Get The App

GSTના રજીસ્ટ્રેશનને લગતા તાજેતરના બે અગત્યના ચુકાદાની મહત્વની વિગતો પર નજર

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
GSTના રજીસ્ટ્રેશનને લગતા તાજેતરના બે અગત્યના ચુકાદાની મહત્વની વિગતો પર નજર 1 - image

- GSTનું A to Z - હર્ષ કિશોર

- કોર્ટ સમક્ષ સુનાવણી દરમ્યાન વેપારીએ જણાવેલ કે અમોને અપાયેલ કારણદર્શક સુચના અને આદેશમાં કાયદાનું યોગ્ય પાલન કરવામાં આવેલ નથી.

અત્યાર સુધીમાં GSTની કલમ ૨૨ (persons liable for registration) ને લગતા ૧૦૧ કોર્ટ કેસ, કલમ ૨૪ (compulsory registration)ને લગતા ૪૯ કોર્ટ કેસ અને કલમ ૨૯(૨) (cancellation or suspension of registration)ને લગતા ૩૩૩ કોર્ટ કેસ થયેલ છે. તાજેતરના એક કેસમાં વેપારીનો નોંધણી દાખલો રદ કરવામાં આવેલ. કોર્ટ કેસ પેન્ડીંગ હતો એ દરમ્યાન અધિકારી દ્વારા પોતે વેપારી વિરુદ્ધ જે આદેશ કરેલ તે પરત ખેંચેલ હતો. વિગતો જોઈએ.

કેસનું નામ : M/S P.N. Impex ...Petitioner Versus State Of Maharashtra (Through Agp ) & Ors. ...Respondents IN THE HIGH COURT OF JUDICATURE AT BOMBAY CIVIL APPELLATE JURISDICTION WRIT PETITION NO. 159 OF 2026 આદેશ તારીખ : DATE : 6 MARCH 2026.  વેપારીનો નોંધણી દાખલો તારીખ ૨૨.૦૮.૨૦૨૫ના આદેશથી રદ કરવામાં આવેલ. કોર્ટ સમક્ષ સુનાવણી દરમ્યાન વેપારીએ જણાવેલ કે અમોને અપાયેલ કારણદર્શક સુચના અને આદેશમાં કાયદાનું યોગ્ય પાલન કરવામાં આવેલ નથી. અમોએ નામદાર મુંબઈ હાઇકોર્ટના નીચે મુજબના ચુકાદાઓનો આધાર લીધેલ છે.

I) Monit Trading (P) Ltd. V. Union of India

 ii) Makersburry India (P) Ltd. Vs. State of Maharashtra 

iii) Nirakar Ramchandra Pradhan Vs. Union of India 

iv) Ahmed Enterprises Vs. Union of India 

v) Assistant Commissioner (ST) Vs. Satyam Shivam Papers Pvt.Ltd. 

vi) Mahendra Prasad Agarwal Vs. Arvind Kumar Singh & Ors.in Civ. Appeal @ SLP No. 17141/2025.

vii) Kishor Nichani Vs. The Union of India & Ors. In WP No. 4211/2025

તારીખ 28 February 2026ની સુનાવણી પછી 6th March 2026ની મુદ્દત પડેલ. આ સમયે સરકાર પક્ષે એફિડેવિટ કરવામાં આવી. તેમાં જણાવવામાં આવ્યું કે સંબંધિત અધિકારી દ્વારા કાયદાકીય પરિસ્થિતિનો અભ્યાસ કરીને તારીખ 22 August 2024નો વેપારીનો નોંધણી દાખલો રદ કરતો આદેશ પરત ખેચવામાં આવેલ છે.

આમ, પીટીશનરનો નોંધણી દાખલો પુનઃ સ્થાપિત થયો. બંને પક્ષોના આગળની કાર્યવાહી માટે કાયદેસરના હક્કો રહેશે.

કેસ ૨ : GSTની કલમ ૨૯(૨) હેઠળ નોંધણી દાખલો રદ કરવાની સત્તા વિવેકાધીન છે તે યંત્રવત્ત  ન વાપરી શકાય

કેસનું નામ :M/S S.K.Tripathi Thru. Propriter Shri Sanjeev Tripathi .....Petitioner(s) State Of U.P. Thru. Commissioner, State Tax, Lko. And Others .....Respondent(s) Writ Tax No. - 1112 of 2025 આદેશ તારીખ : Feb 27, 2026

કેસની વિગતો ઃ આ કેસમાં વેપારી દ્વારા અધિકારી દ્વારા તારીખ ૦૩.૦૭.૨૦૨૪ના આદેશને પડકારવામાં આવેલ. આ આદેશ મારફતે GSTની કલમ ૨૯(૨) હેઠળ વેપારીનો નોંધણી દાખલો રદ કરવામાં આવેલ. તદુપરાંત તારીખ ૨૨.૦૮.૨૦૨૫ના પ્રથમ અપીલના આદેશને પણ વેપારી દ્વારા પડકારવામાં આવેલ. 

