુની સરકારે માન્યતા આપી છે. જેમાં ફોક્સકોને રોકાણ કરી રહ્યું છે. આઇફોનના માર્કેટ માટે ભારતનું બજાર  લાભદાયી બન્યું છે.

AI in બિઝનેસ                                               . 3 - image

OpenAI નું યુએઇમાં વિશાળ ડેટા સેન્ટર

પાવરફૂલ AI સિસ્ટમ ઉભી કરવા યુએઇ ખાતે વિશાળ ડેટા સેન્ટર ઉભું કરવા જઇ રહ્યું છે એમ સીઇઓ સામ અલ્ટમેને જણાવ્યું હતું. ટ્રમ્પ વહિવટી તંત્ર અને યુનાઇટેડ આરબ એમીરાત વચ્ચે થયેલા કરારના પગલે ડેટા સેન્ટર ઉભું કરાશે. 

ડેટા સેન્ટરના પ્રોજેક્ટમાં સોફ્ટવેર જાયન્ટ ઓરેકલ, ચીપમેકર એનવિડિયા,જાપાનની સોફ્ટ બેંક પણ જોડાશે એવી માહિતી મળી રહી છે. સિસ્કો અને યુએઇની આર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સ ફર્મ G42 પણ પ્રોજેક્ટમાં જોડાશે. યુએઇમાં જે કંપનીઓ ડેટા સેન્ટરમાં રોકાણ કરશે એટલુંજ રોકાણ અમેરિકામાં ઉભા થનાર ડેટા સેન્ટરમાં પણ કરશે. આગામી વર્ષે ડેટા સેન્ટર કામ કરતું થઇ જશે.

AI in બિઝનેસ                                               . 4 - image

AI ડેવલોપર એન્થ્રોપીક

AI ડેવલોપર તરીકે જાણીતી કંપની એન્થ્રોપીકની વાર્ષિક આવક ૩ અબજ ડોલરને વટાવી ગઇ છે. ગુગલ અને એમેઝોનના સહકારથી કોડ જનરેશનમાં તે સ્પેશ્યાલીસ્ટ કહેવાય છે. કંપનીઓને મોડલ ફાળવીને એન્થ્રોપીકે આવક વધારી હતી. સાનફ્રાન્સિસ્કો સ્થિત આ AI સ્ટાર્ટઅપ  કંપની ઓપન એઆઇના કોમ્પીટેટર તરીકે જોવામાં આવે છે.

Tags :