Get The App

GSTની કારણદર્શક સૂચનાનો જવાબ આપવાની તારીખ અગાઉ વેપારીને રૂબરૂ સાંભળવાની તારીખ નક્કી કરી શકાય ?

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
GSTની કારણદર્શક સૂચનાનો જવાબ આપવાની તારીખ અગાઉ વેપારીને રૂબરૂ સાંભળવાની તારીખ નક્કી કરી શકાય ? 1 - image

- GSTનું A to Z- હર્ષ કિશોર

- વેપારીએ નિયત સમયે અધિકારી સમક્ષ હાજર રહેવાની ખાતરી કોર્ટ સમક્ષ આપેલ છે. વેપારી હાજર થયેથી અધિકારીએ કારણો દર્શાવીને સ્પીકિંગ ઓર્ડર નોટીસ આપ્યાથી એક મહિનાની અંદર કરવાનો રહેશે 

આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે જીએસટીની કલમ ૬૫ હેઠળ ઓડિટ કર્યા બાદ અને અન્ય ક્ષતિઓને હિસાબે GSTની કલમ ૭૩ કે ૭૪ હેઠળ વેપારી સામે આદેશ કરતા અગાઉ GSTના ફોર્મ DRC-01 અને DRC-01છમાં કારણ દર્શક સુચના પાઠવવામાં આવે છે અને વેપારીને રૂબરૂ સાંભળવાની તક પણ આપવામાં આવે છે. પરંતુ શું એવું બને કે વેપારી કક્ષાએ કારણદર્શક સૂચનાનો જવાબ કરવાની તારીખ અગાઉ વેપારીને રૂબરૂ સાંભળવાની તારીખ નક્કી કરી શકાય? ન કરી શકાય. આ મતલબના તાજેતરના અગત્યના કેટલાક ચુકાદા આવેલ છે જેની વિગતો આજે આપણે ટૂંકમાં જોઈશું.

કેસ THE HON'BLE ALLAHABAD HIGH COURT in the case of R.P. Industries V/s State of U.P., decided on૨૯-૮-૨૦૨૫. WRIT TAX No.  ૮૧૧ of ૨૦૨૨ સાથે WRIT TAX No. ૮૧૩ of ૨૦૨૨. કેસની વિગતો મુજબ પીટીશનર વેપારીએ ડિસેમ્બર ૨૦૧૮માં મે. રાહુલ ટ્રેડિંગ કંપની પાસેથી લોખંડનો ભંગાર ખરીદ્યો હતો. તમામ જરૂરી દસ્તાવેજો સાથે આ માલનું વહન થયેલ હતું. ત્યારબાદ તારીખ ૧૬.૭.૨૦૨૦ના રોજ જીએસટીની કલમ ૭૪(૧) હેઠળ વેપારીને નોટિસ આપવામાં આવેલ હતી જેમાં જણાવેલ હતું કે સપ્લાયર વેપારી ધંધાના સ્થળે મળી આવતા નથી. આ કારણદર્શક સૂચનામાં વેપારીને જવાબ કરવા માટે તારીખ ૧૭.૮.૨૦૨૦ સુધીનો સમય આપવામાં આવેલ હતો. પરંતુ રૂબરૂ સુનાવણીની તારીખ ૨૪.૭.૨૦૨૦ જણાવવામાં આવેલ હતી. જે જવાબ કરવા માટેની સમય મર્યાદા કરતા ઘણા અગાઉના સમયની હતી. ત્યારબાદ અધિકારી દ્વારા તારીખ ૨૮.૮.૨૦૨૦ના રોજ એક તરફી આદેશ પસાર કરીને વેરો અને દંડ આકારવામાં આવેલ હતા. જેની સામે વેપારીએ પ્રથમ અપીલ કરેલ. જે તારીખ ૬.૯.૨૦૨૧ના રોજ અપીલ અધિકારી દ્વારા ડિસમીસ કરવામાં આવેલ હતી. 

