Get The App

જીએસટી કાયદા હેઠળ ઇન્સ્પેકશન સમયે સ્વતંત્ર પંચો હાજર રાખવા સંબંધી મહત્વના ચુકાદાની અગત્યની વિગતો

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News
જીએસટી કાયદા હેઠળ ઇન્સ્પેકશન સમયે સ્વતંત્ર પંચો હાજર રાખવા સંબંધી મહત્વના ચુકાદાની અગત્યની વિગતો 1 - image


- GSTનું A to Z - હર્ષ કિશોર

- એનફોર્સમેન્ટ, ધરપકડ અને સમન્સની કામગીરી હંમેશા સંવેદનશીલ રહેલ છે અને વારંવાર સરકાર સામે કોર્ટ સમક્ષ રજૂઆતો થતી રહે છે. 

તાજેતરમાં જીએસટી ડિપાર્ટમેન્ટના એક સહાયક કમિશનર કક્ષાના અધિકારી દ્વારા ઓચિંતી સ્થળ તપાસ અથવા તો જેને આપણે ઇન્સ્પેક્શન કહીએ તેને કાર્યવાહી દરમિયાન સ્વતંત્ર પંચોની ગેરહાજરીમાં કરવામાં આવેલ કાર્યવાહીને નામદાર પટના હાઇકોર્ટે અમાન્ય ઠેરવેલ છે. આ કેસમાં તે ઉપરાંત માલના જપ્તીના આદેશમાં ચેડાં કરેલા માલુમ પડેલ અને પાછળથી ઉમેરેલી વિગતો હોય તેવા દસ્તાવેજના આધારે થયેલ તપાસને જીએસટીની કલમ ૬૭ તેમજ સીઆરપીસીની કલમ ૧૦૦ હેઠળ અમાન્ય ઠેરવીને નામદાર પટના હાઇકોર્ટે પોતાનો એક ચુકાદો આપેલ છે. Case Title: M/s Sri Sai Food Grain and Iron Stors Versus The State of Bihar-Civil Writ Jurisdiction Case No.13674 of 2024, Date: ૨૫-૦૪-૨૦૨૫.

આમ તો જીએસટીના કાયદા કે નિયમોમાં એન્ફોર્સમેન્ટની વ્યાખ્યા આપવામાં આવેલ નથી. પરંતુ એમ કહી શકાય કે એન્ફોર્સમેન્ટ એટલે “to make people  obey a law , or to make a particular situation happen or be accepted ”  એન્ફોર્સમેન્ટની કાર્યવાહીનો હેતુ કરચોરી શોધવાનો, તેના કારણોનો અભ્યાસ કરવાનો જેથી તે ફરીથી ન થઈ શકે, તેને રોકવાનો તેમજ ખોટું કરતા વેપારીઓ પાસેથી વેરાની વસુલાત કરાવવી હોય છે.

જીએસટીની કલમ ૬૭(૧)ઃ ધંધાના સ્થળનું ઇન્સ્પેક્શન અથવા જે જગ્યાએ માલ મુકેલ હોય તે જગ્યાનું ઇન્સ્પેક્શન કરવાની જોગવાઈ આ કલમ હેઠળ કરવામાં આવેલ છે. રીઝન ટુ બીલીવ જરૂરી છે. આ કલમની જોગવાઈઓ વેરાપાત્ર વ્યક્તિ, ટ્રાન્સપોર્ટર, ગોડાઉન અને વેરહાઉસ ધરાવનારને લાગુ પડે છે. ઇન્સ્પેક્શનનો મુખ્ય હેતુ હિસાબી સાહિત્ય ચકાસવાનો હોય છે. આ માટેનો અધિકાર પત્ર ફોર્મ GST INS-૦૧ માં આપવામાં આવે છે. ઇન્સ્પેક્શન દરમિયાન કામ ચલાઉ ટાંચ મૂકી શકાય છે. કલમ ૬૭ની પેટા કલમ ૧૦ મુજબ સીઆરપીસી, ૧૯૭૩ અને હવે ભારતીય નાગરિક સુરક્ષા સહિતા ૨૦૨૩ની જોગવાઈઓ મુજબ સર્ચ અને સીઝરની કાર્યવાહી કરવાની રહે છે.