કલમ ૨૯(૨) આ પ્રમાણે છે ઃ

“(2) The proper officer may cancel the registration of a person from such date, including any retrospective date, as he may deem fit, where,--

(a) a registered person has contravened such provisions of the Act or the rules made thereunder as may be prescribed; or

(b) a person paying tax under section 10 has not furnished [the return for a financial year beyond three months from the due date of furnishing the said return]; or

(c) any registered person, other than a person specified in clause (b), has not furnished returns for [such continuous tax period as may be prescribed]; or

(d) any person who has taken voluntary registration under sub-section (3) of section 25 has not commenced business within six months from the date of registration; or

(e) registration has been obtained by means of fraud, wilful misstatement or suppression of facts:

Provided that the proper officer shall not cancel the registration without giving the person an opportunity of being heard.

[Provided further that during pendency of the proceedings relating to cancellation of registration, the proper officer may suspend the registration for such period and in such manner as may be prescribed.]”

દલીલો : પીટીશનર વતી નામદાર કોર્ટ સમક્ષ એવી રજૂઆત થઈ કે અમારી વિરુદ્ધ આદેશ પસાર કરતા પહેલા અધિકારી દ્વારા અમોને સાંભળવાની તક આપવામાં આવેલ નથી અને જીએસટીની કલમો ૨૯ (૨)ની સત્તાઓ વિવેકાધીન સત્તાઓ છે તે આવી રીતે યંત્રવત્ત વાપરી શકાય નહીં. અધિકારીએ અમને સાંભળ્યા વગર કરેલ આદેશ કલમ ૭૫(૪)ના ભંગ સમાન છે તેથી તેને સેટ અસાઈડ કરવાની વિનંતી છે. નામદાર કોર્ટે પણ નોંધ્યું કે પ્રશ્ન હેઠળનો આદેશ વેપારીને સાંભળ્યા વગર કરવામાં આવેલ છે તેથી કાયદાકીય રીતે તે ટકી શકે તેમ નથી. વેપારી તરફથી વધુમાં જણાવવામાં આવ્યું કે અમો પ્રથમ અપીલ સમયસર ફાઈલ કરી શક્યા ન હતા. નામદાર કોર્ટે નોંધ્યું કે આ કેસની હકીકતો coordinate Bench of this Court in M/s Chandra Sain Vs Union of India and Ors passed in Writ Tax no.147 of 2022 wherein coordinate Bench after noticing the order of cancellation of registration in para-5 to 7 has held as under fum mbtl Au. 

''5. The petitioner could not prefer an appeal, which is prescribed under the Act, on account of Covid - 19 situation and the fact that the petitioner fell ill for which medical certificates were granted, as such, the petitioner preferred a delay condonation application along-with the appeal. The Appellate Authority was of the view that in view of the Bar created under Section 107(4) of the GST Act, the delay cannot be condoned, as such, he proceeded to dismiss the appeal holding that no power of condonation of delay exists in the statutory scheme of Section 107 of GST Act”.

પીટીશનરએ તેમ પણ જણાવ્યું કે અમારી અપીલને મેરીટ ઉપર ચકાસવામાં આવેલ નથી. માત્ર સમય મર્યાદાના કારણે તે રદ કરવામાં આવેલ છે. ખાસ નોંધવા જેવી બાબતે છે કે અધિકારીનો મૂળ આદેશ બંધારણના આર્ટીકલ ૧૯ અને ૧૪ના ભંગ સામાન છે. સુપ્રીમ કોર્ટના Whirlpool Corporation v. Registrar of Trademarks, Mumbai and Ors. - (૧૯૯૮) ૮ SCC ૧ કેસના ચુકાદા અનુસાર અમો નામદાર હાઇકોર્ટમાં રીટ કરી શકીએ તેવી પરિસ્થિતિ છે.

વધુમાં વેપારી તરફથી એવું જણાવવામાં આવ્યું કે Om Prakash Mishra v. State of U.P. & Ors.; Writ Tax No. 100 of 2022 decided on 06.09.2022 ગીબૈગીગ ર્હ ૦૬.૦૯.૨૦૨૨ના કેસમાં નામદાર કોર્ટે નોંધેલ છે કે, “every administrative authority or a quasi judicial authority should necessarily indicate reasons as reasons are heart and soul of any judicial or administrative order."

નામદાર કોર્ટે જણાવ્યું કે પ્રસ્તુત કેસમાં તારીખ ૩.૭.૨૦૨૪નો નોંધણી દાખલો રદ કરતો આદેશ યોગ્ય વિચારણા બાદ કરેલ હોય તેમ જણાતું નથી અને તેથી તે બંધારણના આર્ટીકલ ૧૪નો ભંગ ગણાય. નામદાર કોર્ટે નિર્ણય આપતા જણાવ્યું કે ઉક્ત વિગતે તારીખ ૦૩.૦૭.૨૦૨૪નો આદેશ તથા તારીખ ૨૨.૦૮.૨૦૨૫નો અપીલ આદેશ રદ કરીને સેટ અસાઇડ કરવામાં આવે છે. નામદાર કોર્ટે પીટીશનરને સુચના આપેલ કે તેઓ ત્રણ અઠવાડિયાની સમય મર્યાદામાં કારણદર્શક સૂચનાનો યોગ્ય જવાબ કરી દે. ત્યારબાદ એડજ્યુકેટિંગ ઓફિસરે વેપારીને સાંભળીને કાયદાકીય જોગવાઈઓ મુજબ ફરીથી નવો આદેશ કરવાનો રહે.