વેપારીના વકીલ દ્વારા નામદાર અલ્લાહબાદ હાઈકોર્ટ સમક્ષ જણાવવામાં આવેલ કે જ્યારે કારણદર્શક સૂચના પોતે જ યોગ્ય રીતે ઈશ્યુ કરવામાં આવેલ નથી ત્યારે આ કેસની સમગ્ર કાર્યવાહી કાયદાકીય રીતે યોગ્ય ઠરતી નથી. તેઓએ પોતાની દલીલના સમર્થનમાં અન્ય બે ચુકાદા : M/s Excellence Trades & Services Private Limited Vs. State of U.P. & 2 Others [Writ Tax No. ૧૩૮/૨૦૨૫, decided on ૦૪.૦૪.૨૦૨૫ and M/s Swiftline Transport Solutions Private Limited Vs. State of U.P. & Another (Writ Tax No. ૯૧૧ of ૨૦૨૫, ગીબૈગીગ ર્હ ૧૧.૦૩.૨૦૨૫)નો આધાર લીધેલ હતો. નામદાર અલ્લાહબાદ હાઇકોર્ટે કેસની હકીકતો, રેકર્ડ પરના દસ્તાવેજો અને ઉક્ત બે ચુકાદાની એનોલોજીના આધારે રીટ પીટીશન માન્ય રાખેલ અને એડજુડીકેટિંગ અધિકારીનો તથા પ્રથમ અપીલ અધિકારીનો આદેશ સેટ અસાઇડ કરેલ તેમજ ડિપાર્ટમેન્ટને ૧૫ દિવસમાં વેપારીને ફરીથી નોટીસ આપવાનું જણાવેલ હતું.

 કેસ ૨ : M/s Excellence Trades & Services Private Limited Vs. State of U.P. & 2 Others (Writ Tax No. ૧૩૮/૨૦૨૫, decided on ૦૪.૦૪.૨૦૨૫). આ કેસમાં વેપારી દ્વારા જીએસટીની કલમ ૭૪ હેઠળ તારીખ ૫.૧.૨૦૨૪ના રોજ પસાર કરવામાં આવેલ આદેશ અને રૂપિયા ૮૧,૫૮,૫૦૦૯ની માંગણાની રકમને પડકારવામાં આવેલ હતો. તારીખ ૩૧-૧૦-૨૦૨૩ની કારણદર્શક સુચનામાં વેપારી પક્ષે નોટિસનો જવાબ આપવા માટે તારીખ ૩૦.૧૧.૨૦૨૩નો સમય આપવામાં આવેલા હતો. જ્યારે રૂબરૂ સુનાવણી માટે તારીખ ૧૬.૧૧.૨૦૨૩ નક્કી કરવામાં આવેલ હતી જે પણ કારણદર્શક સૂચનાના જવાબ આપવા અગાઉના સમયની તારીખની હતી. વેપારી દ્વારા તારીખ ૩૦.૧૧.૨૦૨૩ના રોજ કારણદર્શક સૂચનાનો જવાબ કરવામાં આવેલ. પરંતુ ત્યાં સુધીમાં રૂબરૂ સુનાવણી માટેનો સમય પસાર થઈ ગયેલો હતો તેથી વેપારીને રૂબરૂ સુનાવણીની તક મળવા પામેલ ન હતી. જ્યારે સામે અધિકારીએ તારીખ ૫.૧.૨૦૨૪ના રોજ આદેશ પસાર કરીને માંગણું ઉપસ્થિત કરેલ હતું. નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં મે. મહાવીર ટ્રેડિંગ કંપની વિરુદ્ધ ડેપ્યુટી કમિશનર સ્ટેટ ટેક્સ એન્ડ અધર્સ, રીટ ટેક્સ નંબર ૩૦૩ ર્ક ૨૦૨૪ ઉલ્લેખ કરેલ હતો. સરકાર પક્ષે વકીલ દ્વારા અધિકારી દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીના સમર્થનમાં કોઈ વિશેષ કાયદાકીય બાબતો જણાવવામાં આવેલ ન હતી. નામદાર કોર્ટે વેપારીની તરફેણમાં ચુકાદો આપેલ હતો.

કેસ ૩ : M/s Swiftline Transport Solutions Private Limited Vs. State of U.P. & Another (Writ Tax No. ૯૧૧ of ૨૦૨૫, decided on ૧૧.૦૩.૨૦૨૫). ઉક્ત બે કેસોના પ્રમાણમાં આ કેસની વિગતો થોડી અલગ પડે છે. આ કેસમાં પીટીશનર વેપારી દ્વારા નાયબ કમિશનરના તારીખ ૩૦.૧૨. ૨૦૨૩ના કલમ ૭૩ હેઠળના આદેશ અને માંગણાની રકમને પડકારવામાં આવેલ હતો. આ કેસમાં અધિકારી દ્વારા કલમ ૭૩ હેઠળ ઇશ્યૂ કરવામાં આવેલ નોટિસ 'એડિશનલ નોટીસીસ એન્ડ ઓર્ડર્સ'ની જીએસટી નેટવર્કની લીંક ઉપર અપલોડ કરવામાં આવેલ હતી. વેપારીએ નામદાર કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી કે આ નોટિસ અમારા ધ્યાનમાં આવેલ ન હોવાથી અમો અધિકારી સમક્ષ હાજર રહી શકેલ નહીં. પીટીશનર વેપારી દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલ કે 'વ્યુ નોટીસીસ એન્ડ ઓર્ડર્સ'ના સ્થાને 'એડિશનલ નોટીસીસ એન્ડ ઓર્ડર્સ' ની લીંક ઉપર નોટિસો અપલોડ કરવામાં આવેલ હોવાથી અમોને શંકાનો લાભ મળવો જોઈએ અને અમોને Ola Fleet Technologies Pvt Ltd. vs State of Uttar Pradesh & 2 others, Writ Tax No. ૮૫૫ of ૨૦૨૪ના ચુકાદા અનુસાર કેસ સંબંધિત અધિકારીને રિમાન્ડ કરવો જોઈએ. ર્ંનચ..ના કેસમાં મુખ્ય મુદ્દો એટલો જ હતો કે અધિકારી દ્વારા 'વ્યુ નોટીસીસ એન્ડ ઓર્ડર્સ' હેઠળ નોટીસો/આદેશો અપલોડ કરવામાં આવેલ ન હતા. 