સીઆરપીસીની કલમ ૧૦૦ ની લાગુ પડતી જોગવાઈઓ આ પ્રમાણે છે ઃ 

કલમ ૧૦૦(૪) Before making a search under this Chapter, the officer or other person about to make it shall call upon two or more independent and respectable inhabitants of the locality in which the place to be searched is situate or of any other locality if no such inhabitant of the said locality is available or is willing to be a witness to the search, to attend and witness the search and may issue an order in writing to them or any of them so to do.

કલમ ૧૦૦(૫) The search shall be made in their presence, and a list of all things seized in the course of such search and of the places in which they are respectively found shall be prepared by such officer or other person and signed by such witnesses; but no person witnessing a search under this section shall be required to attend the Court as a witness of the search unless specially summoned by it.

આ કેસમાં સહાયક કમિશનરે વેપારીના ધંધાના સ્થળે ઇન્સ્પેક્શન હાથ ધરેલ અને માલ જપ્તીનો  આદેશ બનાવેલ. વેપારી કોર્ટમાં ગયેલ. નામદાર કોર્ટે અસ્સલ દસ્તાવેજો મંગાવેલ. અસ્સલ દસ્તાવેજોના અભ્યાસ પરથી કોર્ટે નોંધ્યું કે વેપારીને અપાયેલ આદેશમાં 'એસ પર ફિઝિકલ વેરિફિકેશન' શબ્દો લખવામાં આવેલ નહીં પરંતુ જપ્તીના મૂળ આદેશમાં 'એસ પર ફિઝિકલ વેરિફિકેશન' બાદમાં દાખલ કરવામાં આવેલ છે. 

તેથી નામદાર કોર્ટે સંબંધિત સહાયક કમિશનર કે જેઓ હાલ નાયબ કમિશનર તરીકે કામ કરી રહ્યા હતા તેઓને નામદાર કોર્ટે રૂબરૂ હાજર રહેવા જણાવેલ હતું. અધિકારી કોર્ટમાં રૂબરૂ હાજર રહ્યા ત્યારે તેમને આવા પ્રશ્નો પૂછવામાં આવતા તેમણે કબુલ કરેલ કે તેઓએ પોતે કરેલ જપ્તી આદેશમાં બાદમાં 'એસ પર ફિઝિકલ વેરિફિકેશન' શબ્દો દાખલ કરેલા હતા. ગંભીર બાબત એ હતી કે મેટર સબ્જુડાઈસ હતી તે દરમિયાન તેઓએ આવું કરેલ હતું

નામદાર કોર્ટે અધિકારીને પોતાની અંગત એફિડેવિટ ફાઈલ કરવા જણાવેલ હતું અને ખાતરી માંગેલ કે તેઓશ્રી ફરીથી આવું નહીં કરે. અધિકારીએ માફી માંગેલ અને જણાવેલ કે અનુભવ ન હોઈ ભૂલ થયેલ છે. નામદાર કોર્ટે આવી ગંભીર ક્ષતિ કરવા બદલ અધિકારી સામે ખાતાકીય રાહે પગલાં લેવાને બદલે તાકીદ કરેલ.

આ કેસમાં વેપારીએ અધિકારીના કલમ ૭૪(૯) હેઠળ કરેલ આદેશને પડકારેલ હતો જેમાં વેરો વ્યાજ અને દંડ થઈને કુલ રૂ. ૮૮,૬૪,૦૦૦ જેટલું માંગણું ઉપસ્થિત કરવામાં આવેલ હતું. વેપારીએ જણાવેલ કે આ માંગણું તારીખ ૧૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ કરવામાં આવેલ ઇન્સ્પેક્શનના આધારે કરવામાં આવેલ છે જે કલમ ૬૭(૧૦) અને સીઆરપીસીની કલમ સહ-૪ મુજબ તદ્દન ખોટી રીતે કરેલ છે કારણ કે તે તપાસ વખતે કોઈ પંચો હાજર રાખવામાં આવેલા ના હતા હતા જે ભમ્ૈંભ ની તા ૦૨.૦૨.૨૦૨૧ ની સુચના ક્રઃ૦૧ની વિરુદ્ધ છે. સુચના મુજબ સ્થળ તપાસ અથવા તો ઇન્સ્પેક્શન કરતી વખતે સૌપ્રથમ ધંધાના અધિકૃત વ્યક્તિને તે દર્શાવીને તેના ઉપર તેની સહી મેળવવાની રહે છે તેમજ પંચોની સહી પણ મેળવવાની રહે છે.

