Get The App

મેજિસ્ટ્રેટની પરવાનગી વગર પોલીસ કોઈ કરદાતાના બેન્ક એકાઉન્ટને ડેબિટ- ફ્રીઝ કરી શકે ?

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
મેજિસ્ટ્રેટની પરવાનગી વગર પોલીસ કોઈ કરદાતાના બેન્ક એકાઉન્ટને ડેબિટ- ફ્રીઝ કરી શકે ? 1 - image

- GSTનું A to Z - હર્ષ કિશોર

- બેંક ખાતાના સીઝરની સત્તાઓ BNSSની કલમ 106 મુજબ ત્યારે જ મળે જ્યારે પોલીસ અધિકારી દ્વારા ક્ષેત્રાધિકાર ધરાવતા મેજિસ્ટ્રેટને તેની જાણ કરવામાં આવેલ હોય

પોલીસ અધિકારીને આવી સીધી કોઈ સત્તા મળેલ નથી. તાજેતરમાં તારીખ Feb 13, 2026 ના રોજ આવેલ નામદાર કલકત્તા હાઇકોર્ટના Kirti Deora, Proprietor of M/s Tirupati Trading Vs State of West Bengal & Ors. WPA 1785 of 2025 With CAN 1 of 2026 ના ચુકાદામાં આ બાબતની વિગતવાર છણાવટ કરવામાં આવેલ છે. આપણે અગત્યની વિગતો જોઈએ. કેસની વિગતો મુજબ તારીખ ૬ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ, અરુણાચલ પ્રદેશના ઇટાનગર, પપ્પુમપરે પોલીસ સ્ટેશનના ઓફિસર ઇન્ચાર્જ દ્વારા ICICI bank lt Kankurgachi Branch, કલકત્તા ના બ્રાન્ચ મેનેજરને એક નોટિસ ઈશ્યુ કરવામાં આવેલ અને તેમાં જણાવવામાં આવેલ કે એકાઉન્ટ નંબર 104905500535 ને ડેબિટ ફ્રીઝ કરવામાં આવે. આ નોટિસના આધારે બેંક પીટીશનરના બેન્ક ખાતાને ડેબિટ ફ્રીઝ કરવાની કાર્યવાહી શરૂ કરેલ અને આ બાબતની જાણ પીટીશનરને કરેલ. જેનાથી નારાજ થઈને પીટીશનરે આ રીટ પિટિશન કરેલ. 

CGST ની રજૂઆત : કેસની સુનાવણીની શરૂઆતમાં સીજીએસટી વતી રજૂઆત કરતા એડવોકેટ દ્વારા નામદાર કોર્ટને એવું જણાવવામાં આવેલ કે આ કેસ નામદાર કોર્ટના ક્ષેત્રાધિકારમાં આવતો ન હોઇ આ પિટિશન આગળ ના ચલાવવી જોઈએ. તેઓએ વધુમાં જણાવેલ કે આ કેસની તપાસ અરુણાચલ પ્રદેશમાં થઈ રહેલ છે અને પોલીસ અધિકારી પણ અરુણાચલ પ્રદેશના છે તેથી આ કેસ ગૌહાટી હાઇકોર્ટમાં ફાઈલ થવો જોઈએ તેવી અમારી નમ્ર વિનંતી છે. પોતાની રજૂઆતમાં તેઓશ્રીએ નીચે મુજબના ચુકાદાઓ પણ ટાંકેલા હતાઃ 

i. Kusum lngots & Alloys Ltd. v. UOl, reported at 2004 (168) E.L.T.3 (S.C.),

ii. State of Goa v. Summit Online Trade Solutions Pvt.Ltd., reported at (2023) 4 Centax 280 (S.C.) and

iii. Venkata Sai Ram Traders v. CUS., C.Ex. & S.T. Sett. Comm., Chennai, reported at 2018 (9) G.S.T.L. 235) (Mad.).

પીટીશનરની રજૂઆતઃ સામે વેપારીના એડવોકેટ દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલ કે જે બેંક ખાતાને ડેબિટ ફ્રીઝ કરવામાં આવેલ છે તે કલકત્તા કોર્ટના ક્ષેત્રાધિકારમાં પડે છે. તેથી આ કેસ અહીંયા ચાલવો જોઈએ. તેઓએ જણાવેલ કે સીજીએસટીના અધિકારીઓની તપાસ અથવા પોલીસ અધિકારીઓની કામગીરીને અમો પડકારતા નથી. તેઓ માત્ર બેંક ખાતાના ડેબિટ ફ્રીઝ કરવાની કાર્યવાહીને જ પડકારે છે તેથી પણ આ કેસ અહીંયા ચાલી શકે છે. તેઓએ પોતાના સમર્થનમાં નામદાર સુપ્રીમ કોર્ટના Nawal Kishore Sharma v. Union of India & Ors. reported at (2014) 9 SCC 329 ના ચુકાદાનો આધાર લીધેલ હતો. તે ઉપરાંત અન્ય એક ચુકાદા Tamasha Samanta v. Union of India & Ors., WPA 19956 of 2025 પણ આધાર લીધેલ હતો જે કલકત્તા હાઇકોર્ટનો હતો. 