સરકારી વકીલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલ કે આ કેસમાં અધિકારી પક્ષે કોઈ ક્ષતિ થયેલ નથી તેથી તેમને જવાબદાર ઠેરવી શકાય નહીં. કારણ કે જીએસટી નેટવર્કની જે પદ્ધતિ છે તે મુજબ અધિકારીએ યોગ્ય રીતે જ નોટિસ અપલોડ કરેલ છે. નામદાર કોર્ટે નોંધ્યું કે કેસની પ્રાથમિક હકીકતો જોતા હાલના તબક્કે પીટીશનર વેપારીને બેનિફિટ ઓફ ડાઉટ મળવા પાત્ર થાય છે કારણકે એવું સાબિત થતું નથી કે વેપારીને 'વ્યુ નોટીસીસ એન્ડ ઓર્ડર્સ'માં નોટીસો જોવા મળે છે.

નામદાર કોર્ટે નોંધ્યું કે વિવાદ હેઠળની તમામ રકમ ડિપોઝિટ તરીકે રાજ્ય સરકાર પાસે જમા પડેલ છે તેથી આજની તારીખે કોઈ આઉટ સ્ટેન્ડિંગ ડિમાન્ડ જણાતી નથી. કિસ્સાના ગુણ-દોષમાં હાલ કોર્ટ જતી નથી. રીટ પીટીશનને મૂકી રાખવાનો મતલબ નથી. તેથી આ રીટ પિટિશનનો નિકાલ કરવામાં આવે છે અને વેપારીને સૂચના આપવાની થાય છે કે અધિકારી દ્વારા કરવામાં આવેલ આદેશને ફાઇનલ નોટિસ ગણીને પોતાનો લેખિત જવાબ બે અઠવાડિયામાં રજૂ કરવો. ત્યારબાદ ઓછામાં ઓછા ૧૫ દિવસની અંદર અધિકારીએ વેપારીને પુનઃ નોટિસ આપીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવી. 

જવેપારીએ નિયત સમયે અધિકારી સમક્ષ હાજર રહેવાની ખાતરી કોર્ટ સમક્ષ આપેલ છે. વેપારી હાજર થયેથી અધિકારીએ કારણો દર્શાવીને સ્પીકિંગ ઓર્ડર નોટીસ આપ્યાથી એક મહિનાની અંદર કરવાનો રહેશે. નાયબ કમિશનર દ્વારા તારીખ ૩૦.૧૨.૨૦૨૩ નો આદેશ આથી રદ ગણીને સેટ અસાઈડ કરવામાં આવે છે.

અંતેઃ આમ તો જીએસટી કાયદા કે નિયમોમાં કે કોઈ એસ. ઓ. પી.માં ઉપર જણાવેલ કેટલીક બાબતનો ઉલ્લેખ નથી તેથી નામદાર કોર્ટોના વિવિધ ચુકાદાઓના આધારે જીએસટીના અધિકારીઓએ વેરાની સુરક્ષા ધ્યાને રાખીને કામગીરી કરવાની રહે. સમયાંતરે કોર્ટના અવલોકનો અને ચુકાદાના આધારે કાયદામાં કે નિયમોમાં ફેરફાર થતા હોય છે. જેમકે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્થાવર મિલકતના કેસમાં કલમ ૧૭(૫)(ગ) હેઠળ વેરા શાખ મળે કે કેમ તે અંગે અગાઉ એટલે કે સરકાર દ્વારા પાછલી તારીખથી કાયદામાં સુધારો થયો તે પહેલા સફારી રીટ્રીટ્સના કેસમાં ફંક્શનાલીટી ટેસ્ટ કરવાનું જણાવવામાં આવેલ હતું. જેથી કોઈ મિલકત પ્લાન્ટ અથવા મશીનરી છે કે નહીં તે જાણી શકાય.