 તેમાં તારીખ અને સમય પણ જણાવવાના હોય છે. આ કેસમાં ઇન્સ્પેક્શન રિપોર્ટમાં સ્વતંત્ર પંચોના નામ કે સહી ન હતા. પરંતુ પાછળથી બે વ્યક્તિઓના નામ ઉમેરવામાં આવેલ હતા. દુઃખદ બાબતે છે કે સરકાર તરફથી અને ડિપાર્ટમેન્ટ તરફથી સોપ અમલમાં હોવા છતાં તેમજ કાયદામાં જણાવેલ હોવા છતાં કેટલાક અધિકારીઓ તપાસ સમયે કુદરતી ન્યાયના સિદ્ધાંતો પ્રમાણે કામ કરતા નથી કે યોગ્ય પ્રક્રિયા અનુસરતા નથી અને બાદમાં દસ્તાવેજોમાં ચેડા કરીને તેને બદલવાનો અને પોતાની ક્ષતિઓને છાવરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આવા કારણોસર વેપારીએ ખોટું કરેલ હોય તો પણ તેને સજા થતી નથી.

કોઈપણ કર-પ્રણાલીમાં એનફોર્સમેન્ટ, ધરપકડ અને સમન્સની કામગીરી હંમેશા સંવેદનશીલ રહેલ છે અને વારંવાર સરકાર સામે કોર્ટ સમક્ષ રજૂઆતો થતી રહે છે. તેથી ગુનેગારોને નસીહત કરવામાં સરકારને ઘણા  પડકારોનો સામનો કરવો પડે છે. આવી પ્રક્રિયા સુચારુ રૂપે થાય તે માટે  સી.બી.આઈ.સી દ્વારા જે ૈંહજાિેર્બૌહ ર્શ. ૦૧/૨૦૨૩-૨૪-GST (ૈંહપ.) ગચાીગ સ્ચબિર ૩૦, ૨૦૨૪ બહાર પાડવામાં આવેલ છે તે માર્ગદર્શક સૂચનાઓ દરેક કમિશનરે સર્ચ વોરંટ અને સમન્સ ઈશ્યુ કરતા પહેલા ધ્યાને લેવાની રહે છે તેવું પણ ઉક્ત સૂચનામાં જણાવવામાં આવેલ છે. જેથી વહિવટી પ્રક્રિયા વ્યવસ્થિત રીતે થાય. આ પરિપત્રમાં વધુમાં એમ જણાવવામાં આવેલ છે કે કચેરી સમય બાદ કોઈપણ વ્યક્તિને ડીટેન ન કરવા અને જો એવું કરવાનું જરૂરી જણાય તો તમામ કાયદાકીય જોગવાઈઓ ધ્યાને રાખીને જ કોઈને ડીટેઇન કરવાના રહે છે.

ફોજદારી કાર્યવાહી ઃ આવી કાર્યવાહી હાથ ધરવા માટેની માર્ગદર્શિકા સીબીએસસી દ્વારા તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સુચના ક્રમાંક ૪/ ૨૦૨૨-૨૩ થકી બહાર પાડવામાં આવેલ હતી. તેમાં જણાવેલ છે કે નામદાર સુપ્રીમ કોર્ટના રાધેશ્યામ કેજરીવાલના ચુકાદામાં જે અવલોકનો આપેલ છે તે મુજબ તાબાના તમામ અધિકારીઓએ કાર્યવાહી કરવાની રહે છે.

SGST ઃ ગુજરાત એસજીએસટીના મુખ્ય રાજ્યવેરા કમિશનર દ્વારા સૂચના ક્રમાંક ૧/૨૦૨૨ ૨૩ તારીખ ૮.૯.૨૦૨૨ના રોજ કલમ ૭૦ હેઠળ સમન્સ ઈશ્યુ કરવા માટે તેમજ ધરપકડ અને બેલ અંગેની જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે.

ઉપરાંત અન્વેષણ અને ધરપકડ માટે એક મહત્વનો ચુકાદો ડી. કે. બાસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ ૧૯૯૭ (૧) જીભભ ૪૧૬નો છે. આ ચુકાદા થકી સુપ્રીમ કોર્ટે કુલ ૧૧ મુદ્દાની માર્ગદર્શિકા આપેલ હતી જે આજે પણ આપણે ધ્યાને લેવાની રહે છે.


Tags :