બેન્કની રજૂઆતઃ ICICI બેંક વતી એડવોકેટશ્રીએ જણાવેલ કે અમારી બેંકે માત્ર પોલીસ અધિકારી ની સૂચનાઓનું પાલન કરેલ છે. કારણ કે અમને જે નોટિસ મળેલ તેમાં જણાવેલ કે જો અમે આ સૂચનાનું પાલન ન કરીએ તો અમારી સામે પિનલ એક્શન લેવાઈ શકે છે.

કોર્ટનું અવલોકનઃ નામદાર કલકત્તા હાઇકોર્ટે ક્ષેત્રાધિકારના પ્રશ્ન અંગે નામદાર સુપ્રીમ કોર્ટનો Kusum Ingots & Alloys Ltd. (supra) as well as State of Goa (supra). નો ચુકાદો ધ્યાને લીધો અને લાગુ પડતો ફકરો ૧૮ ધ્યાને લીધેલ, જે આ પ્રમાણે છેઃ

 ``18. The facts pleaded in the writ petition must have a nexus on the basis whereof a prayer can be granted. Those facts which have nothing to do with the prayer made therein cannot be said to give rise to a cause of action which would confer jurisdiction on the Court.''

વધુમાં કોર્ટે નોંધેલ કે, “cause of action” ની વ્યાખ્યા બંધારણમાં આપવામાં આવેલ નથી. પરંતુ Lord Brett in Cooke v. Gill (Cooke v. Gill, (1873) LR 8 CP 107) મુજબ,

 ``cause of action means every fact which it would be necessary for the plaintiff to prove, if traversed, in order to support his right to the judgment of the court”. જો કે રીટના કેસમાં કેસની હકીકતો જોઇને પણ 'કોઝ ઓફ એક્શન' અંગે નિર્ણય લઇ શકાય છે. 

નામદાર કોર્ટે જણાવેલ કે નામદાર સુપ્રીમ કોર્ટની ઉક્ત કેસની માર્ગદશકા અને પીટીશનરની માંગણી જોતા પીટીશનરની દલીલ યોગ્ય જણાય છે કે 'કોઝ ઓફ એક્શન' કલકત્તા હાઇકોર્ટના ક્ષેત્રાધીકારમાં ઊભું થયેલ છે. કેસના મેરીટ ઉપર ચર્ચા કરતા નામદાર કોર્ટે BNSSની કલમ ૯૪ ધ્યાને લીધી જે આ મુજબ છેઃ 

94. Summons to produce document or other thing.

(1) Whenever any Court or any officer in charge of a police station considers that the production of any document, electronic communication, including communication devices, which is likely to contatin digital evidence or other thing is necessary or desirable for the purposes of any investigation, inquiry, trial or other proceeding under this Sanhita by or before such Court or officer, such Court may issue a summons or such officer may, by a written order, either in physical from or in electronic form, require the person in whose possession or power such document or thing is believed to be, to attend and produce it, or to produce it, at the time and place stated in the summons or order.

અહી પોલીસ અધિકારીને બેન્ક ખાતાને ડેબિટ ફ્રીઝ કરવાની સત્તા મળતી નથી. ઉપરાંત કોર્ટે મ્શજીજી ની કલમ ૧૦૬ અને ૧૦૭ ની પણ ચર્ચા કરેલઃ 

“106. (1) Any police officer may seize any property which may be alleged or suspected to have been stolen, or which may be found under circumstances which create suspicion of the commission of any offence.

(2) Such police officer, if subordinate to the officer in charge of a police station, shall forthwith report the seizure to that officer.

(3) Every police officer acting under sub-section (1) shall forthwith report the seizure to the Magistrate having jurisdiction...

કલમ 107 (1) Where a police officer making an investigation has reason to believe that any property is derived or obtained, directly or indirectly, as a result of a criminal activity or from the commission of any offence, he may, with the approval of the Superintendent of Police or Commissioner of Police, make an application to the Court or the Magistrate exercising jurisdiction to take cognizance of the offence or commit for trial or try the case, for the attachment of such property.

(2) If the Court or the Magistrate has reasons to believe, whether befroe or after taking evidence, that all or any of such properties are proceeds of crime, the Court or the Magistrate may issue a notice upon such person calling upon him to show cause within a period of fourteen days as to why an order of attachment shall not be made.

નિર્ણયઃ બેંક ખાતાના સીઝરની સત્તાઓ BNSS ની કલમ ૧૦૬ મુજબ ત્યારે જ મળે જ્યારે પોલીસ અધિકારી દ્વારા ક્ષેત્રાધિકાર ધરાવતા મેજિસ્ટ્રેટને તેની જાણ કરવામાં આવેલ હોય અને ૧૦૭ મુજબ ક્ષેત્રાધિકાર ધરાવતા મેજિસ્ટ્રેટ દ્વારા પરવાનગી આપવામાં આવેલ હોય. પ્રસ્તુત કેસમાં રેકોર્ડ ઉપર એવી કોઈ બાબત મૂકવામાં આવેલ નથી કે જેનાથી સાબિત થઈ શકે કે સંબંધિત પોલીસ અધિકારી દ્વારા ક્ષેત્રાધિકાર ધરાવતા મેજિસ્ટ્રેટને બેંક ખાતાના સીઝર અંગે જાણ કરવામાં આવેલ હોય અને તેઓની પરવાનગી મેળવવામાં આવેલ હોય તેથી આ નોટિસ સેટ એસાઈડ કરવામાં આવે છે.